વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું નામ બદલાયુ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરીકે ઓળખાશે

વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મોટેરા સ્ટેડિયમ હવે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરીકે ઓળખાશે. મહત્વપૂર્ણ છે કે આ પહેલા આ સ્ટેડિયમનું નામ સરદાર પટેલ સ્ટેડિયમ હતું.

વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મોટેરામાં આજથી ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે ડે નાઇટ ટેસ્ટ મેચ રમાશે. આ મેચ પહેલા ક્રિકેટ સ્ટેડિયમનું રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવ્યુ હતું.

આ સ્ટેડિયમમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમનું થયુ હતું આયોજન

ગત વર્ષે 24 ફેબ્રુઆરીએ અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અહી આવ્યા હતા. આ સ્ટેડિયમમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. અત્યાધુનિક સુવિધાથી સજ્જ મોટેરા સ્ટેડિયમ વિશ્વના ક્રિકેટ મેદાનથી અલગ છે. જૂના સ્ટેડિયમમાં પહેલા 53,000 દર્શકોના બેસવાની ક્ષમતા હતી. હવે આ નવા સ્ટેડિયમમાં 1.30 લાખથી વધુની દર્શક ક્ષમતા છે.

ભારતના પનોતા પુત્ર અને લોહ પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલના નામ ઉપર મોટેરા સ્ટેડિયમનું નામ રાખવામાં આવ્યુ હતું. આ સ્ટેડિયમની બેઠક ક્ષમતા 53 હજાર હતી. જોકે, હવે આ સ્ટેડિયમનું રીનોવેશન કરી તેની બેઠક ક્ષમતા વધારવામાં આવી છે. નરેન્દ્ર મોદી જ્યારે જીસીએના ચેરમેન હતા ત્યારે તેમનું સ્વપ્ન હતું કે ગુજરાતમાં વિશ્વનું સૌથી મોટુ ક્રિકેટ સ્ટેડિયમ બને. નરેન્દ્ર મોદી જ્યારે વડાપ્રધાન બન્યા ત્યારે તેમનું આ સ્વપ્ન પૂર્ણ થયુ હતું અને તેમના આ સ્વપ્નને સાકાર કરવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તનતોડ મહેનત કરી વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ મેલબોર્ન કરતા પણ મોટા સ્ટેડિયમને આકાર આપ્યો હતો. 6 મહિના પછી ક્રિકેટ સ્ટેડિયમ તૈયાર થયુ અને સૌ પ્રથમ ગત વર્ષે 24 ફેબ્રુઆરી 2021માં અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ સ્ટેડિયમની બેઠક ક્ષમતા 1 લાખ 30 હજાર કરતા પણ વધુ છે.

Leave a Reply

Your email address will not be published.