ટ્રક અથવા કોઈ મોટા વાહનની પાછળ લખેલ હોર્ન ઓકે પ્લીઝ માં ઓકે નો અર્થ શું થાય છે?

હોર્ન ઓકે પ્લીઝ, આ શબ્દ તમે પબ્લિક સાધનો પર જરૂર જોયા હશે જેમ કે ટ્રક, બસ, લોકલ ટેક્સી.

10 થી 20 વર્ષ પહેલા તમે જોયું હશે કે આટલા મોટા હાઇવે ન હતા અને સિંગલ રોડ હતા. તે સિંગલ રોડ પર એક બાજુ જવાનું અને બીજી બાજુ આવાનું હોય હોય છે. અત્યારે પણ તમે આવા ઘણી જગ્યાએ રોડ જોયા હશે.

હોર્ન ઓકે પ્લીઝનો અર્થ એ છે કે જો તમારે કોઈ ટ્રકને ઓવેરટેક કરવી હોય તો તમારે સૌથી પહેલા હોર્ન મારવો પડે તેથી આગળ વાળો ડ્રાઇવર સાવધાન થઈ જાય અને તમને આગળ વાળો ડ્રાઇવર જગ્યા આપીને આગળ જવા દે.

30 એપ્રિલ 2015એ મહારાષ્ટ્ર સરકારે આ હોર્ન ઓકે પ્લીઝની પ્રથા બંધ કરી દીધી.

તેનું કારણ હતું કે લોકો વગર કામનો હોર્ન વગાડે અને ધ્વનિ પ્રદૂષણ વધારે થાય. પણ હવે જો તમારે કોઈ ટ્રક કે અન્ય સાધનની ઓવેરટેક કરવી હોય તો તમે ડીપર ચાલુ કરીને આગળ વાળા ડ્રાઇવરને સાવધાન કરી શકો છો.

ડીપર એટલે તમારી હેડલાઇટ ખૂબ વધારે રોશની આપે છે અને આ ડીપર દ્વારા તમે દિવસમાં આગળ વાળા ડ્રાઇવરને સાવધાન કરી શકો છો. તમારા ડીપરની લાઇટ સામાન્ય લાઇટ કરતાં વધારે રોશની આપે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *