
એવું કહેવામાં આવે છે કે જીવનમાં વધારે સારું નામ કમાવવું હોય તો પ્રથમ પ્રામાણિક બનવું જરૂરી છે.પ્રમાણિક બનવાથી સમાજમાં પણ સારું નામ લેવાય છે.દરેક વ્યક્તિ જાણે છે કે અપ્રમાણિક વ્યક્તિ જીવનમાં વધારે સમયમાં સુધી ખુશ રહી શકતો નથી.જયારે સમાજમાં જે માન અને સન્માન મળે છે તે પૈસાથી પણ ખરીદી શકાતું નથી.માટે પ્રમાણિક બનવું ખુબ જરૂરી છે.
તમને જણાવી દઈએ કે પ્રમાણિક રરૂપનો કિસ્સો ચેન્નઇથી એક ઓટો ડ્રાઇવરનો સામે આવ્યો છે.એવું કાનવા મળી રહ્યું છે કે તેણે પોતાના મુસાફરને જ્વેલરીથી ભરેલો થેલો પાછો આપ્યો હતો.સુત્રો મુજબ ચેન્નઈમાં આ વ્યક્તિ ઘણા સમયથી ઓટો ચલાવે છે.તે પોતે પરિવારનું ભરણ પોષણ ઓટો ચલાવીને કરે છે.
પરંતુ એક દિવસે કોઈ મુસાફર આકસ્મિક રીતે તેના ઓટોમાં ઝવેરાતથી ભરેલું બેગ ભૂલી જાય છે. જયારે આ ઝવેરાત ભરેલી બેગ આ ઓટો ચલવનારને મળે છે ત્યારે પણ પોતાના મનમાં કોઈ લાલચ ઉભી થતી નથી.પોતે બેઈમાની તરફ નમતો નથી.તેણે આ બેગ પોલીસ સ્ટેશનમાં જમા કરાવી લીધી.એવું કહેવામાં આવી રહ્યું છે કે આ બેગમાં અંદાજે 20 લાખના ઘરેણાં હતા.
જયારે આ બેગ ત્યાં કોઈ વિસ્તારમાં રહેતા એક વ્યક્તિની હતી.તે તેના સંબંધીના લગ્નમાં જઈ રહ્યો હતો.તેની પાસે ઘણી બેગ હતી.જયારે તે સમયે તે ફોન પર વાત કરતો હતો.આવી સ્થિતિમાં પોતાની ઝવેરાતની બેગ ઓટોમાં ભૂલીને જતો રહે છે.થોડા સમય પછી જ્યારે તેને તેની બેગ યાદ આવી ત્યારે તે ગભરાઈ ગયો હતો.
આ વ્યક્તિ અંતે વિચારીને ત્યાના પોલીસ સ્ટેશનમાં આ સમગ્ર બનાવ અંગે રિપોર્ટ લખવા માટે ગયો હતો.જયારે આ માહિતી અનુશાર પોલીસે પણ તુરંત કાર્યવાહી શરૂ કરી હતી અને કહ્યું હતું કે તેઓ સીસીટીવી ફૂટેજમાંથી ઓટો ડ્રાઇવર શોધી કાઢશે.પરંતુ તે પછી તેને ખબર પડી કે ઓટો ડ્રાઇવરે પહેલેથી જ તેની બેગ પોલીસને આપી દીધી છે.
આ સાંભળીને તે વ્યક્તિ ખુબ જ ખુશ થયો.ઓટો ડ્રાઇવરનો આભાર માન્યો.બીજી તરફ ઓટો ડ્રાઇવરની પ્રામાણિકતાથી ખુશ થઇ ચેન્નઈ પોલીસે તેમને ફૂલોથી સન્માન કર્યું હતું.જયારે આ સમગ્ર ઘટના અંગેના સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થયા,ત્યારે બધાએ તે ઓટો ચલવનાર વ્યક્તિની પ્રશંસા શરૂ કરી હતી.લોકો કહેવા લાગ્યા કે આ ઓટો ચલાવનાર વ્યક્તિ ખુબ પ્રામાણિક છે.દરેક વ્યક્તિએ આવવું જરૂર બનવું જોઈએ.