મહિલાઓની હેર કટ ફક્ત 1 રૂપિયામાં : ગુજરાતના આ બ્યુટી પાર્લરમાં થાય છે સૌથી સસ્તું હેર કટિંગ

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. અમારો આજનો આ લેખ મહિલાઓ માટે સ્પેશિયલ છે. કારણ કે આજે અમે તેમના માટે એક ખુશ ખબર લઈને આવ્યા છીએ. અને ખુશખબર એ છે કે તમે ફક્ત 1 રૂપિયામાં પોતાના વાળ કપાવી શકો છો. જી હાં, તમે એકદમ સાચું વાંચી રહ્યા છો. માત્ર 1 રૂપિયામાં હેર કટ. આવો તમને એના વિષે થોડું વિસ્તારથી જણાવીએ.

જો કોઈ સામાન્ય એવા બ્યુટી પાર્લર કે પછી હેર સલૂનમાં તમે મહિલાઓના વાળ કપાવવા માટે જાવ, તો આરામથી 300 થી 400 રૂપિયા ખર્ચ થઇ જાય છે. અને સાથે જ કંઈ બીજું કરાવો એટલે 500 – 1000 રૂપિયા ચૂકવીને જ તમે ત્યાંથી બહાર નીકળો છો. અને કોઈ શુભ પ્રસંગ માટે મહિલાઓએ તૈયાર થવું હોય તો આરામથી 4 થી 5 હજાર રૂપિયા તમારા ખર્ચાય જાય છે.

અને તમે જોયું જ હશે કે નાની એવી પાર્ટીમાં પણ જવું હોય, તો ઘણી મહિલાઓ પહેલા બ્યુટી પાર્લરમાં પોતાના વાળ સેટ કરાવવા માટે અને બીજા કામ માટે જાય છે. એટલે જ તો તમને દરેક ગલી મહોલ્લામાં બ્યુટી પાર્લર જરૂર જોવા મળશે. આજકાલ એમની ડિમાન્ડ પણ ઘણી વધી ગઈ છે. કારણ કે મહિલાઓ પોતાની સુંદરતા પર પહેલા કરતા વધારે ધ્યાન આપવા લાગી છે.

એવામાં આજે અમે તમને એક એવા બ્યુટી પાર્લર વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જ્યાં મહિલાઓના હેર કટ માટે ફક્ત 1 રૂપિયો ફી લેવામાં આવે છે. તમને પ્રશ્ન થઇ રહ્યો હશે કે આટલું સસ્તું હેર કટિંગ ક્યાં થાય છે. તો જણાવી દઈએ કે આ બ્યુટી પાર્લર ગુજરાતની ડાયમંડ સીટી સુરતમાં છે. સુરતમાં ચૌટા બજાર વિસ્તારમાં આ બ્યુટી પાર્લર આવેલું છે. મિત્રો સુરતમાં ચૌટા પુલ નજીક આવેલા તિરુપતિ પ્લાઝામાં “K2 બ્યુટી બાર” છે. આ બ્યુટી પાર્લરમાં માત્ર 1 રૂપિયામાં હેર કટ કરી આપવામાં આવે છે.

તમને વાંચીને શંકા થઇ રહી હશે, પણ અહીં હકીકતમાં મહિલાઓ માટે હેર કટિંગનો ભાવ આટલો જ છે. આ બ્યુટી પાર્લરના માલિકનું નામ કેતન હિરપરા છે. અને તે લોકોના મનમાં રહેલા વહેમ કે “બ્યુટી પાર્લર મોંઘા હોય છે” એને દૂર કરવા માંગે છે. એમણે આ પાર્લરની શરૂઆત સેવા ભાવથી કરી છે. તેમણે આ પાર્લર એટલા માટે શરુ કર્યુ છે, જેથી જે મહિલાઓ વધારે ખર્ચને કારણે પાર્લર નથી જઈ શકતી એમને તેઓ સસ્તામાં પાર્લરની સેવા આપી શકે.જો તમે સુરતના રહેવાસી હોવ કે પછી સુરત ફરવા માટે કે કોઈ કામથી જાવ છો તો એકવાર આ પાર્લરની મુલાકાત જરૂર લેજો.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

Your email address will not be published.