સાપ્તાહિક રાશિફળ 1 માર્ચથી 7 માર્ચ 2021, જાણો કઈ રાશિને ભાગ્ય દેશે સાથ

મેષ – આ અઠવાડિયે કામમાં પ્રગતિ આવશે જે લાંબા સમયથી અટકી છે. અઠવાડિયાના મધ્યભાગ સુધી કોઈ ખાસ સોદાને અંતિમ ઓપ આપી શકો છો. કામકાજ કે ધંધામાં કેટલાક પરિવર્તનની યોજના બની શકે છે. ઉચ્ચ અધિકારીઓ તરફથી કોઈ વિશેષ સન્માન મેળવી શકો છો. અઠવાડિયાના અંતમાં કેટલીક પારિવારિક મુશ્કેલીઓ વધુ રહેશે. વેપારીઓ માટે સમય યોગ્ય છે. લાંબા સમયથી બજારમાં અટવાયેલા પૈસા પુન:પ્રાપ્ત થઈ શકે છે. સરકારી અને અર્ધ-સરકારી કર્મચારીઓ માટે સમય સારો છે. યુવાનોને પ્રગતિની તકો મળશે. જીવનસાથી સાથે વધુ સમય વિતાવવાની તક મળશે. વિવાહિત જીવન સુખી રહેશે.

વૃષભ – આ અઠવાડિયે જાતકોએ તેમની લાગણીઓને અંકુશમાં લેવાની ખૂબ જ જરૂર છે. ઉતાવળમાં લીધેલા નિર્ણયો ભવિષ્યમાં ભારે મુશ્કેલીઓ ઊભી કરી શકે છે જ્યારે સંપત્તિ અંગે કોઈ નિર્ણય લેતા હોય ત્યારે અન્યની લાગણીની પણ કાળજી લેવી અને વડીલોની સલાહ લેવાનું ભૂલતા નહીં. સપ્તાહના અંતે કોઈ ચોક્કસ કાર્ય પૂર્ણ થવાથી મનમાં શાંતિ અને ખુશી રહેશે. જીવનસાથીને મુશ્કેલ સમયમાં પૂર્ણ સહયોગ મળશે. વેપારીઓ માટે આ સમય ખૂબ પડકારજનક છે. શેરના વ્યવહાર કરતી વખતે અથવા નાણાંનું રોકાણ કરતી વખતે નિષ્ણાંતોની સલાહ લેવાનું ભૂલશો નહીં. રોજગારની તક શોધતાં યુવાનોને થોડી વધુ રાહ જોવી પડશે. પ્રેમ સંબંધોમાં વિચારીને પગલાં લો. રોગોથી સાવધાન રહો.

મિથુન -મિથુન રાશિ માટે આ અઠવાડિયામાં કેટલાક મોટા નિર્ણય લેવાની જરૂર પડી શકે છે. પરિવાર સાથે ઘર્ષણમાં ઉતરવાને બદલે તેમની લાગણી અને તેમની સારી સલાહને સમજવાનો પ્રયાસ કરો. અન્યથા લોકો તમને અને તમારા શબ્દોને સમજી શકશે નહીં, તેથી ધીરજથી યોગ્ય સમય માટે રાહ જુઓ. સપ્તાહના મધ્યમાં વાદવિવાદ કરવાનું ટાળો. આ સમય દરમિયાન વેપારીઓને વ્યવસાયમાં થોડી અડચણોનો સામનો કરવો પડી શકે છે. જો કે ડોકટરો, વકીલો વગેરે વ્યવસાયીઓને સલાહકારોની મદદથી આ સમયે પ્રમાણમાં સારો લાભ થશે. મહિલાઓએ લાગણીશીલતા ટાળવી જોઈએ. પ્રેમ સંબંધમાં આગળ વધતા પહેલાં સાવચેતીપૂર્વક વિચાર કરો, જેથી પછીથી તમારા નિર્ણય પર તમને પસ્તાવો ન થાય.

કર્ક – આ અઠવાડિયે કર્ક રાશિના જાતકો માટે વ્યવસાય માટેની નવી ઓફર બહારથી આવશે. આળસ અથવા અભિમાનના લીધે તેને અવગણવાની ભૂલ કરશો નહીં, નહીં તો તમારે પછીથી પસ્તાવો કરવો પડશે. અઠવાડિયાના મધ્યમાં કોઈ દેવસ્થાનની મુલાકાતની સંભાવનાઓ બનશે. કાનૂની વિવાદમાં સફળતા મળશે અને બદલી ઈચ્છતા લોકોના આયોજન સફળ થઈ શકે છે. જથ્થાબંધ વેપારીઓ કંઈક મૂંઝવણમાં રહેશે. હોટેલ, ખાણીપીણી, મનોરંજન અને પર્યટનના વ્યવસાયીઓ માટે સમય પડકારજનક છે. આ સમય શ્રમજીવી લોકો માટે મિશ્રિત ફળદાયી છે.

