શા માટે 12 વર્ષે એક જ વાર કેમ ભરાય છે કુંભમેળો ? જાણો તેનું વિશેષ મહત્વ

ભારત દેશ એક ધાર્મિક દેશ માનવામાં આવે છે અને તેમાં ભારતમાં થતાં કુંભમેળામાં દેશ-વિદેશના લોકો ભાગ લેઈ છે. તો આજે આપણે જાણીએ શું છે કુંભમેળાનું મહત્વ અને તે શા માટે યોજવામાં આવે છે. હિંદુઓમાં કુંભ મેળાનું ઘણું મહત્વ છે. એટલે આ મેળાની તૈયારીઓ મહિનાઓ પહેલા શરૂ થઈ જાય છે. ફક્ત સામાન્ય જનતા જ નહીં પરંતુ સરકાર પણ કુંભ અંગેની નાનામાં નાની તૈયારીઓનું ધ્યાન રાખે છે.

હિંદુ ધર્મનો સૌથી મોટો મેળો હોવાને કારણે આ મેળામાં લાખોની સંખ્યામાં લોકો આવે છે. અર્ધકુંભ દર 6 વર્ષે એક વાર યોજાય છે. કુંભ મેળો 12 વર્ષે એક વાર ભરાય છે. આ મેળાને પૂર્ણ કુંભ કહેવાય છે. પણ દર છ વર્ષના અંતરાલમાં એક બીજો પણ કુંભ મેળો ભરાય છે, જેને અર્ધ કુંભ કહેવાય છે. કુંભ એક સંસ્કૃત શબ્દ છે, જેનો ગુજરાતીમાં અર્થ કળશ થાય છે.

શા માટે યોજવામાં આવે છે અર્ધ કુંભમેળો?

હિંદુ ધર્મના સૌથી પવિત્ર અને સૌથી મોટા મેળા કુંભમાં વિશ્વભરમાંથી શ્રદ્ધાળુઓ સ્નાન કરવા આવે છે. કહેવાય છે કે કુંભના પવિત્ર મેળામાં સ્નાન કરવાથી તમામ પાપ ધોવાઈ જાય છે. કુંભ મેળાનું આયોજન દેશમાં માત્ર 4 સ્થળે જ થાય છે. અલ્હાબાદ, હરિદ્વાર, ઉજ્જૈન અને નાસિકમાં જ કુંભ મેળો ભરાય છે. આ તમામ જગ્યાઓ પર 12 વર્ષે એક વાર કુંભ મેળો ભરાય છે.

પરંતુ પ્રયાગરાજમાં દર છ મહિને એક વાર અર્ધ કુંભ મેળો યોજાય છે. અર્ધકુંભના સમયે અલ્હાબાદની રોનક જ અલગ હોય છે. સાધુ સંતો, પૂજારીઓ, અઘોરીઓની હાજરી ભવ્ય પંડાલોની શોભા વધારી દે છે. અને આ મેળો ખાસ બની જાય છે. રાતની ઝાકમજોળ જોઈને કોઈ પણ વ્યક્તિ અહીં જ વસી જવા ઈચ્છે. એટલું જ નહીં ભક્તો ઉપરાંત મોટા મોટા વૈજ્ઞાનિકો પણ પોતાની શોધ માટે કુંભમાં આવે છે.

કુંભનું પૌરાણિક મહત્વ

આમ તો કુંભ અંગે જાતભાતની પૌરાણિક કથાઓ છે. એક વાત છે, દેવ અને દાનવોની. કહેવાય છે કે મહર્ષિ દુર્વાસાના શ્રાપ આપ્યા બાદ ઈન્દ્ર સહિત અન્ય દેવતાઓ નબળા થઈ ગયા હતા. ત્યારબાદ દાનવોએ દેવતાઓ પર હુમલો કરી તેમને પરાજિત કર્યા. છેલ્લે તમામ દેવતાઓ મળીને ભગવાન વિષ્ણુ પાસે પોતાની સમસ્યાના નિવારણ માટે ગયા. વિષ્ણુ ભગવાને તેમને દાનવો સાથે મળીને ક્ષીરસાગરમાંથી અમૃત કાઢવાનું કહ્યું. દેવતાઓએ ભગવાન વિષ્ણુની વાત માની અને ઈન્દ્ર પુત્ર ‘જયંત’ને અમૃત કળશ લઈને આકાશમાં ઉડી જવા ઈશારો કર્યો.

બાદમાં રાક્ષસોએ જયંતનો પીછો કર્યો અને લાંબા સમય બાદ જયંતને અધવચ્ચે જ પકડી પાડ્યો. અમૃત કળશ માટે દેવ અને દાનવો વચ્ચે સતત યુદ્ધ થયું. 12 દિવસ સુધી ચાલેલા આ યુદ્ધ દરમિયાન પૃથ્વી પર ચાર સ્થળોએ અમૃત ઢોળાયું. આ 4 સ્થળ એટલે હરિદ્વાર, પ્રયાગરાજ, ઉજ્જૈન અને નાસિક.

કહેવાય છે કે દેવતાઓના આ 12 દિવસ માનવી માટે 12 વર્ષ બરાબર હતા. એટલે પૃથ્વી પર દર 12 વર્ષે કુંભમેળાનું આયોજન થાય છે. અલ્હાબાદ પહોંચવા માટે ભારતના તમામ મોટા શહેરોથી બસની સુવિધા છે. નાના શહેરોથી અહીં પહોંચવા માટે તમારે તમારા નજીકના મોટા શહેરના બસ સ્ટેન્ડ પર જઈને અલ્હાબાદની બસ પડવી પડશે. અલ્હાબાદ પહોંચ્યા બાદ તમે કુંભ સુધી ઓટો કે ટેક્સી કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.