લગ્નમાં ફોટોગ્રાફર ફોટોગ્રાફી કરી રહ્યો હતો ત્યારે એવું કંઈક થયું કે વર-વધૂ ચોંકી ગયા

લગ્નમાં માત્ર એક વ્યક્તિ એવો હોય છે જેનું કહ્યું માત્ર વર-વધૂ જ નહીં પરંતુ તેનો પરિવાર તેમજ નાના બાળકો પણ માને છે અને તે વ્યક્તિ હોય છે ફોટોગ્રાફર. લગ્ન દરમિયાન ફોટોગ્રાફરનું ખૂબ ધ્યાન રાખવામાં આવે છે કારણ કે પોતાનો ફોટો ખરાબ આવે તેવું કોઈ ઈચ્છતું નથી. ફોટોગ્રાફરનું કામ પણ જોઈએ એટલું સરળ હોતું નથી તેને પણ નવા-નવા પોઝ વિચારવા પડે છે અને મહેનત પણ કરવી પડે છે.

તમે પણ ઘણા એવા બીટીએસ વીડિયો જોયા હશે જેમાં અલગ-અલગ એન્ગલથી ફોટો કરવા માટે ફોટોગ્રાફર ઉંઘી જતો હોય છે. જો કે, આવુ કરવામાં ઘણીવાર ફોટોગ્રાફર મજાકનો ભોગ પણ બનતો હોય છે. આવા જ એક વેડિંગ ફોટોગ્રાફરનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જે જોઈને તમને પણ મજા આવશે.

ફોટોગ્રાફરનો જે વીડિયો વાયરલ થયો છે તેમાં તે ફોટો ક્લિક કરવામાં એટલો મશગૂલ થઈ જાય છે કે તેને સ્વિમિંગ પૂલ પણ દેખાતો નથી અને કેમેરા સાથે પાણીમાં પડી જાય છે. વીડિયોની શરુઆતમાં જોઈ શકાય છે કે, વર અને કન્યા સાથે ચાલી રહ્યા છે. આ દરમિયાન કંઈક એવું થાય છે કે બંને ચોંકી જાય છે. એવું તો શું થયું કે બંને ચોંકી ગયા તે વીડિયોમાં આગળ દેખાડવામાં આવ્યું છે. જે મુજબ ફોટોગ્રાફર પૂલમાં પડેલો હોય છે અને તેનો સાથી તેને હાથ પકડીને બહાર કાઢે છે. તેને જોઈને ત્યાં ઉપસ્થિત દરેકને હસવું પણ આવે છે.

સળી કરવી ભારે પડી, મગજ છટક્યો અને ગેંડાએ કારને ફૂટબોલની જેમ ફંગોળી

બીજા વીડિયોમાં જોઈ શકાય છે કે, વર અને કન્યાની એન્ટ્રી કેપ્ચર કરવામાં વ્યસ્ત ફોટોગ્રાફર ધીમે-ધીમે પાછળ આવે છે અને પાછળ પૂલ હોવાનું ધ્યાન ન રહેતા તેમા પડી જાય છે. આ બધુ એટલું ઝડપથી થાય છે કે બિચારા ફોટોગ્રાફરને પોતાને સંભાળવાનો સમય પણ નથી મળતો. બધાને હસવું આવે છે તો બીજી તરફ ફોટોગ્રાફર પોતાના કેમેરાને લઈને ચિંતિંત જણાઈ છે. આ બંને વીડિયો ઈન્સ્ટાગ્રામ પર @aperinastudios નામના પેજે શેર કર્યો છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *