કોરોનાથી પુત્રનું મો-ત થતાં સાસુએ કરાવ્યા વહુના લગ્ન, દીકરીની જેમ આપી વિદાઈ, સૌકોઈ જોતા રહી ગયા

આપણા સમાજમાં જ્યારે સાસુ-વહુના સંબંધોની વાત કરવામાં આવે ત્યારે ઝઘડા અને કલેશનો જ વિચાર આવે છે. સાસુ હંમેશા વહુનું ખરાબ બોલ અને વહુ હંમેશા સાસુનું. પણ કદાચ હવે એવું રહ્યું નથી. હવે આપણો દેશ બદલાઈ રહ્યો છો. કારણ કે હજુ એક વર્ષ પહેલા જ જેને વહુ બનાવીને ઘરમાં કંકુ પગલા કર્યા હતા આજે તે જ વહુને દીકરી બનાવીને સાસરી વળાવી છે. સાસુએ એ જ રીતે વહુના લગ્ન કરાવ્યા જે રીતે એક માતા પોતાની દીકરીના લગ્ન કરાવે છે. આ અનોખા લગ્ન નવસારીમાં થયાં છે. આમ નવસારીમાં સાસુ-વહુના સંબંધનો એક અનોખો દાખલો સામે આવ્યો છે.

સંસાર માટે ઉત્તમ ઉદાહરણ સમાન કિસ્સો છે

એક સમય એવો હતો કે અમુક ઉંમર વટાવ્યા બાદ જો કોઈ પરિણીત મહિલા કે પુરુષનું મૃત્યુ થાય તો તેમને આખું જીવન વિધુર કે વિધવા તરીકે ગુજારવું પડે છે. પણ આજે જે કિસ્સો સામે આવ્યો છે તે સંસાર માટે ઉત્તમ ઉદાહરણ સમાન છે. નવસારીમાં અનાવિલ પરિવારમાં 3 વર્ષ પહેલાં વિધુર બનેલા વિકેનભાઇ અને ગત વર્ષે જ વિધવા થયેલાં દીપ્તિબેનના મનમેળાપ કરાવી શિવરાત્રિના દિવસે જ બંને લગ્નગ્રંથીથી જોડાઈ ગયા હતા. આ ઘટનામાં સાળાએ બનેલીને અને સાસુએ વહુને એક નવું જીવન આપ્યું છે.

વિધવા વહુ બ્યુટીપાર્લર ચલાવતી હતી

મળતી માહિતી અનુસાર મૂળ તલિયારાના અને હાલ વલસાડ રહેતા વિકેનભાઇ નાયકનાં પત્નીનું ત્રણ વર્ષ પહેલા નિધન થયું હતું. જ્યારે નવસારીમાં રહેતા દીપ્તિબેન દેસાઇના પતિનું ગત વર્ષે જે કોરોનાના કારણે મોત થયું હતું. આમ આ નાયક પરિવારમાં વિવેકભાઈ અને દેસાઈ પરિવારમાં દીપ્તિબેન એકલવાયું જીવન જીવતા હતા. જેમાંથી પરિવારના લોકોએ મુક્તિ આપી બંનેના લગ્ન કરાવી દીધા છે. વિકેનભાઇ કન્સ્ટ્રક્શનનો બિઝનેસ કરે છે અને દીપ્તિબેન બ્યૂટીપાર્લરનો વ્યવસાય કરે છે.

શિવરાત્રીના દિવસે બંનેના લગ્ન કરાવ્યાં

વિવેકભાઈને પરિવારના લોકો અવાર નવાર પાર્લરમાં આવતા હતા. તેને દિપ્તી પસંદી આવી જતાં તેઓએ દિપ્તીની પરિવારને વાત કરી હતી. દિપ્તીના પરિવારને વાત ગમતા બંનેના લગ્ન કરવવાનું નક્કી કર્યું હતું. જોકે શરૂઆતમાં દીપ્તિબેનને ફરી લગ્ન કરવાની ઈચ્છા ન હતી. જેથી સાસુ અને નણંદે દીપ્તિની સમજાવી હતી. જે બાદ તે માની જતા શિવરાત્રિના દિવસે તેમના લગ્ન કરાવામાં આવ્યાં હતાં.

સાસુમાં વહુને વિદાય આપતા સમયે ખુબ ભાવૂક થયા

દીપ્તિબેનનાં સાસુએ તેમના દીકરીની જેમ લગ્ન કરાવ્યા હતા અને વિદાય વેળાએ તે ખુબ રડી રહ્યાં હતા. વિકેનભાઇ નાયકનો એક પુત્ર પણ છે. જે ઓસ્ટ્રેલિયા છે અને તેણે પણ અનોખા લગ્ન ઓનલાઇન નિહાળ્યા હતાં. વિકેનભાઇ અને દીપ્તિબેનના લગ્નએ તમામ સમાજને એક નવું ઉદાહરણ આપ્યું છે.

Leave a Reply

Your email address will not be published.