સિંહ -આ રાશિના જાતકો માટે આ સમય થોડો પડકારજનક છે. જો તમે આ અઠવાડિયામાં સતત પ્રયાસ કરો તો તમને આંશિક સફળતા મળી શકે છે. કાર્યમાં વિક્ષેપો અથવા વિલંબ થઈ શકે છે. કોઈપણ લાંબી બિમારીમાંથી બહાર આવી શકો છો. કોઈપણ સ્થિતિમાં હાર માનો નહીં. જે લોકો જમીન, સંપત્તિ અને લાઇસન્સ આપવાનું કામ કરે છે તેમને સપ્તાહના મધ્યમાં થોડી મુશ્કેલીઓ આવશે. નોકરી કરતાં લોકો ઉપર જવાબદારીઓનો ભાર વધશે. વિરોધીઓ તમારી છબિને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી શકે છે, તેથી સંયમ રાખો.

કન્યા- આ અઠવાડિયે કન્યા રાશિના જાતકો માટે નવી તકોના દ્વાર ખુલવા જઈ રહ્યા છે. સપ્તાહની શરૂઆતમાં તમારા વ્યવસાય માટે અનુકૂળ વાતાવરણ રહેશે. આ સમય દરમિયાન, બીજા વ્યક્તિ પર વિશ્વાસ કરવાને બદલે પોતાને અજમાવવાનું સારું રહેશે. જો કે કોઈ પણ સંજોગોમાં તમારી સ્વાસ્થ્ય સમસ્યાને અવગણશો નહીં. રિટેલરો માટે સારો સમય પસાર થઈ રહ્યો છે. નાણાં, વીમા અને જાહેરાત ક્ષેત્રમાં કામ કરતાં લોકો માટે સમય થોડો પડકારજનક રહેશે. મુશ્કેલ સમયમાં પાર્ટનરની સાથે ઊભા રહેવાથી રાહત મળશે. વિવાહિત જીવન મધુર રહેશે.

તુલા – તુલા રાશિના લોકોને આ અઠવાડિયામાં ઘરે અને બહાર બંને લોકોનો સહયોગ મળશે. જો તમે સંપૂર્ણ સમર્પણથી કાર્ય કરશો તો તમને ચોક્કસપણે સફળતા મળશે. લાંબા સમયથી અધુરા કાર્યો પૂર્ણ થશે. સપ્તાહના મધ્યમાં કોઈ વરિષ્ઠ વ્યક્તિની મુલાકાત આર્થિક લાભ માટેનું કારણ બનશે. કાર્યક્ષેત્રમાં સિનિયર અને જુનિયર તમારા કામની પ્રશંસા કરશે. અઠવાડિયાના ઉત્તરાર્ધમાં થોડી સમસ્યા હોવા છતાં, તમારી ઊર્જા વધશે. અઠવાડિયાના અંતમાં તમને પરિવાર સાથે સમય વિતાવવાની તક મળશે. યુવાનો તેમનો મોટાભાગનો સમય આનંદમાં પસાર કરશે. પ્રેમ તમારા સંબંધોને મજબૂત બનાવશે.

વૃશ્ચિક – વૃશ્ચિક રાશિના લોકોએ આ અઠવાડિયે તેમના ખોરાક અને નિયમિત દિનચર્યાની વિશેષ કાળજી લેવાની જરૂર છે. સ્વાસ્થ્ય સમસ્યાઓ પ્રત્યેની અવગણનાથી સમસ્યા ઊભી થઈ શકે છે. અઠવાડિયાના મધ્યમાં જમીન કે અન્ય સંપત્તિના મામલામાં પરિવાર અથવા આજુબાજુના લોકો મુશ્કેલી ઊભી કરવાનો પ્રયાસ કરી શકે છે. વેપારીઓના ધંધામાં વધઘટ થશે. લેખકો, શિક્ષકો, પત્રકારો અને બૌદ્ધિકો માટે સમય સારો છે. નોકરી કરતા લોકોએ વિવાદ ટાળી તેમના કામ પર ધ્યાન કેન્દ્રિત કરવું વધુ સારું રહેશે. પ્રેમ સંબંધમાં કે લગ્નજીવનમાં જીવનસાથીની લાગણીઓને સમજો અને બોલવામાં કોઈપણ પ્રકારની ઉતાવળ કરવાનું ટાળો.

