દીકરીનાં લગ્ન સમયે 27 લાખ રૂપિયા મેળવવાં હોય તો કરવું પડશે ફક્ત આટલું કામ- જાણો જલ્દી…

મોટાભાગનાં માતા-પિતા ઘરમાં લક્ષ્મી સમાન દીકરીનો જન્મ થાય એટલે ધામધૂમપૂર્વક એનાં લગ્ન કરવાં માટે પાઇ પાઇ જોડવાનું શરૂ કરી દેતાં હોય છે. આવા સમયમાં જો આપની પાસે LICની આ સ્કીમ સેવિંગ કરવામાં મદદ કરશે. LIC એટલે કે,ભારતીય જીવન વિમા નિગમ કન્યાદાન માટે મોટા ફંડનો પ્લાન કરી રહ્યું છે.

LIC દીકરીઓ માટે ખાસ પ્લાન લઇને આવી રહ્યું છે કે, જેમાં તમારી દીકરીના કન્યાદાન માટે તમને 27 લાખ રૂપિયા મળશે. કન્યાદાન પોલીસીમાં તમારે દરરોજ 121 રૂપિયા જમા કરાવવા પડશે. આ પોલીસી આપને ખુબ ઉપયોગી થશે. આવો જાણીએ વિગતે…

આ સ્થિતિમાં દીકરીને દર વર્ષે મળશે 1 લાખ રૂપિયા :

આ પોલીસીમાં તમારે દરરોજ 121 રૂપિયા એટલે કે દર મહિને ફક્ત 3,600 રૂપિયા આપવાના રહેશે. તમે પ્રિમીયમની રકમ ઓછી પણ કરી શકો છો. આની સિવાય પોલિસી લીધા પછી તમારુ અવસાન થઇ જાય તો તમારે પ્રિમીયમ ભરવુ પડશે નહી. આની સાથે જ દીકરીને દર વર્ષે 1 લાખ રૂપિયા પણ મળશે. આની સિવાય 25 વર્ષ પૂર્ણ થવા પર નોમિનીને કુલ 27 લાખ રૂપિયા અલગથી મળશે.

ડેથ બેનેફિટ સામેલ :

આ પોલીસીમાં ડેથ બેનેફીટનો પણ સમાવેશ થઈ જાય છે. સરળ ભાષામાં કહીએ તો જો પોલિસી લીધા પછી પોલીસી હોલ્ડરનું કોઇપણ કારણસર મૃત્યુ થઇ જાય તો પરિવારને બાકી રહેલ પ્રિમીયમની રકમ ભરવી પડશે નહી. આ પોલિસી લીધા પછી 22 વર્ષ સુધી જ પ્રિમીયમ આપવુ પડશે.

પોલિસી પર કરીએ એક નજર :

25 વર્ષ માટે આ પોલીસી લેવામાં આવે છે.

22 વર્ષ સુધી પ્રિમીયમ ભરવુ પડશે.

દરરોજ 121 રૂપિયા તેમજ દર મહિને 3,600 રૂપિયા જમા કરાવવા પડશે.

દીકરીને પોલિસીના વધાલે વર્ષ દરમિયાન 1 લાખ રૂપિયા મળશે.

પોલિસી પૂર્ણ થવા પર નોમિનીને કુલ 27 લાખ રૂપિયા મળશે.

કોઇપણ ઉંમરમાં આ પોલિસી લઇ શકશો.

આ પોલિસી માટે 30 વર્ષ સુધીની ઉંમર હોવી જોઇએ તેમજ દીકરીની ઉંમર 1 વર્ષની હોવી જોઇએ. આ પ્લાન 25 વર્ષ માટે મળશે પણ પ્રિમીયમ તમારે 22 વર્ષ સુધી જ આપવુ પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *