રાજ્યમાં હાડ થીજાવતી ઠંડીને લઈ અંબાલાલ પટેલે કરી મહત્વની આગાહી -જાણો જલ્દી…

હવામાન વિભાગ દ્વારા અવારનવાર આગાહી કરવામાં આવતી હોય છે. આની સાથે જ હવામાન વિભાગનાં નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવતી હોય છે. હાલમાં પણ આગાહીને લઈ આવા જ એક સમાચાર સામે આવી રહ્યાં છે. ગુજરાતમાં હાલમાં ઠંડીનો ચમકારાનો પ્રભાવ જોવા મળી રહ્યો છે. ઉત્તર ભારતમાં ઠંડીમાં જોરમાં વધારો થઈ ગયો છે.

સમગ્ર રાજ્યમાં મંગળવારનાં રોજ મહાનગરો એટલે કે, ગાંધીનગર, પોરબંદર, કેશોદ, ડીસા, નલિયા, ગિરનાર તથા કંડલા એરપોર્ટમાં લઘુતમ તાપમાન કુલ 8 ડિગ્રી કરતાં નીચું નોંધવામાં આવ્યું હતુ. આ સમયે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી રહી છે. એવી આગાહી કરવામાં આવી છે કે, નવા વર્ષની શરૂઆતથી લઈને ઉત્તરાયણનાં તહેવાર સુધીમાં કડકડતી ઠંડી પડશે તથા કમોસમી વરસાદ પણ વરસશે.

ઉત્તરાયણનો દિવસ ગુજરાતીઓ માટે ઠંડોગાર સાબિત થશે :
હવામાનનાં નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, વર્ષ 2021ની શરૂઆત ઠંડી તથા કમોસમી વરસાદથી થશે. સમગ્ર રાજ્યમાં ઉત્તરાયણનાં તહેવાર સુધીમાં ઠંડીનો ચમકારો તથા કમોસમી વરસાદ થવાની સંભાવના રહેલી છે.

ઉત્તરાયણનો દિવસ ગુજરાતીઓ માટે ઠંડોગાર સાબિત થશે. આની સાથે જ નવા વર્ષની શરૂઆતમાં ઉત્તર ગુજરાતમાં કડકડતી ઠંડી પડશે તેમજ નલિયામાં કોલ્ડવેવ યથાવત રહેશે. આની ઉપરાંત જૂનાગઢ, અમરેલી, રાજકોટ સહિત કેટલાંક વિસ્તારો ઠંડાગાર સાબિત થશે.

હવામાન વિભાગની આગાહી :
હવામાન વિભાગની આગાહી મુજબ, 30-31 ડિસેમ્બર એમ 2 દિવસ દરમિયાન સૌરાષ્ટ્રમાં આવેલ પોરબંદર, જૂનાગઢ, ભાવનગર, ગીર સોમનાથ, રાજકોટ તથા કચ્છમાં કોલ્ડવેવની પરિસ્થિતિ સર્જાશે. આની ઉપરાંત ઉત્તર ગુજરાતમાં આવેલ બનાસકાંઠા, સાબરકાંઠા તથા ગાંધીનગરમાં કોલ્ડવેવની પરિસ્થિતિ રહેશે. જેમાં સૌથી વધારે ઠંડી કચ્છ અને સૌરાષ્ટ્રના પોરબંદરમાં પડશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published.