આ સુંદર યુવતી જોડે ગોપાલ ઇટાલિયા શું કરે છે જુવો ..

પાટીદાર અનામત આંદોલનમાં સભાઓ ગજવતા ગોપાલ ઇટાલિયા હવે ગુજરાતી ફિલ્મોમાં પણ જોવા મળશે અને આગામી દિવસોમાં તેમના દ્વારા અભિનીત ફિલ્મ ‘બેફામ’ થિયેટર્સમાં રજૂ થવાની છે. જેના પ્રમોશનના શૂટિંગ માટે ગોપાલ ઇટાલિયા હાલોલ પહોંચ્યા છે.

નીતિન પટેલને દા-રુબંધી અને ફિક્સ પે અંગેનો ફોન કરવા તથા ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા પર વિધાનસભા સંકુલમાં જૂતુ ફેંકવાથી ચર્ચામાં આવેલા અને ત્યાર બાદ પાટીદાર અનામત આંદોલનમાં તર્કબદ્ધ રીતે પોતાની રજૂઆતો સભાઓ અને મીડિયા સમક્ષ રજૂ કરનાર ગોપાલ ઇટાલિયા હવે ગુજરાતી ફિલ્મોમાં નજરે પડશે.

ગોપાલ ઇટાલિયાએ આજે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ મુકી છે જેમાં તેઓ એક યુવતી સાથે નજરે પડે છે. તે યુવતીઓ બીજુ કોઈ નહીં પણ તેમની આગામી રજૂ થનારી ફિલ્મ ‘બેફામ’ ની અભિનેત્રી છે. આ અભિનેત્રીનું નામ સુનયના સોલંકી છે અને તે મુંબઇમાં રહે છે.

‘બેફામ’ ફિલ્મના પ્રમોશનના શૂટિંગ માટે ગોપાલ ઇટાલિયા પંચમહાલના હાલોલમાં આવેલ લકી સ્ટુડિયામાં પહોંચ્યા હતાં. જ્યાં અભિનેત્રી સુનયના સાથે તેમણે શૂટિંગ કર્યું હતું. ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું છે કે આગામી ફેબ્રુઆરી મહિનામાં ફિલ્મ ‘બેફામ’ રિલિઝ થશે.

ફિલ્મના ટ્રેલરમાં એક ખાસ વાત એ છે કે તેમાં ગોપાલ ઇટાલિયા એક વ્યક્તિને જૂતુ મારતા દેખાય છે તથા તેમના લગ્ન પણ થતાં હોવાના દ્રશ્યો છે. આ ફિલ્મમાં કોલેજિયન યુવકો દ્વારા ફોન કોલ કરી અન્ય લોકો સાથે મસ્તી અથવા તો હેરાનગતી કરવામાં આવતી હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યાં છે. આમ કુલ મળીને યુવાનો પર ફોકસ કરીને આ ફિલ્મ બનાવવામાં આવી હોય તેમ લાગી રહ્યું છે.

હવે જોવુ રહ્યું કે બે વખત સરકારી નોકરી છોડી પાટીદાર અનામત આંદોલનમાં જોડાયેલ ગોપાલ ઇટાલિયાને આ ફિલ્મ કઇ નવી રાહ પર લઇ જાય છે.

Leave a Reply

Your email address will not be published.