સુરતમાં AAPએ 5 વોર્ડમાં આખી પેનલો જીતી, જુઓ કઈ 27 બેઠક કબજે કરી

ગુજરાતમાં પ્રથમ વખત સુરત મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટીએ વિપક્ષ તરીકે એન્ટ્રી લીધી છે. એટલે સુરતના લોકોએ આમ આદમી પાર્ટીને વિપક્ષ તરીકે સ્વીકારી છે. સુરતમાં 27 બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવારની જીત થઇ છે. સુરતમાં 27 બેઠકો જીતતા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓમાં ખૂશીનો માહોલ જોવા મળી રહ્યો છે. દિલ્હીના મુખ્યમંત્રીએ પણ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયને ફોન કરીને અભિનંદન આપ્યા હતા.

સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 2 અમરોલી, મોટા વરાછા, કઠોરમાં મોનાલી હિરપરા, રહેશ મોરડિયા, અલ્પેશ પટેલ અને ભાવના સોલંકીનો વિજય થયો છે.

વોર્ડ નંબર 3 વરાછા, સરથાણા, સીમાડા, લસકાણામાં કનુ ગેડિયા, રુતા દુઘાગરા, સુનીલ સુહાગીયા અને મહેશ અણઘણનો સમાવેશ થાય છે.

વોર્ડ નંબર 4 કાપોદ્રામાં કુંદન કોઠીયા, સેજલ માલવિયા, ઘનશ્યામ મકવાણા અને ધર્મેન્દ્ર વાવલિયાનો વિજય થયો છે.

વોર્ડ નંબર 5 ફૂલપાડા-અશ્વિનીકુમારમાં કુંદન કોઠીયા, નિરાલી પટેલ, અશોક ધામી અને કિરણકુમાર ખોખાણીનો સમાવેશ થાય છે.

વોર્ડ નંબર 7 કતારગામ-વેડમાં દીપ્તિ સાકરિયા અને કિશોર રૂપારેલીયાનો વિજય થયો છે.

વોર્ડ નંબર 8 ડભોલી-સિંગણપોરમાં આમ આદમી પાર્ટીનો એક ઉમેદવાર જીત્યો છે.

વોર્ડ નંબર 16 પુણા (પશ્વિમ)માં પાયલ સાકરીયા, શોભના કેવડીયા, જીતેન્દ્ર કાછડિયા અને વિપુલ મોવલીયાનો વિજય થયો છે.

વોર્ડ નંબર 17પુણા (પૂર્વ)માં રચના હિરપરા, સ્વાતી ઢોલરીયા, વિપુલ સુહાગીયા અને ધર્મેશ ભંડેરીનો વિજય થયો છે.

સુરતમાં કોંગ્રેસના સુપડા સાફ થઇ ગયા છે. સુરતમાં એક પણ બેઠક કોંગ્રેસ ન જીતી શકતા સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ બાબુ રાયકાએ પોતાનું રાજીનામું પક્ષની સામે ધરી દીધું છે. સુરતમાં ચૂંટણી પહેલા ટિકિટ વહેંચણી સમયે પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા કોંગ્રેસની પાસેથી ત્રણ ટિકિટની માગણી કરવામાં આવી હતી પણ કોંગ્રેસે માત્ર ધાર્મિક માલવિયાને જ ટિકિટ આપી હતી. તેથી પાટીદાર અનામત સમિતિ નારાજ થઇ હતી અને કોંગ્રેસના પાટીદાર ઉમેદવારોને ફોર્મ ખેંચવા માટે જણાવ્યું હતું. તેના કારણે કોંગ્રેસના વોર્ડ નંબર 3ના બે ઉમેદવારોએ પોતાના ફોર્મ ખેંચ્યા હતા. ત્યારબાદ પાટીદારોએ કોંગ્રેસના બદલે આમ આદમી પાર્ટીને સમર્થન આપતા સુરતના પાટીદાર વિસ્તાર ગણાતા વરાછામાં આમ આદમી પાર્ટીના ઉમેદવારોનો ભવ્ય વિજય થયો છે. આમ આદમી પાર્ટીએ 27 બેઠકો હાંસલ કરીને સુરત મહાનગરપાલિકામાં વિપક્ષનું સ્થાન મેળવ્યું છે.

Leave a Reply

Your email address will not be published.