તોરણ વિધિમાં ઘોડી અચાનક ભડકી, દુલ્હાને લઈને ભાગી, પરિવારજનો કાર- બાઈક લઈને કર્યો 4 km સુધી પીછો

મોજ મસ્તી અને ખુશીઓ મનાવવાની રીત ક્યારે ક્યારે મુસીબતનું કારણ બની જાય છે. આવી જ એક ઘટના રાજસ્થાનના અજમેર જિલ્લામાં સામે આવી હતી. અહીં લગ્નમાં તોરણની રસમ દરમિયાન કોઈએ ફટાકડા ફોડ્યા હતા. જેમાં દુલ્હાની ઘોડી ભડકી ગઈ હતી. ત્યારબાદ ઘોડીએ કંઈ જોયું નહીં અને દુલ્હાને લઈને સરપટ દોડી ગઈ હતી. આશરે ચાર કિલોમિટર સુધી ઘોડી દોડતી જ રહી હતી.દુલ્હા સાથે ઘોડી ફરાર થતાં રંગમાં ભંગ થયો હતો. ત્યાં અફરાતરફરી મચી ગઈ છે. દુર્ઘટના બાદ દુલ્હા હેબતાઈ ગયો હતો. હવે આનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે.

જાણકારી અનુસાર આ વાયરલ વીડિયો અજમેર જિલ્લાના નસીરાબાદ વિસ્તારના રામપુરા ગામનો છે. અહીં ચાર દિવસ પહેલા એક લગ્ન સમારોહ દરમિયાન તોરણની રસમ ચાલી રહી હતી. દુલ્હા ઘોડી ઉપર બેસીને રસમ અદા કરી રહ્યો હતો. આ દરમિયાન અચાનક ત્યાં આતિશબાજી થવાથી ઘોડી ભડકી હતી.

ત્યારબાદ ઘોડી થોડી આગળ પાછળ થઈ હતી. બાદમાં તે દુલ્હાને લઈને ત્યાંથી સરપટ દોડી ગઈ હતી. ફટાકડાના અવાજથી ચમકનીને ઘોડી ચાર કિલો મિટર સુધી ભાગી હતી. તેના પાછળ પાછળ દુલ્હાના પરિજન અને ઘોડીના માલિક દોડતા રહ્યા હતા.

દુલ્હાની તબીયત થઈ ખરાબબાલાત બેકાબૂ થતાં જોઈને જાનૈયાઓ કાર અને બાઈક લઈને ઘોડી પાછળ પીછો કરવાનું શરુ કર્યું હતું. આશરે 4 કિલોમિટર દૂર જઈને ઘોડીને પકડી હતી. જાનૈયાઓએ દુલ્હાને જેમતેમ કરીને બચાવ્યો હતો. જોકે, બાદમાં દુલ્હાની તબીયત ખરાબ થઈ હતી.

વિવાહ સમારોહમાં અફરાતરફીનો માહોલ થયો હતો. દુલ્હા સહીસલામત હોવાના કારણે પરિજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. પરંતુ આ દરમિયાન કેટલાક લોકો તેનો વીડિયો બનાવ્યો હતો. બાદમાં આ વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો. ભલે આ ઘટનાના કારણે દુલ્હાનો જીવ જોખમમાં મુકાયો હતો પરંતુ વીડિયો જોઈને યુઝર્સ મજા લઈ રહ્યા છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *