
સંજય લીલા ભણસાલીની ફિલ્મ ગંગુબાઇ કાઠિયાવાડી ને લઇ લાંબા સમયથી ચર્ચા હતી. ફિલ્મમાં આલિયા ભટ્ટ (Alia Bhatt) આ ફિલ્મમાં લીડ રોલમાં છે. તે ગંગુબાઇ કાઠિયાવાડીનું પાત્ર નિભાવી રહી છે. ફિલ્મનું ટીઝર રીલીઝ થઇ ચૂકયું છે. મુવીમાં આલિયાના રોલની ખૂબ જ ચર્ચા છે. એવામાં આવો જાણીએ આખરે કોણ હતી ગંગુબાઇ કાઠિયાવાડી….
કોણ હતી ગંગુબાઇ કાઠિયાવાડી?
રિપોર્ટના મતે ગંગુબાઇ ગુજરાતના કાઠિયાવાડની રહેવાસી હતી અને આથી જ તેનું નામ ગંગુબાઇ કાઠિયાવાડી પડ્યું હતું. તેનું અસલીનામ ગંગા હરજીવનદાસ કાઠિયાવાડી હતું. ગંગુબાઇનું જીવન ફિલ્મની વાર્તા કરતાં ઓછું રહ્યું નથી.
View this post on Instagram
ગંગુબાઇને 16 વર્ષની ઉંમરમાં પ્રેમ થઇ ગયો હતો. તે પોતાના પિતાના એકાઉન્ટન્ટને પ્રેમ કરવા લાગી હતી. તે એ છોકરા સાથે લગ્ન કરી મુંબઇ ભાગી ગઇ હતી. ગંગુબાઇ હંમેશાથી અભિનેત્રી બનવા માંગતી હતી. આશા પારેખ અને હેમા માલિની જેવી અભિનેત્રીઓની મોટી ફેન હતી. પરંતુ તેના નસીબે સાથે આપ્યો નહીં. તેનો પતિ દગાખોર નીકળ્યો અને તેને ગંગુબાઇને મુંબઇના કમાઠીપુરાના રેડ લાઇટ વિસ્તારમાં આવેલા એક કોઠામાં 500 રૂપિયામાં વેચી દીધી.
કરીમ લાલાની રાખી બહેન હતી ગંગુબાઇ
View this post on Instagram
હુસૈન જૈદીના પુસ્તક પ્રમાણે માફિયા ડોન કરીમ લાલાની ગેંગના એક આદમીએ ગંગુબાઇ પર બળાત્કાર કર્યો હતો. ત્યારબાદ ગંગુબાઇએ કરીમ લાલા સાથે મુલાકાત કરી હતી અને તેની પાસે ન્યાય માંગ્યો હતો. એટલું જ નહીં ગંગુબાઇએ કરીમ લાલાને પોતાનો ભાઇ પણ બનાવી લીધો હતો. આગળ જતાં તેઓ મુંબઇની સૌથી મોટી ફિમેલ ડોનમાંથી એક બની.
આપને જણાવી દઇએ કે ગંગુબાઇ મુંબઇના કમાઠીપુરા રેડ લાઇટ વિસ્તારમાં કેટલાંય કોઠા પણ ચલાવતી હતી. આ બિઝનેસમાં ગંગુબાઇ પોતાની સાથી મહિલાઓની મદદ પણ કરતી હતી. કહેવાય છે કે કોઇપણ છોકરીની મરજી વગર ગંગુબાઇ તેને પોતાના કોઠા પર રાખતી નહોતી. તેણે પોતાના પાવરનો ઉપયોગ રેડલાઇટની મહિલાઓને અધિકાર અપાવવા અને સશક્ત કરવામાં કર્યો હતો.
આપને જણાવી દઇએ કે ગંગુબાઇ કાઠિયાવાડીની વાર્તા પુસ્તક ‘ધ માફિયા ક્વીન ઓફ મુંબઇ’ પર આધારિત છે. આ પુસ્તક હુસૈન જૈદીએ લખ્યું છે.