ધન – ધન રાશિના લોકોએ આ અઠવાડિયે આળસ ટાળવાની જરૂર રહેશે. આજનું કાર્ય, આવતીકાલ પર મુલતવી રાખવાની ટેવ છોડો. આ અઠવાડિયામાં સંપૂર્ણ ઉત્સાહથી કામ કરો, નહીં તો તક હાથમાંથી જતી રહેશે. આ અઠવાડિયે વિદેશથી સંબંધિત ધંધા કરનારાઓને થોડી મુશ્કેલીઓ થશે. કોઈ પણ સંજોગોમાં તમારી નબળાઇને જાહેર ન કરો, નહીં તો અન્ય લોકો તેનો અયોગ્ય રીતે લાભ લઈ શકે છે. કામ કરતા લોકો માટે આ સમય મિશ્રિત ફળદાયી છે. પ્રેમ સંબંધમાં વિવાદ ટાળો.

મકર – મકર રાશિના લોકો માટે આ અઠવાડિયે રાહત મળશે. મનને શાંત રાખી અને તમે લાંબા સમયથી ચાલતા મોટા વિવાદોના સમાધાન શોધી શકો છો. સ્ત્રી મિત્રની સહાયથી અટકેલું કાર્ય પૂર્ણ થશે. કોઈની સાથે ભાગીદારીમાં કામ શરૂ કરવા અંગે ખૂબ વિચારશીલ બનો. અઠવાડિયાના મધ્યમાં સ્વાસ્થ્ય વિશે જાગૃત રહેવું. ખાવાપીવામાં ખાસ ધ્યાન રાખવું. આ સમય દરમિયાન વેપારીઓને મહત્વનો નિર્ણય લેવામાં થોડી મૂંઝવણ થઈ શકે છે. મુશ્કેલ સમયમાં તમને તમારા પ્રેમ જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે.

કુંભ – આ અઠવાડિયે કુંભ રાશિના લોકો તેમની જવાબદારીઓ નિભાવવા માટે તેમનો મોટાભાગનો સમય પસાર કરશે. તમારે કુટુંબ અથવા જમીન, સંપત્તિ સંબંધિત સમસ્યાઓ હલ કરવા માટે લાંબી અથવા ટૂંકા અંતરની મુસાફરી પણ કરવી પડી શકે છે. ફળો, શાકભાજી, અનાજ અને અન્ય માલના વેપારીઓ માટે સમય સારો છે. ઓફિસમાં કાર્યરત લોકોને આ સમયમાં પ્રગતિની તકો મળી શકે છે. અઠવાડિયાના મધ્યમાં બાળક સંબંધિત મોટો નિર્ણય લઈ શકો છો. આ સમય દરમિયાન વિવિધ પ્રકારનાં કામ એક સાથે કરવાના કારણે મન અશાંત થઈ શકે છે. પ્રેમ સંબંધો મજબુત બનશે અને વિવાહિત જીવનમાં મધુરતા રહેશે.

મીન – મીન રાશિના લોકોએ આ અઠવાડિયામાં તેમના કાર્યોના પરિણામ મેળવવા માટે થોડી રાહ જોવી પડી શકે છે. કોઈ પણ સંજોગોમાં હિંમત અને ધૈર્ય રાખજો. સફળતા ચોક્કસપણે પ્રાપ્ત થશે. કારકિર્દી તે વ્યવસાય સાથે સંબંધિત કોઈ મોટો નિર્ણય કાળજીપૂર્વક લેવો. પૈસાના રોકાણ અથવા ધંધામાં કોઈ મોટા જોખમો લેતા પહેલા કોઈની સલાહ લેવાની ખાતરી કરો. સપ્તાહના મધ્યમાં કોઈ પણ ધાર્મિક પ્રવાસનો યોગ સર્જાય છે. અઠવાડિયાના અંતમાં મહિલાઓ પારિવારિક મુશ્કેલીઓ રહેશે. પ્રેમ સંબંધોમાં ઉદ્ભવતી ગેરસમજમાં ત્રીજી વ્યક્તિની મધ્યસ્થી કરવાને બદલે પોતે જ વાતચીત કરો.

Leave a Reply

Your email address will not be published.