અમદાવાદમાં પતિએ પત્નીને કહ્યું ‘મોટાભાઈ સાથે રાત્રે બેડરૂમ શેર કર, હું ભાભી સાથે શેર કરીશ’
પશ્ચિમની સંસ્કૃતિમાં ભારતીય લોકો ઢળી રહ્યા છે. પરંતુ આ પશ્ચિમના કેટલાક ગંદા કલ્ચરથી આજે પણ ભારતીય લોકો દૂર છે પરંતુ મોડર્ન ટાઈમમાં ભારતીય સમાજના અમુક હાઈ પ્રોફાઈલ ક્લાસના લોકો પત્નીઓની અદલા-બદલીના કલ્ચરને સ્વીકારે છે. આ ગંદા કલ્ચરની એક રમતને વાઈફ સ્વેપિંગ કહેવામાં આવે છે. જેને ભારતીય સમાજ ભલે ન સ્વીકારતું હોય પરંતુ કેટલાક પોશ વિસ્તારના અમીરો તેને સ્વીકારે છે. એક જાણકારી અનુસાર ભારતમાં હવે વાઈફ સ્વેપિંગ પાર્ટીઝ થવા લાગી છે, જે મોટી હોટલોમાં ખુબ જ ગુપ્ત રીતે તેનું આયોજન કરવામાં આવે છે.
અમદાવાદમાં પણ અવારનવાર આવી ગંદી ઘટનાઓ સામે આવી ચૂકી છે. અમદાવાદના સોલા વિસ્તારમાં કથિત વાઇફ સ્વેપિંગનો મામલો બહાર આવ્યો છે. અમદાવાદના સોલા વિસ્તારમાં એક પરિવારના યુવકે પોતાની પત્નીને પોતાના જ મોટા ભાઇ સાથે બેડરૂમ શેર કરવા દબાણ કરતા હોવાની ફરિયાદ શહેરના સોલા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. પત્નીએ આ વાતનો વિરોધ કરવા છતા પતિ તેને દબાણ કરતો હતો. સાથે જ દહેજ માટે તે પરિણીતાને દબાણ કરતો હતો.
સોલા પોલીસ સ્ટેશનમાં મહિલાએ ફરિયાદ કરી છે કે, તેનો પતિ તેની પાસે દહેજ માંગતો હતો અને પોતાના મોટા ભાઇની પત્ની અને તેને વાઇફ સ્વેપિંગ માટે દબાણ કરતો હતો. જોકે મહિલા તેનો વિરોધ કરતી તો તેની સાથે ઝ-ઘડો કરીને તેને ચારિત્ર્યહીન કહી ખરાબ ચાલ ચલગતવળી કહેતો હતો. ફરિયાદી મહિલાએ આ બાબતે સોલા પોલીસ મથકે પતિ, જેઠ અને નણંદ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.