ટૈરો રાશિફળ : કારકિર્દી અને પરીવાર બંને વચ્ચે બેલેન્સ રાખી શનિવારનો દિવસ કરો પસાર

ટૈરો રાશિફળ : કારકિર્દી અને પરીવાર બંને વચ્ચે બેલેન્સ રાખી શનિવારનો દિવસ કરો પસાર

મેષ – અંગત સંબંધોમાં કોઈપણ વાત માટે ખોટો ડોળ કરવો નહીં. તમારા પ્રિયજનને તેમની ખામીઓ સાથે સ્વીકારો. વ્યવસાયિક ક્ષેત્રે આજે કેટલીક સમસ્યાઓ આવી શકે છે. પરંતુ અંગત જીવનમાં તમારી ભાવનાત્મકતાને કારણે તમે કોઈ મોટી સમસ્યાથી કે ઝઘડાથી બચી શકો છો. આજે તમારા માટે થોડો સમય કાઢવાનું નક્કી કરો અને સમય કાઢો. આ સાથે જરૂરી છે કે તમે તમારી સંભાળ પણ રાખો. તમે તમારી જાતને જેટલો સમય આપશો તેટલી શાંતિ તમે અનુભવશો. આજનો દિવસ શાંતિથી પસાર કરવો.

વૃષભ – તમારી યોજનાઓ પર લોકો તરફથી શ્રેષ્ઠ પ્રતિસાદ મેળવવાનો દિવસ છે. ખાસ વાત એ છે કે તમે તેમાંથી પૈસા પણ મેળવી શકશો. આજે ધનલાભનો આનંદ માણવાનો પણ દિવસ છે. વ્યવસાયિક બાબતો માટે તમે કોઈ સાથે કરેલી મુલાકાત સારા પરિણામ લાવી શકશે નહીં. જો તમે પારિવારિક મિત્ર અથવા કુટુંબના સભ્ય સાથે વ્યવસાય કરવાનું વિચારી રહ્યાં છો, તો તે સારું રહેશે. આજે તમે કોઈકને મળી શકો છો જેની સાથે સારા સંબંધો કેળવાશે અને તેનો લાભ તમને ભવિષ્યમાં થશે. કેટલાક કિસ્સાઓમાં તમારા માટે દિવસ મિશ્રિત ફળદાયી રહેશે.

મિથુન – આજે તમારા માટે વ્યવહારિક પાસાં પર ધ્યાન કેન્દ્રિત કરવાનો દિવસ છે. તમારે કોઈની વાતોમાં આવી અને અથવા લાગણીઓને અવગણીને કોઈ નિર્ણય લેવો જોઈએ નહીં. વ્યવહારિક દ્રષ્ટિથી દરેક વસ્તુનું મૂલ્યાંકન કરો. આજે તમારી લાગણીઓ પર નિયંત્રણ રાખો. જો કામમાં કોઈ સમસ્યા આવી રહી છે તો તે ટુંક સમયમાં હલ પણ થઈ જશે. તેથી ચિંતા ન કરો. આજે કોઈ નિર્ણય લેવામાં તમને મૂંઝવણ થઈ શકે છે. વધારે પડતા વિચાર કર્યા વિના સમજી-વિચારીને અથવા તો કોઈની સલાહ લઈને નિર્ણય લેવો. તેમ છતાં જો તમને કોઈ નિર્ણય લેવામાં દ્વિધા અનુભવાતી હોય તો આજે તેને મુલતવી રાખો.

