કર્ફયુને લઈને મોટા સમાચાર, આ તારીખ સુધી લંબાવ્યું રાત્રિ કર્ફ્યુ

રાત્રિ કર્ફ્યુને લઈને આવ્યા મોટા સમાચાર. રાજ્યમાં વધતા જતા કોરોના સંક્રમણને ધ્યાને લઈને રાજ્ય સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારે રાત્રિ કર્ફ્યુનો સમય વધારી દીધો છે. આવતીકાલે તારીખ 17 માર્ચ 2021થી ચાર મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુ (night curfew in metro city) નો સમય વધારીને 10 થી 6 કરાયો છે.

જેથી આવતીકાલથી અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં રાત્રે 10 થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કરફ્યુનો અમલ કરવાનો નિર્ણય કર્યો છે. રાત્રિ કર્ફ્યુની આ વ્યવસ્થા 31 માર્ચ 2021 સુધી અમલમાં રહેશે. ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે આ ચારેય મહાનગરોમાં મંગળવાર 16 માર્ચ સુધી રાત્રિ કર્ફ્યુના સમયની અગાઉની વ્યવસ્થા એટલે કે રાત્રે 12 થી સવારે 6 વાગ્યા સુધીની વ્યવસ્થા યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે.

અગાઉ 2 કલાકની છૂટ હતી

અગાઉ 2 કલાકની આપવામાં આવેલી છુટ પાછી ખેંચીને નવો નિર્ણય લેવામાં આવ્યો છે. આવતીકાલે તારીખ 17 માર્ચ 2021થી ચાર મહાનગરોમાં કરફ્યૂ (curfew) નો સમય વધારીને 10 થી 6 કરાયો છે. માટે આવતીકાલથી અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં રાત્રે 10 થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કરફ્યુનો અમલ કરવાનો રહેશે છે. આજે કોર કમિટીની બેઠકમાં કોરોનાની સ્થિતિના આધારે રાત્રિ કર્ફ્યુનો નિર્ણય લેવાયો છે.

ગુજરાતમાં કોરોના…

રાજ્યમાં ગઈકાલે લગભગ કેટલાય દિવસો પછી પોઝિટિવ કેસની સંખ્યા 800થી વધીને 15મી માર્ચે કુલ 890 નવા કેસ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે તેની સામે કુલ 590 વ્યક્તિ સાજા થયા છે. ચૂંટણીઓ સમાપ્ત થતાની સાથે જ રાજ્યમાં કોરોનાનો બીજો વેવ શરૂ થયો છે.

Leave a Reply

Your email address will not be published.