એક સમયે અન્ના હજારે સાથે કરતા હતા બે હજારમાં નોકરી, જ્યારે અત્યારે ખેતી કરી ટર્ન ઓવર પહોંચાડ્યું કરોડોમાં

આજના પોઝિટિવ સમાચાર:એક સમયે ફક્ત બે હજારમાં નોકરી કરતા હતા, હવે વાંસની ખેતી મારફતે એક કરોડથી વધારે વાર્ષિક ટર્નઓવર ધરાવે છે. બેકારીની મોટી સમસ્યા નોકરીની પાછળ ભાગંભાગ છે. જો કે રોજગાર અથવા ધંધાના એવા ઘણા વિકલ્પો છે, જે તમને નોકરીમાં મળતા પગાર કરતા અનેકગણી વધુ કમાણી કરાવી શકે છે. મહારાષ્ટ્રના ઉસ્માનબાદના રાજશેખર પાટિલ તેનું ઉદાહરણ છે. તેનો પરિવાર ખેતી સાથે જોડાયેલ છે.

રાજશેખરને લાગતું હતું કે ખેતી કરવી એ બેકાર કામ છે

પરંતુ કૃષિ વિષયમાંથી સ્નાતક રાજશેખર શહેરમાં રહીને કોઈ નોકરી કરવા માંગતો હતો. 3-4 વર્ષ સ્પર્ધાત્મક પરીક્ષા માટે તૈયારી કરતા રહ્યા. પરંતુ સફળતા મળી નહીં. પછી બીજી કોઈ સરકારી કે ખાનગી નોકરી માટે આમ તેમ તપાસ કરતા રહ્યા પરંતુ ત્યા પણ તમને નિષ્ફળતા મળી. ત્યાં સુધી, રાજશેખરને લાગતું હતું કે ખેતી કરવી એ બેકાર કામ છે આમાં કોઈ ફાયદો નથી.

રાજશેખરના પિતા પાસે 30 એકર ખેતી હતી

રાજશેખરના પિતા પાસે 30 એકર ખેતી હતી. જ્યારે રાજશેખર બધેથી નિરાશ થઈ ગયા, ત્યારે રાલેગણ સિદ્ધિ ગામે ગયા અને અન્ના હજારે સાથે જોડાયા ગયા. અન્નાએ તેને માટી અને પાણીના સરંક્ષણ માટે લગાડી દીધા. એક દિવસ જ્યારે તેના પિતાની માંદગીના સમાચાર મળ્યા ત્યારે રાજશેખરને ગામ પરત ફરવું પડ્યું. ત્યાંથી જ તેના જીવનમાં વળાંક આવ્યો. આજે તેઓ તેમના પૂર્વજોની ખેતીમાં વાંસ ઉગાડે છે. તેમનું વાર્ષિક ટર્નઓવર આશરે 5 કરોડ રૂપિયા છે.

અન્ના હજારે સાથે 22 ગામોમાં કામ કર્યું

રાજશેખર જણાવે છે કે તેમણે અન્ના હજારે સાથે 22 ગામોમાં કામ કર્યું. તેમને મહિનામાં માત્ર 2 હજાર રૂપિયા મળતા હતા. જ્યારે પિતાને પેરાલિસિસનો હુમલો આવ્યો ત્યારે માતાએ તેને બધું છોડી ઘરે પાછા આવી જવા કહ્યું હતું. ઘરે પહોંચતાં ખબર પડી કે પિતાના માથે દેવું વધી ગયું છે અને બીજી તરફ ક્યાંયથી પણ આવક થતી નથી. રાજશેખર જણાવે છે કે આ પછી તેણે ખેતી કરવાનું નક્કી કર્યું. ત્યારે ગામમાં પાણીનું લેવલ સારું નહોતું. રાજશેખરે વોટરમેન તરીકે પ્રખ્યાત રાજેન્દ્રસિંહની મદદ માંગી. આ પછી રાજશેખરે તેના ગામમાંથી નીકળી રહેલી 10 કિલોમીટર લાંબી ગટરને સાફ કરી, જેથી તેમાં વરસાદી પાણીનો સંગ્રહ થઈ શકે.

આજે વાર્ષિક ટર્નઓવર 5 કરોડનું

રાજશેખર જણાવે છે કે તેમને વાંચવાનો ખૂબ શોખ છે. તે કૃષિ અખબાર વાંચતો હતો. અહીંથી, તેમને ખેતી વિશેની સમજ પ્રાપ્ત કરી. રાજશેખરે શરૂઆતમાં બાગકામ શરૂ કર્યું. કેરી, ચીકુ, નાળિયેર વગેરેનાં ઝાડ લગાવ્યા. મોસમી શાકભાજી ઉગાડી. તે સમયે જાનવરો પાકને બગાડી નાખતા હતા. ખેતરોમાં ફેન્સીંગ જરૂરી હતું. ત્યારે તેને ખબર પડી કે સરકારી નર્સરીમાં વાંસના રોપાઓ મફત મળી રહ્યા છે. રાજશેખર 40 હજાર રોપાઓ ત્યાંથી લાવ્યા અને ખેતરના સેઢામાં તેમને રોપ્યા. પહેલા ઉદ્દેશ એ હતો કે આ એક વાડનું કામ કરશે અને પ્રાણીઓ પાકને નુકસાન નહી પહોંચાડે. 50 વર્ષિય રાજશેખર કહે છે કે આ 40 હજાર છોડમાંથી 10 લાખ વૃક્ષો ઉગાડ્યા. પહેલા વર્ષે તેણે એક લાખ રૂપિયાના વાંસ વેચ્યા. ત્યાર પછી આ નફો 20 લાખ પર પહોંચ્યો. હવે વાર્ષિક ટર્નઓવર 5 કરોડનું છે.

100 થી વધુ લોકો રાજશેખર સાથે કામ કરે છે

રાજશેખરને વાંસની ખેતી કરતાં લગભગ 20 વર્ષ થઈ ગયા છે. હવે તેઓ તેમની પોતાની YouTube ચેનલ ચલાવે છે. તેમાં વાંસની ખેતીની ટીપ્સ શેર કરે છે. પાટિલે છેલ્લા 5 વર્ષમાં દેશભરમાં પ્રવાસ કર્યો છે અને વાંસની 200 જાતો એકઠી કરી છે. રાજશેખર ભારતીય વાંસ મિશનના સલાહકાર તરીકે પણ રહી ચૂક્યા છે. આજે, 100 થી વધુ લોકો રાજશેખર સાથે કામ કરે છે. તેમને ઘણા એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. જશેખરની ટીમ જ માર્કેટિંગ વગેરેનું સંચાલન કરે છે. રાજશેખર કહે છે કે વાંસનો પાક 2-3 વર્ષમાં મળવા માંડે છે. એકવાર વાવેલો છોડ 7 વર્ષ માટે ઝાડ આપે છે. વાંસના એક ઝાડમાંથી 10 થી 200 વાંસ મળે છે. વાંસની કિંમત 20 થી 100 રૂપિયા સુધીની હોઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *