શુ તમારા વાળ પણ મોટા પ્રમાણમાં ખરવા લાગ્યા છે, તો કરો માત્ર આ એક જ ઉપાય….

વાળ ખરવાની સમસ્યા આજકાલ સમાન્ય જોવા મળે છે. તેની પાછળનું કારણ ખોટી લાઇફસ્ટાઇલ, વધતું પ્રદુષણ માનવામાં આવી શકે છે. એવામાં કોઇ છોકરીઓ આ સમસ્યાથી રાહત મેળવવા માટે અલગ-અલગ હેર કેર પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે થછે. પરંતુ તે મોંઘા તેમજ કેમિકલ્સથી ભરેલી વસ્તુઓનો ઉપયોગ કરવાની જગ્યાએ તમે સરસિયાના તેલનો ઉપયોગ કરી શકો છે. સરસિયાના તેલમાં રહેલા પોષક તત્વ વાળને મૂળથી પોષિત કરી તેને સુંદર, ભરાવદાર તેમજ લાંબા કરવામાં મદદ કરે છે. જો તમે પણ ખરતા વાળની સમસ્યાથી પરેશાન છો તો તમે આ ઉપાય અજમાવી શકો છો.

ભીના વાળ પર લગાવો સરસિયુ.

સાંભળવામાં કદાચ અજીબ લાગશે પરંતુ ભીના વાળ પર સરસિયુ લગાવવું ખૂબ ફાયદાકારક રહે છે. તેનાથી વાળને મૂળથી પોષણ મળવાની સાથે ખરતા વાળ, ખોડો, ડ્રાયનેસ ની સમસ્યાથી રાહત મળશે. તેને અઠવાડિયામાં બે વખત લગાવો, સતત એક મહિના સુધી તેને લગાવવાથી તમને ફરક જોવા મળશે.

આ રીતે લગાવો.

તેને લગાવવા માટે એક બાઉલમાં સરસિયું લો હવે વાળ ધોયા બાદે તેને ભીના વાળ પર તેલને સ્કેલ્પથી લગાવતા આખા વાળ પર લગાવો. સ્કેલ્પને હળવા હાથે મસાજ કરો. પછી કાંસકાથી વાળ ઓળીને બાંધી લો. સાથે જ સવારે શેમ્પુ કરી લો.

નવશેકા સરસિયાના તેલથી કરો માલિશ.

તમે તેલને નવશેકુ ગરમ કરીને ઉપયોગ કરી શકો છો. નવશેકા તેલથી માથામાં મસાજ કરવાથી બ્લડ સર્કુલેશન સારુ થાય છે. તેનાથી વાળને પોષણ મળવાની સાથે તેનાથી જોડાયેલી સમસ્યાથી રાહત મળશે, સાથે જ આખા દિવસનો થાક દૂર થઇને મગજ શાંત રહે છે.

Leave a Reply

Your email address will not be published.