ડિનર પાર્ટીમાં કરીનાની થનારી ભાભીએ બ્લેક કરના ડ્રેસમાં વિખેર્યો જલવો, જુઓ તસવીરો

કરીના કપૂર હાલ તેના પ્રેગ્નેન્સીના પીરિયડને એન્જોય કરી રહી છે. 7 મહિનાની પ્રેગ્નેન્ટ કરીના હવે એ તબક્કામાં પહોંચી ગઈ છે, જ્યાં તેને ચાલવામાં પણ તકલીફ પડી રહી છે. જોકે કરીના શાંતિથી બેસી રહેવા કરતાં પોતાના કામ પતાવમાં લાગી છે. એટલું જ નહીં તે પરિવાર અને મિત્રો સાથે ટાઈમ સ્પેન્ડ કરવાનું પણ નથી ભૂલતી. ગઈ કાલે કરીનાએ પતિ સૈફ સાથે મળીને કપૂર ફેમિલીના મેમ્બર્સ માટે ડીનર હોસ્ટ કર્યું હતું.

ડિનરમાં સામેલ થવા કરીનાનો ભાઈ અરમાન જૈન અને પત્ની અનીશા મલ્હોત્રા સાથે આવ્યો હતો. જ્યારે આદર જૈન તેની ગર્લફ્રેન્ડ તારા સુતારિયા સાથે સ્પોટ થયા હતા. તારા સુતરિયા કપૂર ખાનદાનની થનારી વહુ છે. ટૂંક સમયમાં આદર અને તારા લગ્ન કરવાના છે.

આદર-અરમાન ઉપરાંત કરીનાના કાકા કૃણાલ કપૂર દીકરા જિયાન સાથ ભત્રીજીના ઘરની બહાર સ્પૉટ થયા હતા. બંનેએ બ્લેક કલરનો ડ્રેસ પહેર્યો હતો.

કૃણાલ કપૂર દીકરા જિયાન સાથે સ્પૉટ થયો હતો. નોંધનીય છે કે કૃણાલ વિતેલા જમાનાના એક્ટર શશિ કપૂરનો નાનો પુત્ર છે.કરીનાની વહુ રીમા જૈનનો પુત્ર અરમાન જૈન પત્ની અનીશા સાથે નજરે આવ્યો હતો. કપલ કરીના માટે ઘણી ગિફ્ટ લઈને આવ્યું હતું.

અરમાન જૈને આ તકે બ્લેક કલરનો શર્ટ અને ડાર્ક રંગનું જીન્સ પહેર્યું હતું. જ્યારે તેની પત્ની કાલા રંગના શોર્ટ ડ્રેસમાં સ્પોટ થઈ હતી.

બહેન કરીનાના ઘરે ડિનર કરવા ભાઈ આદર જૈન ગર્લફ્રેન્ડ સાથે આવ્યો હતો. તારાએ ઓફ શોલ્ડર ડ્રેસ કેરી કર્યો હતો. જ્યારે આદરે ક્રીમ કલરનો સ્વેટ શર્ટ કેરી કર્યો હતો.

મોડી રાત સુધી ચાલેલી ડિનર પાર્ટીના કેટલાક ફોટો કરીના કપૂર, આદર જૈન ઔર અરમાને જૈને પોતાની ઈન્સ્ટા સ્ટોરીમાં પર શેર કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published.