IPL Auction 2021: શાહરુખ ખાનની થઈ નીલામી, પ્રીતિ ઝિંટાએ 5.25 કરોડમાં ખરીદ્યો

ઇન્ડિયન પ્રીમિયર લીગ 2021 (IPL 2021) સીઝન માટે ગુરૂવારના ચેન્નઈ (Chennai)માં ખેલાડીઓની નીલામીમાં કિંગ્સ પંજાબે (Kings Punjab) તમિલનાડુના બેટ્સમેન શાહરુખ ખાન (Shahrukh Khan)ને 5.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. શાહરુખની બેઝ પ્રાઇઝ 20 લાખ રૂપિયા હતી અને રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર તથા દિલ્હી કેપિટલ્સની વચ્ચે તેને ખરીદવા માટે હોડ લાગી. દિલ્હી કેપિટલ્સે તેના માટે એક કરોડ રૂપિયા સુધી બોલી લગાવી. ત્યારબાદ દિલ્હી કેપિટલ્સ બે કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ, પરંતુ બેંગ્લોરે જેવા 20 લાખ રૂપિયા વધાર્યા, ત્યારે કિંગ પંજાબે પણ 2.40 કરોડની બોલી લગાવી દીધી.

સચિન બેબીને રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 20 લાખમાં ખરીદ્યો

ત્યારબાદ બેંગ્લોર ત્રણ કરોડ સુધી પહોંચી ગયું. શાહરુખ માટે કિંમત વધતી ગઈ અને પંજાબ તેને પોતાની સાથે જોડવા માટે 4 કરોડ રૂપિયા સુધી ગયું. પંજાબ કિંગ્સે ત્યારબાદ 5.25 કરોડ રૂપિયાની મોટી બોલી લગાવી અને તેને ખરીદી લીધી. ત્યારબાદ પંજાબ કિંગ્સની સહ માલિક પ્રીતિ ઝિંટા ઘણી જ ખુશ જોવા મળી. બેટ્સમેન સચિન બેબીને રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરે તેની બેઝ પ્રાઇઝ પર ખરીદ્યો છે. તેની બેઝ પ્રાઇઝ 20 લાખ રૂપિયા હતા.

વિષ્ણુ સોલંકી સહિત આ ખેલાડીઓ રહ્યા અનસોલ્ડ

આ ઉપરાંત રજત પાટિદારને પણ બેંગ્લોરે આટલી જ કિંમતમાં ખરીદ્યો છે. રિપલ પટેલને દિલ્હીએ 20 લાખ રૂપિયામાં ખરીદ્યો છે. તેના પહેલા ભારતીય બેટ્સમેન હિમાંશુ રાણા 20 લાખ રૂપિયાની બેઝ પ્રાઇઝ પર પણ અનસોલ્ડ રહ્યો. તો ગૌતમ રાહુલ સિંહ, હિંમત સિંહ, વિષ્ણુ સોલંકી, અતીત સેઠ પણ અનસોલ્ડ રહ્યા.

Leave a Reply

Your email address will not be published.