હાઈવે પર ટોલપ્લાઝામાં ટ્રાફીક જામમાં ફસાયા તો નહીં ચુકવવો પડે ટેકસ પણ એક શરતે!

સમય અને ઈંધણ બચાવવા ટોલ ચુકવવા વાહનોમાં ફાસ્ટ ટેગની વ્યવસ્થા થઈ પણ આ સુવિધા દુવિધા બની રહી છે જેના કારણે ટોલ પ્લાઝા પર વાહનોનો ખડકલો થાય છે જેના માટે એક રસ્તો કાઢવામાં આવ્યો છે. જે મુજબ દેશનાં ટોલ પ્લાઝા પર એક લાઈન બનાવવામાં આવશે. જો ગાડીઓની લાઈન એ લાઈનને સ્પર્શી ગઈ તો ટોલગેટ ખોલીને બધીજ ગાડીઓને ટોલ વસુલ્યા વિના જવા દેવી પડશે.જો આ નવી યોજના લાગુ થઈ તો જામ લાગવા પર આપે નેશનલ હાઈવે પર ટોલ નહી ચુકવવો પડે. ટોલ પ્લાઝાની દરેક લેન પર એક અલગ રંગની લાઈન બનાવવામાં આવશે. જો ટ્રાફીક જામ થયો અને ગાડીઓની લાઈન આ લાઈનને સ્પર્શી ગઈ તો ટોલ ઓપરેટરો એ લાઈનનો ગેટ ખોલવો પડશે.પછી આ લેનમાંથી દરેક ગાડીઓ ટોલ ચુકવ્યા વિના જઈ શકશે. સુત્રો મુજબ આ યોજના તૈયાર કરાઈ રહી છે.
આ વ્યવસ્થાની તૈયારી એટલા માટે કરવામાં આવી રહી છે કારણ કે ટ્રાન્સપોર્ટ મીનીસ્ટ્રીને સતત એવા રિપોર્ટ મળતા હતા કે ટોલ ચાર્જ ભરવા માટે ફાસ્ટેગનો ઉપયોગ વધવા છતા ટ્રાફીક જામ થઈ રહ્યો હતો.

Leave a Reply

Your email address will not be published.