કર્ક – આજે કેટલીક નવી યોજનાઓ સાથે અને જૂની ચિંતાઓને ભુલીને આગળ વધવાનો દિવસ છે. તમારામાંથી કેટલાક માટે આજે કામ માટે કરેલી યાત્રા ફળદાયી નીવડી શકે છે. જો કે કાર્ડ્સ સલાહ આપી રહ્યા છે કે શક્ય હોય ત્યાં સુધી મુસાફરી ટાળવી જોઈએ. કારણ કે તે તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. કોઈની સલાહ માની તેના પર અમલ કરતાં પહેલા ખાતરી કરો કે તે તમારા માટે કેટલી અસરકારક અને લાભકારી છે. અન્ય પર વધારે પડતું નિર્ભર રહેવું તે હાલના સંજોગોમાં તમારા માટે હાનિકારક હોઈ શકે છે. સાવધાન રહો.

સિંહ – કારકિર્દીની બાબતમાં તમારા માટે કોઈ મોટો નિર્ણય લેવાનો આજનો દિવસ છે. નવા કાર્યક્ષેત્રમાં ઝંપલાવવાનો અને કોઈ વ્યવસાયમાં રોકાણ કરવાનું વિચારી શકો છો. આજે તમારે કોઈ કાનૂની વિવાદમાં પડવાથી બચવું જોઈએ. કોઈ દસ્તાવેજ પર સહી કરતાં પહેલા તમારા સ્તરે સંપૂર્ણ તપાસ કરવી હિતાવહ રહેશે. આજે મનને કેટલીક ચિંતાઓ ઘેરી વળશે જેના કારણે કાર્યમાં તમારું ધ્યાન નહીં રહે. કોઈની વાતને દિલ પર લેશો નહીં. પોતાના પર વિશ્વાસ રાખો. સમય તમારા માટે સારી તક લાવશે. ધીરજ રાખો.

કન્યા – તમારા વ્યક્તિત્વમાં કેટલીક નવી ઉપલબ્ધી ઉમેરવાનો આજનો દિવસ છે. આ તમારા વ્યક્તિત્વમાં એક નવું આકર્ષણ ઊભું કરી શકે છે. તમને લોકોનો સહયોગ મળશે. કેટલાક લોકોને નવા પડકારોનો સામનો કરવો પડી શકે છે. જો તમે આ પડકારો સામે દ્રઢ મનોબળથી લડશો તો તે તમારા માટે ખૂબ સકારાત્મક સાબિત થઈ શકે છે. તમારા જીવનમાં તમારા સિવાય બીજા માટે પણ સારું કામ કરો અને વિચારો. પરીવારના સભ્યો પર ધ્યાન આપવાનો અને સમય આપવાનો દિવસ છે.

તુલા – આજે તમારા માટે તમારી રચનાત્મકતાના સૌથી મોટી શક્તિ સાબિત થશે. આજે મહેનત કરી અને સફળતા પ્રાપ્ત કરવાનો દિવસ છે. જો તમે કલાના કોઈપણ ક્ષેત્ર સાથે જોડાયેલા છો તો આજે ભાગ્ય તમારા પક્ષમાં હોઈ શકે છે. હાલમાં નકારી કાઢેલા કેટલાક વિચારો તમારા માટે ભવિષ્યમાં ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. તેથી કોઈ યોજનાને ના કહેતા પહેલા તેના પર સારી રીતે વિચાર કરી લેવો. તમારી દિનચર્યામાંથી થોડો સમય તમારા શોખ માટે કાઢવાની ખાતરી કરો. તમે પ્રયાસ કરો છો પરંતુ ધીરજ પણ રાખો. ધન લાભના યોગ છે.

વૃશ્ચિક – આજે તમારા માટે તમારી ભાષાને નિયંત્રિત કરવાનો અને શબ્દો કાળજીપૂર્વક વાપરવાનો દિવસ છે. આજે ક્રોધમાં સમજ્યા વિચાર્યા વિના બોલવું હિતાવહ નથી. દિવસ તમારા માટે દરેક પ્રકારના વિવાદથી બચવાનો છે. બિનજરૂરી વાદ-વિવાદમાં ન પડવું. તમારી કામ કરવાની ક્ષમતા પર શંકા ન કરો. તમારામાં કોઈ અભાવ નથી. તમારી મનમાં ભરેલી લાગણીઓને વ્યક્ત કરો. કેટલીક બાબતો અંગે મનમાં પરેશાની થઈ શકે છે. કામમાં વધારો થવાની સંભાવના છે. પરંતુ કોઈ માટે અક્કડ વલણને વળગી રહેશો નહીં.

