ઘરના ખાલી ધાબા દ્વારા આ રીતે કરી શકો છો લાખોનો બિઝનેસ, જાણો અહી ક્લિક કરી.

કોરોના મહામારી પછી દેશમાં ઘણી વસ્તુઓ બદલાઈ ગઈ છે. ફેક્ટરીઓ બંધ થયા સહિતની અન્ય રોજગારીની તકો છિનવાઇ ગઈ છે. આવી સ્થિતિમાં જો તમે રોજગારને લઇને ચિંતિંત છો, તો ગભરાવાની જરૂર નથી. તમે કોઇ પણ જગ્યાએ ગયા વિના ફક્ત તમારા ઘરની ખાલી અથવા બેકાર પડેલી છતનો ઉપયોગ કરીને લાખો રૂપિયાની કમાણી કરી શકો છો.

હાલ માર્કેટમાં આવા ઘણા વિકલ્પો ઉપલબ્ધ છે, જેના દ્વારા તમે સરળતાથી ઘરેથી કમાણી કરી શકો છો. આ માટે તમારે વધારે રોકાણ કરવાની પણ જરૂર નથી. કેટલાક ધંધા શરૂ કરવા સરકાર દ્વારા આર્થિક મદદ પણ આપવામાં આવે છે. તો ચાલો જાણીએ ક્યા છે એ બિઝનેસ જે તમારા જીવનને બદલી શકે છે?

મોબાઈલ ટાવરથી જોરદાર ભાડુ મળશે

જો તમે બિઝનેસમાં નવા છો અને તમને વેપાર કરવાનો કોઈ અનુભવ નથી, તો તમે તમારા ઘરના ધાબા પર મોબાઇલ ટાવર લગાવવા માટે ભાડે આપી શકો છો. તેનાથી તમારા પર કોઈ જોખમ રહેશે નહીં. જ્યારે કમાણી પણ સારી થશે. ખાલી ધાબા પર મોબાઇલ ટાવર લગાવવા માટે તમારે ટેલિકોમ કંપની અથવા તેમના એજન્ટનો સંપર્ક કરવો પડશે. તેના બદલામાં તેઓ નક્કી કરેલી રકમ આપશે. તે 30 હજાર રૂપિયાથી લઈને લાખો સુધીની હોઇ શકે છે. જો કે ટાવર લગાવતાં પહેલાં, તમારે આજુબાજુના લોકો પાસેથી કોઈ વાંધો ન હોય તેવું પ્રમાણપત્ર લેવું પડશે અને સ્થાનિક મ્યુનિસિપલ કોર્પોરેશન અથવા ઓથોરિટીની મંજૂરી લેવી પડશે.

સોલર પ્લાન્ટમાંથી કરો કમાણી

વિજળીની વધતી જતી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને, સરકાર સોલર પ્લાન્ટ લગાવવા પ્રોત્સાહન આપી રહી છે. આવી સ્થિતિમાં તમે સૌર પ્લાન્ટ લગાવવા માટે ઘરનું ખાલી ધાબું ભાડે આપી શકો છો. બદલામાં કંપની તમને સારી એવી રકમ આપશે. જો તમે ઇચ્છો તો તમે પોતે સોલર પ્લા્ટ ઇન્સ્ટોલ કરાવી તેનાથી ઉત્પન્ન થતી વિજળી પાવર હાઉસ અથવા પ્રાઇવેટ ઇલેક્ટ્રીક કંપનીને વેચી શકો છો. વિજળી વેચવા પર તમને યુનિટ દીઠ રકમ મળશે.

ઓર્ગેનિક ફાર્મિંગ એક સારો વિકલ્પ

જો તમે ગાર્ડનિંગના શોખીન છો, તો તમારા ઢાબા પર ઓર્ગોનિક ફાર્મિંગ માટે ઉપયોગ કરી શકો છો. શહેરી વિસ્તારોમાં જગ્યાના અભાવને જોતા આજકાલ ટેરેસ ફાર્મિંગનું ચલણ ઘણી વધી ગયું છે. લોકો ઓર્ગેનિક શાકભાજી અને ફળો ખાવાનું પસંદ કરે છે, એવામાં તમે તેનો બિઝનેસ કરી શકો છો. તેમાં ખર્ચ ઓછો થાય છે. ઉપરાંત કિંમત પણ સારી મળે છે. ડ્રિપ સિસ્ટમથી સિંચાઈ કરવા પર ઢાબાને નુકસાન થવાનો ભય પણ રહેતો નથી. આ કિસ્સામાં તમે આ વિકલ્પ અજમાવી શકો છો.

પાપડ-અથાણાંનો બિઝનેસ

મહિલાઓ માટે નાના ઉદ્યોગોની શરૂઆત માટે અનેક યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. તેમાં તેઓને પાપડ અને અથાણું બનાવવાની ટ્રેનિંગ આપવામાં આવે છે. જો તમે ઇચ્છો તો આ ટ્રેનિંગ લઇ આ બિઝનેસ ઘરના ખાલી ધાબા પર કરી શકો છો. તેમાં સરકાર તરફથી લોન પણ આપવામાં આવે છે. તેના માટે તમે આંગણવાડી કેન્દ્રનો સંપર્ક કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *