તારક મહેતા સિરિયલની આ અભિનેત્રીનો જન્મ ભાવનગર શહેરમાં થયો હતો! કેવી રીતે લોકપ્રિયતા મેળવી જાણો.

આજે આપણે ગુજરાતી રંગભૂમિ અને ધારાવહિક તેમજ ચલચિત્રની લોકપ્રિય અભિનેત્રી નેહા મહેતા વિશે જાણીશું! તમને નવાઈ લાગશે કે,આ અભિનેત્રીનો જન્મ ગુજરાતનાં ભાવનગર શહેરમાં થયેલો. ચાલો આજે આપણે તેમના જીવનની સફર વિશે જાણીશું કે કઈ રીતે એક સામન્ય યુવતીમાંથી તેઓ લોકપ્રિય અભિનેત્રી બન્યા!

નેહા મહેતા એટલે કે, આપણા સૌની અંજલિ મહેતા જેનો જન્મ ભાવનગર, ગુજરાત ખાતે થયો હતો. તેણીનું વતન પાટણ, ગુજરાત ખાતે છે. તેણી જન્મ પછી વડોદરા અને અમદાવાદ ખાતે આવી હતી. તેણીનું કુટુંબ ગુજરાતી સાહિત્યક્ષેત્રમાં ઊંડા મૂળ ધરાવે છે અને તેણી પોતે પણ એક ગુજરાતી વક્તા છે. તેણીના પિતા એક લોકપ્રિય લેખક અને તેમની પ્રેરણા થકી તેણી એક અભિનેત્રી બની છે. તેણી ભારતીય શાસ્ત્રીય નૃત્ય માટેની માસ્ટર્સ ઇન પર્ફોર્મિંગ આર્ટ્સ (MPA) ડિગ્રી ધરાવે છે અને ગાયક અને નાટક માટેનો ડિપ્લોમા ધરાવે છે.

અભ્યાસ પૂર્ણ કર્યા બાદ નેહા મેહતા ભગવતી પ્રોડક્શન દિલ્હીના સ્ટાર મલ્ટી હંટ શોના ઓડિશન કાર્યક્રમમાં આખા ગુજરાતમાંથી પસંદગી પામી હતી અને તેણી મુંબઈ ખાતે આવી હતી. મુંબઈ પહોંચી તેણીને થિયેટરોની ઓફર મળવા લાગી. તેણીએ ‘તુ હી મેરા મૌસમ’, ‘હૃદય-ત્રિપુટી’, ‘પ્રતિબિંબ કા પરછાઈ’, ‘મસ્તી મજે કી લાઈફ’ જેવાં અનેક નાટકોમાં કામ કર્યું. ત્યાર પછી તેણીએ હિંદી અને ગુજરાતી ટીવી માટે કામ શરુ કર્યું. તેણીએ ‘પ્રેમ એક પૂજા’, ‘જન્મો-જનમ’, ‘બેટર હાફ’ જેવાં ગુજરાતી ચલચિત્રોમાં પણ કામ કર્યું.

નેહા મહેતાએ ગુજરાતી રંગભૂમિ માટે ઘણા વર્ષો કર્યું છે. તેણીએ ભારતીય ટેલિવિઝન કારકિર્દી વર્ષ ૨૦૦૧માં ઝી ટીવી ચેનલની ધારાવાહિક શ્રેણી ડોલર બહુ થી શરૂ કરી હતી. ૨૦૦૨ થી ૨૦૦૮ના સમયમાં તેણીએ સ્ટાર પ્લસ ટીવીની ધારાવાહિક શ્રેણી ભાભી માટે મુખ્ય ભુમિકા નિભાવી હતી, જે ભારતની ચોથા ક્રમની સૌથી લાંબી ચાલેલી ટીવી ધારાવાહિક શ્રેણી છે. આ ઉપરાંત તેણીએ તેલુગુ ફિલ્મ ધમ માટે પણ કામ કર્યું છે, જેમાં તેણીની મુખ્ય ભૂમિકા છે.જુલાઈ ૨૮, ૨૦૦૮ થી, તેણી સબ ટીવીની ટેલિવિઝન શ્રેણી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં અંજલિ તારક મહેતા તરીકે ભૂમિકામાં લોકપ્રિયતા મેળવી પરતું આજે તેઓ આ સિરિયલને અલવિદા કહી દીધી.

Leave a Reply

Your email address will not be published.