માત્ર 100 રૂપિયાને લીધે 10 મિનિટમાં ટૂટી ગયા લગ્ન, દુલ્હન પણ દંગ બધા જાનૈયાઓ પરેશાન, આવું કેમ થયું?

આપની દુનિયામાં રોજ કોઈને કોઈ અજીબો ગરીબ ઘટનાઓ થતી રહે છે, જેના વિષે આપણે જાણીએ તો આપણને ઘણું આશ્ચર્ય થાય છે. ઘણી વાર કોઈના લગ્ન છોકરીના શરીર પર રહેલા નાના એવા ડાઘને કારણે તૂટી થાય છે. તો ઘણી વાર દહેજને કારણે લગ્ન ટૂટી જતા હોય છે. પણ આજે અમે જે કિસ્સો લઈને આવ્યા છીએ, એ 100 રૂપિયાને કારણે ટૂટી ગયા. તમને આ વાત પર વિશ્વાસ નહિ થતો હોય, તો ચાલો તમને વિસ્તારથી જણાવીએ.

તેવી જ એક ઘટના ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લાના ટીપી નગરમાં થઇ છે. અહીંયા વરરાજાના પિતાએ એવી કંજુસી દેખાડી કે લગ્ન થવાના થોડા સમય પછી જ ટૂટી ગયા. જે પણ વ્યક્તિએ આ ઘટનાને પોતાની આંખે જોઈ છે, તે બધા દંગ રહી ગયા. લગ્ન તુંટવાનું મુખ્ય કારણ 100 રૂપિયાની નોટ હતી. જેને વરરાજાના પિતાએ લગ્ન થયા પછી લગ્ન કરવવા વાળા પંડિતને આપી હતી.

આ લગ્નમાં 100 રૂપિયાનો વિવાદ ત્યારે થયો, જયારે લગ્નની વિધિ પૂરી થયા પછી વરરાજાના પિતાએ લગ્ન સંપન્ન કરવા વાળા પંડિતને દક્ષિણામાં માત્ર 100 રૂપિયાની નોટ આપી. જેને પંડિતે પોતાનું અપમાન જણાવતા તે નોટ સ્વીકાર ન કરી. હવે સ્વાભાવિક છે કે 100 રૂપિયામાં તો કોઈ પંડિત લગ્ન તો ન કરાવે.

એવામાં પંડિતે 100 રૂપિયા લેવાની ના પડ્યા પછી 2100 રૂપિયાની માંગ કરી. જેને છોકરાના પિતાએ આપવાની ના પાડી દીધી. ત્યારબાદ જોતા જોતામાં આ બાબત તકરારમાં ફેરવાઈ ગઈ, અને છોકરીના પિતાએ પોતાના ખિસા માંથી 2100 રૂપિયા આપીને વાત જતી કરાવી. છોકરીના પિતાએ પંડિતને પૈસા આપી દીધા. પરંતુ વરરાજાના પિતાની કંજુસીને લઈને લોકો વાત કરવાં લાગ્યા. જેનાથી વરરાજાના કંજૂસ પિતાને પોતાનું અપમાન થયું એવું લાગ્યું. અને તે પોતાના સંબંધીઓ જોડે જઈને રડવા લાગ્યા.

ત્યારબાદ પોતાના પિતાના અપમાનથી દુઃખી થયેલો છોકરો, પોતાની પાસે બેઠેલી પત્નીને પણ ખુબ ખરાબ સંભળાવવા લાગ્યો. અને છોકરી પક્ષના લોકો સાથે હાથાપાઈ કરવા લાગ્યો. જેનાથી કિસ્સો વધુ બગડી ગયો અને પોલીસ પાસે ગયો. લગ્નમાં રહેલ બંને પક્ષોએ લગ્ન વાળા પરિવારને સમજાવવાનો ખુબ પ્રયત્ન કર્યો. પણ મામલો જામ્યો નહિ અને 100 રૂપિયાના ચક્કરમાં લગ્ન 10 મિનિટમાં તુંટી ગયા. બોલો આવું પણ થાય છે દુનિયામાં. આવી કંજુસી દેખાડીને કોણ મેડલ મેળવી લેતું હશે ભાઈ.

 

Leave a Reply

Your email address will not be published.