ધૈર્યરાજસિંહને બચાવવા માટે 27 દિવસમાં મળ્યું આટલા કરોડનું દાન,જાણો હવે કેટલા રૂપિયાની જરૂર છે.

ગુજરાતમાં અત્યારે ખુબ જ ચર્ચામાં આવેલું બાળક કે જે પંચમહાલ જિલ્લાના ગોધરામાં રહેતા અને મૂળ ખાનપુર તાલુકાના કાનસર ગામનું છે જેનું નામ ધૈર્યરાજસિંહ છે જે ખુબ જ ગંભીર બીમારીથી પીડાઈ રહ્યું છે.
આપને જણાવી દઈએ કે ધૈર્યરાજ સિંહ રાઠોડ ત્રણ મહિનાનો છે કે જેને SMA -1 નામની બીમારી છે.આ બીમારીમાં સ્નાયુની બીમારી છે.

જેને કારણે બાળક ઉભુ થઈ શક્તુ નથી અને આ બીમારીને દુર કરવા માટે તેને એક ઇન્જેક્શનની જરૂર છે જે ભારતમાં મળતું નથી અને તેની કીમત 22.5 કરોડ રૂપિયાની છે જેમાંથી સરકારે 6.5 કરોડ સરકારનો ટેક્ષ માફ કર્યો છે.

ધૈર્યરાજસિંહને બચાવવા માટે તેમના માતા-પિતાની અપીલથી ઘણા લોકોએ દાન કર્યું છે.ધૈર્યરાજસિંહને બચાવવા માટે મોટા મોટા કલાકારોએ પણ દાન કર્યું છે અને તેમના ચાહકોને પણ દાન કરવાની અપીલ કરી છે,

જયારે બીજી તરફ અનેક યુવક મંડળો,સામાજિક સંસ્થાઓ આગળ આવી,ગામડે-ગામડે લોકો ડબા લઈને ગામમાંથી ફાળો ભેગો કરે છે અને તેમની મદદ કરી રહી છે.

ધૈર્યરાજસિંહને બચાવવા માટે 16 કરોડની જરૂર હતી જેમાંથી અત્યાર સુધી 11,15,27,542 રૂપિયા ભેગા થઇ ગયા છે. આ સાથે સાથે અત્યારે પણ ગણા લોકો ધૈર્યરાજસિંહને બચાવવા માટે દાન ભેગું કરી રહ્યા છે. જયારે દરેક લોકો ધૈર્યરાજસિંહને બચાવવા માટે તેમની ઇચ્છાશક્તિ મુજબનું ફંડ આપે છે. ધૈર્યરાજસિંહને બચાવવા માટે ગુજરાતની જનતાએ દાનનો દરિયો વહાવ્યો છે.

Leave a Reply

Your email address will not be published.