હિના બાદ Twitter પર શ્વેતા Trending: પર્સનલ વાતો થઈ વાયરલ, દુનિયાના ખૂણે ખૂણે પહોંચ્યું પ્રેમ પ્રકરણ

સોશિયલ મીડિયા પર ક્યારે શું વાયરલ થઈ જાય, કંઈ ખબર નથી પડતી. આજે ટ્વિટરના ટ્રેંડમાં શ્વેતા નામની યુવતી છે. એટલુ જ નહીં શ્વેતાના ટ્રેંડમાં આવવાનું કારણ ખૂબ જ રસપ્રદ છે.

હકીકતમાં શ્વેતા એક ઝૂમ મીટિંગમાં 111 લોકોની સાથે જોડાઈ હતી અને આ દરમિયાન તે કોઈ અફેયર વિશે પોતાના મિત્ર સાથે વાત કરવા લાગી હતી. એક બાજૂ તે અફેયર વિશે તમામ પ્રકારની વાતો કરી રહી હતી. બસ પછી તો શું છે, શ્વેતાની આ વાતચીતનો ઓડિયો સોશિયલ મીડિયા પર તરવા લાગ્યો હતો અને લોકો તેના જબરદસ્ત મિમ્સ બનાવી રહ્યા છે. તો આવો જાણીએ શું છે આ સમગ્ર મામલો.

ZOOM મીટિંગ દરમિયાન શ્વેતા પોતાની એક ફ્રેન્ડ સાથે અન્ય કોઈ રિલેશનશિપ વિશે વાત કરી રહી હતી. એટલુ જ નહીં શ્વેતાએ જણાવ્યુ હતું કે, કેવી રીતે તે યુવક બીજી યુવતી સાથે નજીક આવી રહ્યો હતો. આ દરમિયાન શ્વેતા વાત કરતા સંભળાય છે કે, તે છોકરો જાણતો હતો કે, કેવી રીતે તેનો ઉપયોગ કરી રહ્યો છે. તેમ છતાં પણ તે ખૂબ જ આકર્ષક લાગતો હતો. શ્વેતાની આ સિક્રેટ વાતો મીટિંગમાં હાજર રહેલા 111 લોકો સુધી પહોંચી ગઈ હતી. અને હવે તો ઈન્ટરનેટ પર આ ઓડિયો વીડિયો વાયરલ થતાં સમગ્ર દુનિયામાં શ્વેતાની વાતો પહોંચી ગઈ છે. ઈન્ટરનેટ પણ કમાલ કરે છે હો !

વાયરલ થઈ રહેલા ઝૂમ મીટિંગના ઑડિયોમાં લોકો કહેતા જોવા મળે છે કે શ્વેતા તમારું માઇક ઑન છે અથવા તમે તમારું માઇક બંધ કરી દો. પરંતુ આ બધી બાબતોથી અજાણ શ્વેતા તે સિક્રેટને સતત સંભળાવી રહી છે. ત્યારે મીટિંગમાં એક વ્યક્તિ કહે છે, શ્વેતા, આ વાર્તા હવે 111 લોકો સુધી પહોંચી ગઈ છે. આ દરમિયાન ઘણા લોકોએ એમ પણ કહ્યું હતું કે શ્વેતાને ફોન કરો જેથી તે માઇક બંધ કરી શકે. વાતચીત દરમિયાન શ્વેતા કહે છે કે તે છોકરાએ મને તે બધી વાતો કહી હતી જે તેણે તેના બેસ્ટ ફ્રેન્ડને પણ નથી કહી. ત્યારે એક વ્યક્તિ કહે છે કે હવે 111 લોકોને જાણ થઈ ગઇ છે.

Leave a Reply

Your email address will not be published.