શું તારક મહેતાની સોનુ અને ગોગી વચ્ચે ચાલી રહ્યું છે ઇલુ ઇલુ ? સોનુની પોસ્ટમાં ખુલ્યું રહસ્ય

દર્શકોનો મનગમતો શો “તારક મહેતા કા ઉલ્ટા” ચશ્મા જેટલો પ્રખ્યાત છે એટલા જ આ શોના પાત્રો પણ દર્શકોને ખુબ જ પસંદ આવી રહ્યા છે. ત્યારે આ શોનું જ એક પાત્ર સોનુ પણ દર્શકો ખુબ જ પસંદ કરે છે.

પરંતુ હાલમાં સોનુ તેના સંબંધને લઈને ચર્ચામાં આવી છે. સોનુએ શેર કરેલી તસ્વીરની અંદર શોના જ એક પાત્ર ગોગીએ એવી કોમેન્ટ કરી કે લોકોને શંકા વધુ ઘેરાઈ અને તેમાં પણ સોનુએ આપેલા રિપ્લાયને જોઈને ચાહકો પણ હવે તેમના સંબંધો ઉપર મહોર મારી રહ્યા છે.

સોનુનું પાત્ર નિભાવી રહેલી અભિનેત્રી પલક સિંઘવાનીએ પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર એક તસવીર શેર કરી છે. જેની અંદર ગોગીનું પાત્ર નિભાવી રહેલા અભિનેતા સમય શાહે પણ કોમેન્ટ કરી છે. આ કોમેન્ટ જ હવે ચાહકોનું ધ્યાન ખેંચી રહી છે.

પલક ઇન્સ્ટાગ્રામને જ પોતાનો પરિવાર સાંજે છે. અને પોતાના ચાહકો અને ફોલોઅર્સ સાથે પણ એક પરિવારની જેમાં જ રહે છે. હાલમાં જ તેને બ્લેક એન્ડ વ્હાઇટ ચેક વાળા ટોપમાં અને ઓફ વ્હાઇટ પેન્ટમાં પોતાની એક તસ્વીર શેર કરી છે. જેના કેપશનમાં તેને લખ્યું છે કે “હાય, ઇન્સ્ટાગ્રામ ફેમેલી, કેવું ચાલી રહ્યું છે ?”

તો પલકની આ પોસ્ટના કોમેન્ટ સેક્શનમાં સમયે કિસ વાળું ઈમોજી પોસ્ટ કર્યું છે. ત્યારે પલકે પણ આ કોમેન્ટનો રીપ્લાય આપતા હાર્ટ વાળા ઈમોજી કોમેન્ટ કર્યા છે. જેના કારણે ચાહકોને એવું લાગી રહ્યું છે કે ગોગી અને સોનુ વચ્ચે ખરેખર ખીચડી રંધાઈ રહી છે.

પલક સિંધવાની ઇન્સ્ટાગ્રામ ઉપર ખુબ જ એક્ટિવ રહે છે. અને ચાહકો સાથે પણ જોડાયેલી રહે છે. ઇન્સ્ટાગ્રામ ઉપર તે પોતાની તસવીરો પોસ્ટ કરી અને ચાહકોને પણ ખુશ રાખતી રહે છે.

Leave a Reply

Your email address will not be published.