
સામાન્ય રીતે લોકો એવું માને છે કે પતિ-પત્નીને એક સાથે એક જ થાળીમાં ભોજન કરે છે તો તેમની વચ્ચે પ્રેમ વધે છે. આજકાલનાં સમયમાં ઘણી વખત એવું બને છે કે પ્રેમ દર્શાવવા માટે મોટાભાગના પતિ-પત્ની એક જ થાળીમાં ભોજન કરવાનું પસંદ કરે છે. પરંતુ શું પતિ-પત્નીનું એક થાળીમાં ભોજન કરવું ફાયદાકારક છે કે નુકસાનકારક તેના વિશે તમે જાણો છો? વ્યવહારિક દ્રષ્ટિકોણથી તમે ગમે તે વિચારો પરંતુ મહાભારત આ વિષયમાં કંઈક અલગ જ કહે છે. તો ચાલો જાણીએ કે મહાભારત અનુસાર પતિ-પત્નીનું એક જ થાળીમાં ભોજન કરવું ફાયદાકારક છે કે નહીં.
પાંડવ પણ લેતા હતા ભીષ્મ પિતામહ પાસે જ્ઞાન
મહાભારતનાં યુદ્ધ બાદ યુધિષ્ઠિરે પોતાના ભાઇઓ સહિત બાણશૈયા પર રહેલા ભીષ્મ પિતામહ પાસે જ્ઞાનની પ્રાપ્તિ માટે પહોંચ્યા હતા. યુધિષ્ઠિરે પિતામહ પાસેથી સારુ રાજકારણ કેવી રીતે કરવામાં આવે અને રાજ્યની પ્રગતિ કેવી રીતે થાય તે થાય તેના વિશે જ્ઞાન મેળવતા હતા. બાણશૈયા પર રહેલા ભીષ્મ પિતામહ તેમને ઘણી ચીજો વિશે જ્ઞાન આપતા હતા અને તે જ્ઞાનથી તેઓ પોતાની આસપાસના લોકોની સમજને વધારતા હતા. ભીષ્મ પિતામહ તેની સાથે જ ભોજન વિશે પણ જણાવતા હતા કે કઈ પ્રકારની થાળી હોવી જોઈએ અને કોની સાથે ભોજન કરવું જોઈએ, જેનાથી વ્યક્તિનાં જ્ઞાનમાં વધારો થાય.
આવું ભોજન ગ્રહણ કરવું નહીં
ભીષ્મ પિતામહ જણાવે છે કે જો કોઈ વ્યક્તિ ભોજનની થાળીને ઓળંગીને જાય છે, તો તે ભોજન કરવાથી બચવું જોઇએ. કારણ કે તે ભોજન ગંદકી સમાન બની જાય છે. એવી થાળીમાં રહેલા ભોજનને ગ્રહણ કરવું જોઇએ નહીં. યોગ્ય રહેશે કે તે ભોજન જાનવરોને આપી દેવામાં આવે.
આવું ભોજન અમૃત સમાન છે
ભીષ્મ પિતામહ જણાવ્યું હતું કે ભાઈઓની સાથે હંમેશા ભોજન કરવું જોઇએ. આવા ભોજનની થાળી અમૃત સમાન માનવામાં આવી છે. આવા ભોજનથી પરિવારની પ્રગતિ થાય છે અને સ્વાસ્થ્ય તો સારું રહે છે સાથોસાથ લક્ષ્મીજી પણ ઘરમાં પ્રવેશ કરે છે. પાંડવ પણ હળીમળીને અને શેર કરીને એક સાથે ભોજન કરતા હતા, જેનાથી તે લોકોની વચ્ચે પ્રેમ હંમેશા જળવાયેલો રહ્યો અને ભગવાન વિષ્ણુએ સ્વયં તેમને યુદ્ધમાં વિજય અપાવવા માટે આવ્યા.
આ પ્રકારના ભોજનથી થાય છે ધનહાનિ
ભીષ્મ પિતામહે કહ્યું કે જો ભોજનની થાળીને કોઈનો પગ લાગી જાય અથવા ઠોકર લાગી જાય છે તો આવું ભોજન ખાવા યોગ્ય માનવામાં આવતું નથી. આવા ભોજનનો ગ્રહણ કરવાથી બચવું જોઇએ, નહીંતર દરિદ્રતાને આશંકા જળવાઈ રહે છે. વળી જમતા સમયે જો ભોજનમાંથી વાળ નીકળે છે તો આવું ભોજન પણ ખાવા યોગ્ય હોતો નથી. તે દૂષિત બની જાય છે. આવું ભોજન કરવાથી વ્યક્તિએ ધનની હાનિનો સામનો કરવો પડે છે.
આ કારણથી પત્નીએ એક સાથે ભોજન કરવું જોઇએ નહીં
ભીષ્મ પિતામહે અંતમાં જણાવ્યું હતું કે પતિ-પત્ની એક સાથે એક જ થાળીમાં ભોજન કરવું જોઇએ નહીં. તે ભોજન નશા સમાન હોય છે. કારણ કે પ્રેમ તમારા ઉપર વધારે હાવી થઈ જાય છે. જેના કારણે તમે દુનિયાથી બેખબર થઈ શકો છો અને પરિવારમાં લડાઈ ઝઘડા શરૂ થઈ જાય છે. કારણ કે પત્નીનો પ્રેમ જ તમારી નજરમાં સર્વોપરી થવા લાગે છે. સામાજિક જીવનમાં વ્યવહારિકતા ઓછી થઈ જાય છે. આ પ્રકારની વાતો મહાભારતનાં અનુશાસન પર્વમાં કહેવામાં આવી છે.