હવામાન વિભાગે કહ્યું, આ તારીખથી ગુજરાતમાં થશે ચોમાસાની શરૂઆત, શું વાવાઝોડાથી ચોમાસાની ગતિવિધિમાં ફેરફાર થવાની કોઇ સંભાવના છે?

ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાનું આગમન ક્યારે થાય તેની હવે આતુરતાપૂર્વક રાહ જોવાઇ રહી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે કેરળમાં આગામી ૨૭ મેથી ૨ જૂન વચ્ચે જ્યારે ગુજરાતમાં ૧૫થી ૨૦ જૂનની આસપાસ નૈઋત્યના ચોમાસાનું આગમન થઇ શકે છે.

હવામાન વિભાગે કહ્યું, આ તારીખથી ગુજરાતમાં થશે ચોમાસાની શરૂઆત, જાણો આ વર્ષે કેવુ રહેશે ચોમાસું ? 1ગત વર્ષે ગુજરાતમાં ૨૧ જૂનથી ચોમાસાનો પ્રારંભ થયો હતો. પરંતુ ગત વર્ષની સરખામણીએ આ વખતે ચોમાસું થોડા દિવસ વહેલું શરૂ થઇ શકે છે. ગત વર્ષે ચોમાસાની સિઝન દરમિયાન સરેરાશ ૪૪.૭૭ ઈંચ વરસાદ નોંધાયો હતો.હવામાન વિભાગે કહ્યું, આ તારીખથી ગુજરાતમાં થશે ચોમાસાની શરૂઆત, જાણો આ વર્ષે કેવુ રહેશે ચોમાસું ? 2હવામાન વિભાગે જણાવ્યું છે કે, ‘નૈઋત્યના ચોમાસાએ દક્ષિણ આંદમાન સમુદ્ર અને તેને સંલગ્ન દક્ષિણપૂર્વ બંગાળની ખાડીમાં આગેકૂચ કરવાનું શરૃ કરી દીધું છે. આગામી ૨૭ મે થી ૨ જૂન દરમિયાન નૈઋત્યના ચોમાસાનો કેરળમાં પ્રારંભ થઇ શકે છે.

આંદમાનના સમુદ્ર અને તેને સંલગ્ન પૂર્વ મધ્ય બંગાળની ખાડીમાં લો પ્રેશર ૨૨ મેથી સર્જાવવાનું શરૃ કરશે. તે ૨૪ મેથી સાયક્લોનિક સ્ટ્રોમમાં પરિવર્તિત ફેરવાઇ શકે છે.હવામાન વિભાગે કહ્યું, આ તારીખથી ગુજરાતમાં થશે ચોમાસાની શરૂઆત, જાણો આ વર્ષે કેવુ રહેશે ચોમાસું ? 3આગામી ૨૬ મે સવાર સુધીમાં તે ઉત્તરપશ્ચિમ દિશાથી ઓડિશા-પશ્ચિમ બંગાળ પાસે પહોંચી શકે છે. સાનુકૂળ વાતાવરણને પગલે નૈઋત્યનું ચોમાસું અગાઉની ધારણા કરતાં વહેલું આગમન કરી શકે છે. ‘

સમગ્ર દેશમાં આ વખતે ચોમાસું સાધારણ રહેવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં છેલ્લા બે વર્ષથી નોંધપાત્ર વરસાદ પડી રહ્યો છે. ૨૦૧૯માં ૪૬.૯૫ ઈંચ સાથે મોસમનો ૧૪૬.૧૭% જ્યારે ૨૦૨૦માં ૪૪.૭૭ ઈંચ સાથે મોસમનો ૧૩૬.૮૫% વરસાદ નોંધાયો હતો.હવામાન વિભાગે કહ્યું, આ તારીખથી ગુજરાતમાં થશે ચોમાસાની શરૂઆત, જાણો આ વર્ષે કેવુ રહેશે ચોમાસું ? 4ગત વર્ષે ગુજરાતમાંથી કચ્છમાં ૪૫.૭૪ ઈંચ સાથે મોસમનો ૨૮૨.૦૮%, ઉત્તર ગુજરાતમાં ૩૨.૫૫ ઈંચ સાથે મોસમનો ૧૧૫.૦૬%, પૂર્વ મધ્ય ગુજરાતમાં ૩૨ ઈંચ સાથે મોસમનો ૯૯.૨૭%, સૌરાષ્ટ્રમાં ૪૯.૨૧ ઈંચ સાથે મોસમનો ૧૮૪.૬૩%, દક્ષિણ ગુજરાતમાં ૬૮.૧૧ ઈંચ સાથે મોસમનો ૧૧૯.૫૬% વરસાદ નોંધાયો હતો.

ગુજરાતમાં તાજેતરમાં ટૌટે વાવાઝોડું આવ્યું હતું. જાણકારોના મતે ટૌટે વાવાઝોડાથી ચોમાસાની ગતિવિધિમાં ફેરફાર થવાની કોઇ સંભાવના નથી.

વર્ષ : વરસાદ : સરેરાશ

૨૦૧૬ : ૨૮.૬૧ : ૯૧.૧૭%

૨૦૧૭ : ૩૫.૭૭ : ૧૧૨.૧૮%

૨૦૧૮ : ૨૫.૧૦ : ૭૬.૭૩%

૨૦૧૯ : ૪૬.૯૫ : ૧૪૬.૧૭%

૨૦૨૦ : ૪૪.૭૭ : ૧૩૬.૮૫%

(* વરસાદના આંકડા ઈંચમાં.)

Leave a Reply

Your email address will not be published.