ગામલોકોએ મળીને એવું કાર્ય કરી બતાવ્યું કે, જેને આજદિન સુધી સમગ્ર રાજ્યમાં કોઈ કરી શક્યું નથી

આપણે અત્યારે એક એવાં આદર્શ ગામની વાત કરવા માટે જઈ છીએ કે, જેને આદર્શ ગામ હોવા અંગેનો એવોર્ડ પણ મળેલો છે. આ વાત છે ગાંધીનગર શહેરથી 80 km દૂર આવેલા સાબરકાંઠા જિલ્લાનાં પુંસરી ગામની.

છ હજારની વસ્તીવાળા આ ગામની વિકાસ યાત્રા વર્ષ 2006થી ચાલુ થઇ
આ ગામમાં પ્રવેશતા જ તેનાં મસ્ત રસ્તાઓ તેમજ રસ્તાની આસપાસની હરિયાળી જોઈને જાણે એવું લાગે છે કે, પુંસરી ગામ કોઈ બહુવિકસિત શહેર છે. છ હજારની વસ્તીવાળું આ ગામ વર્ષ 2006 અગાઉ તો બીજા ગામ જેવું જ હતું પરંતુ વર્ષ 2006માં હિમાંશુભાઈ પટેલ આ ગામનાં સરપંચ બની ગયા તેમજ એ પછી પુંસરી ગામમાં વિકાસનાં ગણેશ મંડાયા. આ બાહોશ સરપંચ ગામ માટે અક્કલની ખાણ પુરવાર થયો તેમજ જોતજોતામાં આ જુના જોગી દ્વારા ટેક્નોલોજી, ઇન્ફ્રાસ્ટ્રકચર, તેમજ લોકસેવા આ તમામને જોડીને પુંસરી ગામને મોડેલ વિલેજનું આદર્શ ઉદાહરણ બનાવ્યું દીધું.
ગામમાં આટલી બધી સુવિધાઓ છે
ભ્રષ્ટ નેતાઓની જેમ લોકોની રાતી પાઇથી તેનાં ગજવા ભરવાને બદલે આઠે પહોરને બત્રીસે ઘડી ગામની પ્રગતિમાં આ સરપંચે તેનાં પ્રાણ ફૂંક્યા છે તેમજ ગામને વાઇફાઇ, 24 કલાક વીજળી, સારા પાકા તેમજ ચકાચક રસ્તા, પ્રાઇવેટ સ્કૂલથી પણ ડિજિટલ સ્માર્ટ સરકારી સ્કૂલ, ફૂલી કોમ્પ્યુટરાઈઝ્ડ ગ્રામપંચાયત તેમજ ગામમાં ચોરીની ઘટના ના બને એટલા માટે સીસીટીવી કેમેરાની સાથે ગામની બેંક તેમજ ગામલોકોને અટલ એક્સપ્રેસ નામની બસ સેવા જેવી સગવડોથી અવગત કરવામાં આવ્યા.

ગામમાં 120 લાઉડ સ્પીકર લગાડવામાં આવ્યા છે
આની સાથે સરપંચે ગામલોકોને કોઈ માહિતી આપે એ માટે ગામમાં 120 લાઉડ સ્પીકર લગાવવામાં આવ્યા છે તેમાં માહિતીની સાથે ભજન કીર્તનની જમાવટ પણ કરે છે. આની સાથે જ વેકેશનમાં આસપાસનાં ગામમાં કોઈ કોર્ષ કરવા અથવા શીખવા ના જવું પડે એટલે ગામમાં જ skill development center ઉભા કર્યા. જેનો ગામલોકો ભરપૂર લાભ લે છે.

ગામમાં 109 જેટલા સખી મંડળો
હજુ અહીંયાથી વાત અટકતી નથી કેમ કે, જેનાં સરપંચ આવા હોય ત્યાં ગ્રામજનો પણ મહેનતુ હોવાનાં તો ગામની  બુદ્ધિશાળી સ્ત્રીઓએ ગામમાં જ 109 તો ખાલી સખી મંડળો ચલાવાય છે એમાં સ્ત્રીઓએ કરતી નાની-નાની બચતનાં રૂપિયા જમા કરીને જરૂર પડે તે સમયે ઉધારે આપીને કોઈકનો સમય સાચવી શકાય.

Leave a Reply

Your email address will not be published.