ધન – આજે તમારે તમારા કાર્ય સાથે સંપૂર્ણ સમર્પણ અને નિષ્ઠા સાથે આગળ વધવું પડશે. લોકો સાથે સારી રીતે વ્યવહાર કરવો પડશે. કેટલાક લોકો તમારી કાર્ય શૈલી પર પ્રશ્નાર્થ ચિહ્ન પણ મૂકી શકે છે. પરંતુ કોઈપણ પ્રતિકુળતાને લીધે તમારે તમારી ગતિ ઘટાડવી જોઈએ નહીં. તમારા માટે સંજોગો એટલા ખરાબ નહીં હોય જેટલા તમારા ડરને કારણે તમને લાગે છે. તમારા વિચારો અને વિચારસરણીને સકારાત્મક રાખો. પારિવારિક મુલાકાતો માટે તમારો દિવસ સારો રહેશે.

મકર – આજનો દિવસ તમારા માટે આપવાનો દિવસ હોઈ શકે છે. તમે તમારામાં પરિવર્તન લાવવાનો વિચાર કરી શકો છો. ખરાબ સંગત અથવા વ્યસન છોડવાનું પણ આજે વિચારી શકો છો અને તેના પર અમલ પણ કરી શકો છો. આજે તમારે વ્યવસાયિક મોરચે થોડી સાવચેતી રાખવી પડશે. ભવિષ્યમાં તમને કોઈ નુકસાન થવાની સંભાવના હોય તેવા કોઈ પણ કાર્ય કરવાનું ટાળો. દરેક પરિસ્થિતિમાં પોતાના મન પર સંયમ રાખો. આજે તમે કોઈ નવી વ્યક્તિને મળી શકો છો. જે તમારા માટે મહત્વપૂર્ણ સાબિત થશે.

કુંભ – આજનો દિવસ તમારા માટે થોડો બદલાવભર્યો હોઈ શકે છે. જો કે કેટલાક સંજોગોમાં કે લોકોમાં થતા ઝડપી ફેરફાર તમને નર્વસ બનાવી શકે છે. કોઈ પણ સંજોગોમાં નિર્ણય લેવામાં તમારે ઉતાવળ કરવી નહીં. દરેક કાર્ય તેની ગતિ અને તેના પોતાના સમયે અનુસાર પાર પડે છે. સમય તમારી ધીરજને ચકાસી શકે છે. કાર્યક્ષેત્ર સાથે જોડાયેલા કોઈ નવા લોકોને મળવાની સંભાવના છે. આ સમયે ધૈર્ય અને સહિષ્ણુતા રાખવી ફાયદાકારક રહેશે. કેટલાક લોકો માટે સંપત્તિના લાભની પરિસ્થિતિઓ પણ સર્જાઈ શકે છે.

મીન – આજે તમારું કાર્ય જાતે સારી રીતે થતું જણાશે. જે કાર્યો માટે તમારે ખૂબ પ્રયત્નો કરવા પડ્યા હતા તે આજે સરળતાથી પૂર્ણ થઈ શકે છે. તમારું કામ પૂરા ધ્યાન સાથે કરો. આજે બેદરકારી ન રાખવી. તમને ભાગ્યનો સંપૂર્ણ સાથ મળશે. જો કે કેટલાક લોકોને થોડો સંઘર્ષ કરવો પડી શકે છે. કોઈ પણ સંજોગોમાં તમારે બેદરકારીથી બચવું પડશે. આજે કામના ભાર હેઠળ પરીવારને નજરઅંદાજ ન કરો. પરીવારને પણ સમય આપો.

Leave a Reply

Your email address will not be published.