ડુંગળીના ભાવમાં જબર ઉછાળો, 28% વધ્યા ભાવ,હાજી ભાવ ઉંચકાસે

વાણિજ્ય મંત્રાલયનો એક વિભાગ ડીજીએફટી નિકાસ અને આયાત સંબંધિત મુદ્દાઓ માં કામ કરે છે. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને કર્ણાટક આ દેશના ત્રણ ડુંગળી ઉગાડનારા રાજ્યો છે. ભારત વિશ્વનો સૌથી મોટો ડુંગળી નિકાસ કરનારો દેશ છે. ત્યારે તેના નિકાસ કરનારા દેશોમાં નેપાળ અને બાંગ્લાદેશનો સમાવેશ છે. નિકાસના સમાચારને કારણે ડુંગળીના ભાવ વધવા લાગ્યા છે.

કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હટાવતા જ ડુંગળીના ભાવ વધવા લાગ્યા છે. આ પ્રતિબંધ 1 જાન્યુઆરી 2021 થી હટાવવામાં આવશે. આ જાહેરાત થતા જ ડુંગળીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. નાસિકના લાસલગાંવ જથ્થાબંધ બજારમાં ડુંગળીના ભાવ માત્ર બે જ દિવસમાં 28 ટકા વધી ક્વિન્ટલ રૂ 2500 ની આસપાસ પહોંચી ગયા છે.

મંગળવારે ડુંગળીના ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂ.2400 પહોંચ્યા હતા,ત્યરે બુધવારે આ ભાવ પ્રતિ ક્વિન્ટલ વધીને 2,500 રૂપિયા થઈ ગયા હતા આમ છેલ્લા બે દિવસમાં કિંમતમાં આશરે 28 ટકાનો વધારો થયો છે.આ સિવાય દેશની રાજધાની દિલ્હીની વાત કરીએ તો ડુંગળીના ભાવમાં 25-42 ટકાનો વધારો થયો હતો. સોમવારે ડુંગળીનો ભાવ પ્રતિ કિલો 35-40 રૂપિયા હતો, જે બુધવારે વધીને 50 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે.

Leave a Reply

Your email address will not be published.