મહેંદીમાં ફક્ત આ એક વસ્તુ મિક્સ કરીને વાળમાં લગાવો, વાળ થઇ જશે કાળા, ઘાટા અને લાંબા..

લગભગ ગાહની છોકરીને હંમેશા લાંબા વાળ પસંદ હોય છે. છોકરીઓ માટે વાળ સુંદરતા નો જ એક ભાગ છે. ઘણા લોકોને નાની ઉંમરમાં સફેદ વાળની સમસ્યા રહેતી હોય છે જેમાંથી છુટકારો મેળવવા માટે ઘણા પ્રયત્ન કરે છે, છતાં પણ કોઈ ફરક નથી પડતો. આજે અમે તમને એવા જબરદસ્ત નુસખા વિશે જણાવીશું, જેનાથી તમારા વાળ કાળા ઘાટા અને લાંબા થઇ જશે.

શરીરમાં પોષક તત્વોની ઉણપ અને પ્રદુષણને કારણે પણ વાળ જલ્દી સફેદ થઇ જાય છે. ત્યારે વાળને કાળા બનાવવા માટે કેમિકલ્સવાળા કલરો કરવાને બદલે કુદરતી ઉપચાર કરવાથી વાળને કોઈ નુકશાન નથી થતું. આ માટે ઘણા લોકો મહેંદીનો પ્રયોગ કરતા હોય છે. મહેંદી વાળને પ્રાકૃતિક રીતે કલર કરવાનો એક ઉપચાર છે.

ઘણા લોકો મેહંદીનો ઉપયોગ કરે છે તમારા વાળને મજબૂત બનાવવા માટે આજે અમે તમને એક એવી વસ્તુ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને જો મહેંદી સાથે મિક્સ કરીને લગાવવામાં આવે તો તે તમારા વાળને વધુ મજબૂતી આપે છે અને 50 થી 60 વર્ષ સુધી કાળા રહે છે.

જો તમે દરેક લોકો તમારા વાળને કાળા, ઘાટા અને મજબૂત બનાવવા માંગતા હોય તો પછી તેના માટે તલનું તેલ અને મહેંદી પપાવડરની જરૂરત પડશે. તલ નું તેલ વાળ માટે ખૂબ જ ફાયદાકારક ગણાય છે જે તે વાળના નેચરલ ગ્રોથમાં ઝડપી સહાય કરે છે.એનાથી વાળ લાંબા, ઘાટા અને કાળા થાય છે.

તલના તેલમાં તમારે મહેંદી પાવડર મિક્સ કરીને એક ઘોળ તૈયાર કરી લેવું, આ પેસ્ટને ગેસ પર પાંચ થી દસ મિનીટ માટે ધીમા ગેસ પર ગરમ કરી લેવું. જયારે મહેંદી પાવડર તેલમાં સરખી રીતે મિસ્ક થઇ જાય પછી એને ગેસ પરથી ઉતારી ને ૧૫ થી ૨૦ મિનીટ માટે સરખી રીતે ઠંડુ થવા દેવું.

જ્યારે આ ઠંડુ થઇ જાય ત્યારે તમે તેને બોટલમાં ભરીને મૂકી દેવું અને તે ઘોળને એક સપ્તાહમાં ત્રણ વખત તમારા વાળ પર લગાવીને સાફ પાણીથી ધોઈ લેવા. જો તમે આવું 2 થી 3 મહિના સુધી કરશો તો તમારા વાળ ખૂબ જ વધારે મજબુત, કાળા, ઘાટા અને સશક્ત બની જશે. વાળને કાળા, ઘાટા અને મજબુત બનાવવા માટે આ ખુબ જ કારગર નુસખો છે.

Leave a Reply

Your email address will not be published.