અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ પોતાની દિકરીનું રાખ્યું “ખાસ નામ”, જાણો નામનો મતલબ

અભિનેત્રી અનુષ્કા શર્મા માં બની ગઈ છે અને તેણે એક દીકરીને જન્મ આપ્યો છે અનુષ્કા શર્માનાં પતિ તથા ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ આ વાતની જાણકારી લોકોને આપી હતી અને જણાવ્યું હતું કે તેમના ઘરે એક નાની પરીનું આગમન થયું છે. વિરાટ કોહલીએ એક પોસ્ટ શેર કરીને પોતાની આ ખુશી લોકો સાથે શેર કરી હતી અને અનુષ્કા અને તેમની દિકરીનાં સ્વાસ્થ્ય વિશે જાણકારી આપી હતી.

અનુષ્કાની ડિલિવરી મુંબઈનાં બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં થઈ છે. તેમણે સોમવારે સવારે દીકરીને જન્મ આપ્યો છે. તે સોમવારે સવારે જ હોસ્પિટલ પહોંચી હતી. વળી દિકરીનો જન્મ થયા બાદ વિરાટ કોહલીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખી હતી અને કહ્યું હતું કે અનુષ્કા એક દીકરીને જન્મ આપ્યો છે. અનુષ્કા અને તેની દીકરી એકદમ સ્વસ્થ છે. સાથોસાથ પોતાના ફેન્સને પ્રાઈવેસીનું સન્માન કરવાની પણ અપીલ કરી હતી.

એટલું જ નહીં અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ પોતાની દીકરીનું નામ પણ રાખી દીધું છે. સૂત્રોનાં જણાવ્યા અનુસાર આ કપલે પોતાની દીકરીનું નામ “અન્વી” રાખ્યું છે. આ નામ અનુષ્કા અને વિરાટનાં નામનાં શબ્દોને મિલાવીને બનાવવામાં આવેલ છે.

મહત્વપૂર્ણ છે કે ઓગસ્ટ ૨૦૨૦માં અનુષ્કા અને વિરાટ કોહલીએ પ્રેગ્નન્સીની જાણકારી લોકો સાથે શેર કરી હતી. સાથોસાથ પોતાનો એક ફોટો પણ શેર કર્યો હતો. ફોટોમાં અનુષ્કા પોલ્કા ડોટ ડ્રેસ પહેરેલી જોવા મળી રહી હતી અને તેની સાથે વિરાટ કોહલી પણ હતા. આ ફોટોમાં તેમણે કેપ્શનમાં લખ્યું હતું કે, “હવે અમે ત્રણ થઈ જશું.”

હાલમાં જ અનુષ્કાએ મીડિયા અને અપીલ કરી હતી કે તેમની પ્રાઈવેસીનું ધ્યાન રાખવામાં આવે અને કારણ વગરની તેમની ફોટો લેવામાં ન આવે. વળી દીકરીનો જન્મ થયાની જાણકારી શેર કરતા વિરાટ કોહલીએ પણ મીડિયાવાળા લોકોને પ્રાઈવેસી અપીલ કરી છે.

૨૦ દિવસ પહેલા ઓસ્ટ્રેલિયાથી ભારત પરત આવ્યા વિરાટ

અંદાજે ૨૦ દિવસ પહેલા વિરાટ હોસ્ટેલથી ભારત પરત આવ્યા હતા. તે પેટરનીટી લીવ લઈને ભારત આવ્યા છે. હકીકતમાં હાલના સમયે ઓસ્ટ્રેલિયામાં સિરીઝ ચાલી રહી છે, જેના કારણે તેમણે પેટરનીટી લીવ માટે અપ્લાય કરેલ હતી. જેનો બીસીસીઆઈએ સ્વીકાર કરી લીધેલ હતો.

Leave a Reply

Your email address will not be published.