સાવધાન! કોલેજનું કહીને તમારા સંતાનો હોટલમાં રંગરેલીયા મનાવવા તો નથી જતા રહેતા ને!

આગરાના જગદીશપુરા પોલીસ સ્ટેશને બિચપુરી વિસ્તારમાં આવેલા હોટલ એઆર પેલેસમાં દરોડા પાડ્યા હતાં. આ હોટલની રૂમોમાંથી નવ પ્રેમી કપલ ઝડપાયા હતાં. યુવક અને યુવતીઓ કોલેજમાં અભ્યાસ કરતાં હતાં. પોલીસના જણાવ્યા પ્રમાણે, યુવતીઓ કોચિંગ અને કોલેજ જવાના બહાને હોટલમાં આવી હતી. પોલીસે સંચાલકના પિતા અને કર્મચારીઓની ધરપકડ કરી હતી.

એસપી સિટી બોત્રે રોહન પ્રમોદે જણાવ્યું હતું કે, યુવક-યુવતીઓ પુખ્ત વયની છે. તેમના પરિવારે તમામને સોંપી દેવામાં આવ્યા છે જોકે હોટલ માલિક, સંચાલક સહિત છ લોકોની વિરૂદ્ધ ફરિયાદ નોંધીને કાર્યવાહી કરવામાં આવી છે. હોટલની નોંધણી હશે તો રદ્દ કરવાની કોશિશ કરવાની કાર્યવાહી કરવામાં આવશે.

સીઓ લોહામંડી રિતેશ કુમાર સિંહના જણા્યા પ્રમાણે, સૂચના મળી હતી કે, હોટલ એઆર પેલેસમાં યુવક અને યુવતીઓને કલાકના હિસાબથી રૂમ ભાડે આપવામાં આવે છે. દેહવ્યાપારનો પણ ધંધો ચલાવવામાં આવે છે. યુવક અને યુવતીઓને પોલીસ સ્ટેશન સુધી બસમાં મોકલવામાં આવી હતી.

સીઓ લોહામંડીએ જણાવ્યું હતું કે, હોટલના રજિસ્ટરમાં બે લોગોની જ એન્ટ્રી હતી. યુવક-યુવતીઓને પ્રતિ કલાક 500થી 700 રૂપિયાના હિસાબથી રૂમ ભાડે આપવામાં આવ્યો હતો. એક પણ યુવક કે યુવતીઓએ પોતાના આઈડી જમા કરાવ્યા નહતાં. યુવતીઓ આસપાસની કોલેજની વિદ્યાર્થીનીઓ છે. તેમના પરિવારજનોને બોલાવવામાં આવ્યા હતાં ત્યાર બાદ યુવતીઓને સુપરત કરવામાં આવી હતી.

પોલીસના દરોડા બાદ યુવતીઓ રડવા લાગી હતી. મહિલા પોલીસ અધિકારીએ તેમને સમજાવી કે પોલીસ સ્ટેશન લઈ જવામાં આવે છે અને જે પૂછવામાં આવે તે બધું સાચું કહેજો. હોટલમાં કોઈ કોલેજ જવું છું તેવું બહાનું બતાવીને આવી હતી તો કોઈ કોચિંગમાં ભણવા જવું છું તેવું બહાનું બતાવીને હોટલમાં પહોંચી હતી. તેમણે કહ્યું કે, માતા-પિતાને ખબર પડશે તો બહુ જ લડશે.

પોલીસના જણાવ્યા પ્રમાણે, જો હોટલનું લાયસન્સ હશે તો તેને રદ્દ કરવા માટે કાર્યવાહી કરવામાં આવશે. 28 જાન્યુઆરી પછી રજીસ્ટરમાં એક પણ એન્ટ્રી નહોતી. હોટલમાંથી દારૂની બોટલો પણ મળી આવી હતી.

પોલીસનું કહેવું હતું કે, બાળકો ક્યાં જાય છે તેની તમામ જાણકારી માતા-પિતાને હોવા જોઈએ. એ માટે પરિવારજનોને અહીં બોલાવીએ છીએ. યુવકોએ પણ પોલીસ અધિકારીઓને હાથ જોડ્યા હતાં. પહેલા તો પોતાનું નામ અને સરનામું ખોટું બતાવતાં હતાં જોકે કાર્યવાહીની વાત કરી તો સાચું સરનામું બતાવવા લાગ્યા હતાં. કહ્યું કે, તેઓ મિત્રની સાથે અહીં આવી ગયા હતાં તેમને નહોતી ખબર કે, પોલીસ દરોડા પાડશે.

Leave a Reply

Your email address will not be published.