વાહનચાલકો માટે સારા સમાચાર : હવે ડ્રાઇવિંગ ટેસ્ટ આપ્યા વગર મળી શકશે ડ્રાઇવિંગ લાઇસન્સ

વાહનચાલકો માટે સારા સમાચાર આવ્યાં છે. હવે લર્નિગ ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે લાંબો સમય રાહ જોવામાંથી છૂટકારો મળી જશે. આ માટે કેન્દ્રિય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે તેના માટે ડ્રાફ્ટ જાહેર કરીને લોકોના મંતવ્યો માંગ્યા છે.સરકાર ઈચ્છે છે કે, ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવાનાં નિયમો સરળ બનાવવામાં આવે. સરકારે જે ડ્રાફ્ટ નોટિફિકેશન જાહેર કર્યું છે, તે લાગુ થયા બાદ નવું ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવાની ઈચ્છા રાખનાર માટે ખૂબ સરળતા થઈ જશે. જેનાંથી એપ્લિકેશન કરનારને ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની ઝંઝટમાંથી છૂટકારો મળી જશે.

અગાઉ ડ્રાઇવિંગ લાઈસન્સ માટે અત્યારસુધી લોકોને આરટીઓના ધક્કા લગાવવા પડતા હતા, જેથી સરકારે ઓનલાઇન એપોઇન્ટમેન્ટ લઈને ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની પ્રક્રિયા શરૂ કરી હતી. પરંતુ કોરોના મહામારીને કારણે કામકાજ ઠપ્પ થયાં હતાં. સિમિત લોકોને ટેસ્ટ માટે બોલાવવામાં આવ્યાં છે.

Leave a Reply

Your email address will not be published.