સુરત: તાપી નદીમાં યુવકે લગાવી છલાંગ, Live વિડીયો આવ્યો સામે

સુરત શહેરના કામરેજ વિસ્તારમાં ગુરુવારે સાંજે એક યુવક તાપી નદીમાં પુલ પરથી કૂદી ગયો હતો. આ ઘટના ના 24 કલાક બાદ પણ યુવકની શોધ થઇ નથી અને તેની ઓળખ પણ થઇ શકી નથી. જો કે, હવે આ ઘટનાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જે બીજા પુલ પરથી પસાર થતા એક વ્યકિત એ રેકોર્ડ કર્યો હતો.

તાપી નદીમાં કૂદી રહેલા યુવકનો વીડિયો સામે આવ્યો છે, તે વીડિયોમાં જોઇ શકાય છે કે તેની પીઠ પર પણ બેગ લટકતી હતી. યુવક પહેલા પુલની રેલિંગ પાર કરે છે અને પછી સીધો નદીમાં કૂદી પડે છે.

જો કે આ દ્રશ્ય બીજા પુલ ઉપરથી પસાર થતા લોકોને જુએ છે, પરંતુ તેઓ દુર હોવાથી યુવકને બચાવી શકતા નથી. ફાયર બ્રિગેડની ટીમે મોડી સાંજ સુધી યુવકની શોધ કરી હતી. હજુ પણ સર્ચ ઓપરેશન ચાલુ છે, પરંતુ યુવક મળી આવ્યો નથી.

Leave a Reply

Your email address will not be published.