શારીરિક ભૂખ મટવા ના લોભામના મેસેજ વાંચીને બિલ્ડર લુટાયો, જુવો આ આકર્ષિત કિસ્સો …

ભુજના બિલ્ડરને આવેલા એક મેસેજમાં બૉડી મસાજ તેમજ સ્પાની ઓફરથી શરૂ કરીને મહિલાઓની શારીરિક ભૂખ સંતોષી રૂપિયા કમાવાના લોભામણા મેસેજ અને વાતચીત કરીને પાંચ માસના સમયગાળામાં રૂ. 43 લાખ પડાવી લેવાનો મામલો સપાટી પર આવ્યો છે. બિલ્ડરે સમગ્ર મામલે એ ડિવિઝન પોલીસમાં વિવિધ મોબાઇલ નંબર, ઈ-મેલ આઈડી અને બેન્ક એકાઉન્ટ ધરાવતા 20 જેટલા આરોપી વિરુદ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

જિતેન્દ્રકુમાર જયંતીલાલ સોરઠિયા નામના બિલ્ડરે નોંધાવેલી ફરિયાદ અનુસાર તેમની સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાતનો આ બનાવ . 14/7/2019થી સમયાંતરે પાંચ માસ દરમિયાન બન્યો હતો. મોબાઇલ ફોન પર આવેલા મેસેજમાં જણાવાયું હતું કે ‘આજની સ્પેશિયલ ઓફર ફુલ બૉડી મસાજ એન્ડ સ્પા. સ્પેશિયલ પ્રાઇસ. 1 મહિનાની મેમ્બરશિપ માટે હમણાં જ ફોન કરો.. શિવાની શાહ..’ફરિયાદી દ્વારા ફોન જોડવામાં આવતાં ગણેશ નામની વ્યક્તિએ વાત કરી હતી અને ફન ક્લબ નામની ડેટિંગ એન્ડ ફ્રેન્ડશિપ ક્લબ છે તેવું જણાવાયું હતું, જેમા ક્લબ દ્વારા બિઝનેસ વુમન જોડે તેમની મિટિંગ કરી આપવાની વાત કરી હતી.

વુમનને શારીરિક સંતોષ આપનાર યુવકોને તે મહિલાઓ સારું વળતર આપે છે એવી વાત પણ કરી હતી. જેથી જિતેન્દ્રે ક્લબમાં જોડાવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. જેમાં તેમને રૂ. 1600 ભરીને રજિસ્ટ્રેશન કરવા જણાવાયું હતું. ત્યારબાદ ફરિયાદીને અર્ચના શાહ નામની મહિલાના બેન્ક એકાઉન્ટ નંબર અને ફોન નંબરનો મેસેજ મોકલી દેવાયો હતો. નાણાં ભરાયા બાદ વડોદરા ફ્રેન્ડશિપ ક્લબનાં સંચાલક અનિકેત શાહનો ફોન આવ્યો હતો. અનિકેતે આઈડી પ્રૂફ અને બે ફોટો વોટ્સએપ પર મોકલી દેવા જણાવ્યું હતું.

બોક્સ એક સમયે જિતેન્દ્ર પ્રેક્ષાને મળવા માટે કેનેડા જવા તૈયાર થઈ ગયો હતો

પ્રેક્ષાનો ફોન અચાનક બંધ થઈ જતાં ક્લબના સંચાલકને વાત કરી હતી, ત્યારે તેણે જણાવ્યું હતું કે, પ્રેક્ષાનો પતિ યુ.એસ.ના અલાસ્કા ખાતે અવસાન પામ્યો છે. ત્યારબાદ જિતેન્દ્રે પ્રેક્ષાની ફ્રેન્ડ સંજનાનો સંપર્ક કર્યો હતો. તેણે જણાવ્યું હતું કે, બંને હાલ કેનેડા છે અને નવો બિઝનેસ શરૂ કરવા કેનેડા જવાના છે. સંજનાએ કેનેડામાં જિતેન્દ્ર જોડે પ્રેક્ષાની મુલાકાત કરાવી આપવાનું જણાવતા જિતેન્દ્ર કેનેડા જવા તૈયાર થઈ ગયો હતો. ચાર્ટર પ્લેનના બુકિંગના નામે વધુ 6.30 લાખ રૂપિયા પડાવી લેવાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *