શા માટે ટી.વી. પર વારંવાર દેખાડવામાં આવે છે “સૂર્યવંશમ” ફિલ્મ, હજુ 80 વર્ષ સુધી દેખાડવામાં આવશે, જાણો

21મી મે 1999 મા રિલીઝ થયેલ અમિતાભ બચ્ચન ની આ યાદગાર ફિલ્મ “સૂર્યવંશમ” વિશે સૌથી વધુ જોક્સ અને મેમ્સ બનાવવામા આવે છે, તેનું એક કારણ છે, ટી.વી પર તેને ઘણીવાર દેખાડવામા આવે છે. અમિતાભ બચ્ચન ની આ યાદગાર ફિલ્મ “સૂર્યવંશમ” રિલીઝ થયા ને હાલ 21વર્ષ વીતી ગયા છે. આ ફિલ્મ ટી.વી પર એટલી વખત આવી છે કે, હવે તો લોકોને આ ફિલ્મની કહાની ગોખાય ગઈ છે. જો કે બહુ ઓછા લોકો જાણતા હશે કે, આ ફિલ્મ ટી.વી પર આટલી બધી વાર કેમ દેખાડવામા આવે છે. ટી.વી પર આ ફિલ્મ “સૂર્યવંશમ” ને વારંવાર દેખાડવાનુ એક કારણ એ પણ સામે આવ્યું છે કે આ ફિલ્મ રિલીઝ થઈ.

એ જ વર્ષે સોની ટી.વીએ મેક્સ ચેનલ ને લોન્ચ કરી એટલે કે ફિલ્મ તેમજ ચેનલ બંને એક જ વર્ષમા આવ્યા હતાં. બીજું એક કારણ એવું પણ સામે આવ્યું છે કે, આ ચેનલે આ ફિલ્મ ના સૌ વર્ષ ના રાઇટ્સ ખરીદી લીધા છે એટલે તેઓ વારંવાર આ ફિલ્મ દેખાડે છે. આ ફિલ્મના 18 વર્ષ પૂરા થતા અમિતાભ બચ્ચને પોતે ટ્વીટ કરી ફિલ્મના વખાણ કર્યાં હતા.

આ ફિલ્મ ની લીડ અભિનેત્રી સૌંદર્યા રઘુ એટલે કે રાધા અત્યારે દુનિયામા નથી. 17મી એપ્રિલ 2004 મા એક પ્લેન ક્રેશ દુર્ઘટના મા તેમનુ અવસાન થયું હતું. જો કે સાઉથમા એક્ટિવ રહેનારી સૌંદર્યા ની બોલિવૂડમા “સૂર્યવંશમ” પહેલી અને છેલ્લી ફિલ્મ હતી. ત્યાર ના સમય મા આ ફિલ્મ “સૂર્યવંશમ” નુ બજેટ સાત કરોડ રૂપિયા હતું અને તેણે ૧૩ કરોડ ની કમાણી કરી હતી. આ ફિલ્મ ની બે અભિનેત્રીઓ જયાસુધા અને સૌંદર્યા માટે રેખાએ અવાજ આપ્યો હતો.

આ ફિલ્મમા જે હવેલી દેખાડવામા આવી છે તે પાલનપુર નજીક આવેલા બાલારામ પેલેસ છે. અહીંયા જ બિગ-બી ની ફિલ્મ નુ શૂટિંગ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ ઈન્ડિયન મૂવી ચેનલ પર સૌથી વધુ ટેલીકાસ્ટ થનારી ફિલ્મ છે. ગામડાંઓ મા લોકો ને તે ખૂબ જ ગમે છે. “સૂર્યવંશમ” તમિળ ફિલ્મ ની હિંદી રીમેક હતી. ત્યારબાદ આ ફિલ્મ ની કહાની પર 1997 થી 2000 સુધીમા ચાર ફિલ્મો બની.

આ ફિલ્મમા પહેલાં બાપ-દીકરા ના અભિનય માટે અમિતાભ ની સાથે અભિષેક ને લેવાના હતા પરંતુ બાદ મા બન્ને અભિનય અમિતાભે જ ડબલ રોલ કર્યો. આ ફિલ્મ મા અમિતાભ નો કપાર પર તિલકવાળો લુક લોકો ને એટલો બધો ગમી ગયો હતો કે ત્યારબાદ ની 2000મા આવેલ “મહોબ્બતે” અને સાઉથ ની ફિલ્મ “સઈરા નરસિમ્હા રેડ્ડી” મા પણ તેમનો આ જ લુક રિપીટ કરવામા આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published.