
સેનેટરી નેપકીન ના બદલે હવે આવી ગયા છે સેનેટરી કપ. મહિલાઓ માટે બજાર ના કોઈ ને કોઈ બદલાવો આવ્યા જ કરતા હોય છે. આ સબંધિત જ આ એક મોટો ફેરફાર માનવામાં આવે છે. આ ની પાછળ નું એક કારણ એ છે કે સેન્ટરી નેપકીન ના લીધે કચરો ખુબજ થાય છે. ભારત માં દરવર્ષ 43.4 સેનેટરી નેપકીન નો ઉપયોગ થાય છે. જેના લીધે દર વર્ષે 9000 ટન કચરો બને છે.આ નેપકીન ને ડીકમ્પોઝ થવામાં 500 વર્ષ લાગે છે. આ નેપકીન સ્વાસ્થ્ય સાથે પર્યાવરણ માટે પણ નુકશાન કારક છે.
પણ હવે બજાર માં આવ્યા છે સેનેટરી કપ. આ કપ ની કીમત બજાર માં 300 થી 1000 રૂપિયા છે. આ એક કપ 8 વર્ષ સુધી કામ આપે છે. આ કપ ને લઇ અને છોકરીઓ ને શંકા હતી કે આનો ઉપયોગ કરવાથી એમની વર્જીનીટી પર અસર પડશે. પણ અમુક એક્સપર્ટ એ કહ્યું છે કે આવું નથી. અને આ કપ એટલો આરામદાયક છે કે મહિલાઓ તેને કાઢતા પણ ભૂલી જાય છે.
અ કપ ને મહિલાઓ પીરીયડ ના દિવસો માં પહેરી શકે છે અને પછી કાઢી શકે છે. અને તેને સાફ કરવાનું રહેશે. આ કપ 8 થી 10 વર્ષ સુધી ચાલશે. ભારતમાં જ ધીમેં ધીમે કરી ને 35 કરોડ મહિલાઓ આ કપ વાપરવા લાગી છે. હવે તો કેળા ના પાન દવારા પણ પેડ બનાવવા ના એક્પેરીમેન્ટ શરુ થઇ ગયા છે. આ પેડ ખુબ જ સરળતા થી માટી સાથે મિક્ષ થઇ જશે. જેના લીધે પર્યાવરણ ને નુકશાન નહિ થાય.અને મહિલાઓ સરળતાથી ઉપયોગ માં લઇ શકશે.
સ્વચ્છતા અભિયાન બાદ હવે મહિલાઓ ની સ્વચ્છતા ઉપર પણ ખુલી ને વાત શરુ થઈ છે. આ ટોપિક ને લઈ અને એક ફિલ્મ પણ આવી છે જેનું નામ છે પેડમેન. આ બધા પ્રયાશો શરુ થયા છે સાથે સસ્તામાં મહિલાઓ ને પેડ મળી રહે એ ઉપર પણ ઘણા સરકારી સંગઠનો કામ એ લાગ્યા છે. આજ કાલ લોકો જાગૃત બન્યા છે, મહિલાઓ પણ જાગૃત બની છે. અને હવે દેશ માં મહિલાઓ ના આ પ્રોબ્લેમ ઉપર ખુલી ને ચર્ચા થાય છે.