સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલા આ સ્વેટરને જોઈને લાગશે નવાઈ, કિંતમ અને ડિઝાઈન ચોંકાવનારી

સોશ્યલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે જ્યાં લોકો પોતાની કળાને વિકસાવવાની સાથે સાથે ક્યારેક એવો કમાલ કરી લે છે કે તેઓ અચાનક જ ચર્ચામાં આવી જાય છે. ખાસ કરીને અહીં કોઈ પણ ફેશન ટ્રેન્ડને લોકો સુધી પહોંચતા વાર લાગચી નથી. અહીં કોઈ ચીજને ફેશનેબલ માનીને સ્વીકારી લેવાય છે પણ સાથે જ અલગ જ દેખાતી ફેશન એવી ચર્ચામાં આવી જાય છે કે વાત જ ન પૂછો.

આવું જ કંઈક થયું છે એક સ્વેટરની સાથે. 2020 top listed bizarre fashion ફેશનમાં જગ્યા બનાવી લેનારું આ આઉટફિટ એક આર્મ વોર્મર સ્વેટર (Arm warmer sweater)છે. શિયાળાની સીઝન છે અને સાથે જ આ સમયે સોશ્યલ મીડિયામાં એક અનોખું સ્વેટર વાયરલ થઈ રહ્યું છે. કદાચ તમે તેને જોયું હશે.

આ સ્વેટર જોઈને તમને લાગશે કે આ સ્વેટર બનાવવાનો મતલબ શું અને તેને કોણે બનાવ્યું હશે. આટલું તો હજી ચલો માન્યામાં આવે પણ સાથે જ તેની કિંમત જાણીને તમે ચોંકી જશો. જી, હા આ સ્વેટરની કિંમત 1500 રૂપિયાની રાખવામાં આવી છે.

ફેશન બ્રાન્ડ ઝારાનું એક સ્વેટર સોશ્યલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યું છે. આ આઉટફિટને જોઈને તમે હેરાન રહો છો. તો તમને જણાવી દઈએ કે તમે વોર્મર ઠંડીથી બચાવનારું સ્વેટર છે. તેને ખભા પર પહેરી શકાય છે.

આ પ્રકારના પોશાક પહેલાં ડાંસર્સ પોતાના ક્લાસના સમયે શરીરને ગરમ રાખવા માટે પહેરતા હતા. પણ હવે એ વિન્ટર ટ્રેન્ડ બની રહ્યું છે. આને તમે સ્વેટરને બજલે મોજા પણ માની શકો છો. જેને તમે કાંડા અને પંજાને ગરમ રાખવા માટે ઉપયોગમાં લઈ શકો છો.

Leave a Reply

Your email address will not be published.