આ છે એવી જગ્યા કે સ્મશાનની રાખથી મનાવવામાં આવે છે હોળી,જેની પાછળનું કારણ જાણીને તમે પણ ચોકી જશો…

હિન્દુ ધર્મમાં દરેક તહેવારનો કોઈને કોઈ ઈતિહાસ હોય છે.તે ઉપરાંત લોકો સારી રીતે તહેવારો ઉજવતા પણ હોય છે.જયારે હોળીની વાત કરવામાં આવે તો હોળી રંગો,આંનદ ઉલ્લાસ અને પ્રેમનો તહેવાર ગણાય છે.ખાસ કરીને દેશમાં અલગ અલગ વિસ્તારોમાં જુદી જુદી રીતે હોળી મનાવામાં આવે છે.

પરંતુ આજે તમને એક એવા વિસ્તારની હોળી વિષે જણાવશું કે જ્યાં લોકો સ્મશાનની ભસ્મથી હોળી રમે છે.આ સમગ્ર તહેવારની ઉજવણી મોક્ષની નગરી કહેવાતા કાશીમાં આ રીતે મનાવામાં આવે છે.વારાણસીના મણિકર્ણિકા ઘાટ પર શિવ ભક્તો સ્મશાનની રાખથી હોળી રમે છે.ખાસ કરીને ફાગણની એકાદશીએ અંહી બાબા વિશ્વનાથની પાલકી નિકળે છે અને લોકો તેની સાથે રંગોનો તહેવાર મનાવે છે.

માન્યતા અનુશાર શંકર પોતાના આધેડ રૂપમાં સ્મશાન ઘાટ પર સળગતી ચિતાઓની વચ્ચે ચિતા-ભસ્મની હોળી રમે છે.ડમરુંનો અવાજ અને હર હર મહાદેવ શોરની સાથે એક બીજાને મણિકર્ણિકા ઘાટનું ભસ્મ લગાવે છે.એવું પણ માનવામાં આવે છે કે ભગવાન ભોળાનાથ બધાની મનોકામનાઓ પૂરી કરે છે.

કાશીમાં દરેક ઉત્સવ અલગ રીતે ઉજવણી કરવામાં આવે છે.પૌરાણિક માન્યતાઓ અનુસાર કાશીનાં મણિકર્ણિકા ઘાટ પર શિવએ મોક્ષ પ્રદાન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.કાશી દુનિયાની એક માત્ર એવી નગરી છે જ્યાં મનુષ્યનાં મૃત્યુને પણ શુભ માનવામાં આવે છે.એવી પણ માન્યતા છે કે રંગભરી એકાદશીના દિવસે માતા પાર્વતીના કરિયાવર પછી ભગવાન શિવ ભક્તોની સાથે હોળી રમે છે.

એટલાં માટે આગલા દિવસે બાબા મણિકર્ણિકા તીર્થ પર સ્નાન કરવા આવે છે અને પોતાના ભક્તો સાથે ભસ્મથી હોળી રમે છે.એવું પણ માનવામાં આવે છે કે આ સમશાન ભૂમિમાં લગ્ન થયા પછી લગ્ન જીવનમાં અનેક ખુશીઓ જોવા મળી શકે છે.સ્મશાન અને ચિતાને જુદી જુદી જોવાની પરંપરા છે.

આવીજ એક બીજી જગ્યા ભારતનું એક જ આવું સ્મશાન છે.કાશીના મણિકર્ણિકાનું સ્મશાન એ વાત માટે પ્રખ્યાત જ છે કે ત્યાં જેને અગ્નિસંસ્કાર આપવામાં આવે છે અને તેને સીધો મોક્ષ મળી જાય છે.ભારતનું એક જ આવું સ્મશાન છે કે,જ્યાં ચિતાની અગ્નિ ઠરતી જ નથી.અહીં સતત મૃતદેહ અગ્નિદાહ માટે આવ્યા જ કરતા હોય છે.પરંતુ ત્યાં મૃત્યુના માતમ નૃત્યની મસ્તીમાં બદલાઈ જાય તો આસાંભળીને ખુબ આશ્ચર્ય લાગશે.

સંગીત સાથે મહિલાઓ નૃત્ય.કરે છે.સ્મશાન એ જીવનનું છેલ્લું પગથિયું અને જીવનનું છેલ્લું સત્ય જ છે.આમ તો સામાન્ય રીતે દરેક સ્મશાનમાં ખૂબ જ ગમગીની અને દુઃખ ભર્યું અને એ સાથે જ સળગતી ચિતાનો અવાજ આવતો હોય તેવું વાતાવરણ હોય છે.પરંતુ કાશીમાં આવેલ મણિકર્ણિકા સ્મશાનનું વાતાવરણ આવું હોતું નથી.

અહીં રાત્રે પણ સંગીત સાથે મહિલાઓ નૃત્ય કરતી હોય છે.દુઃખનું વાતાવરણમાં પણ ઉલ્લાસનો માહોલ ભરી દે છે.તમને જણાવી દઈએ કે મહિલાઓ તે રાત્રે શા માટે ચિતા પાસે નૃત્ય કરતી હોય છે તેનું રોચક સત્ય.છે.ચૈત્ર નવરાત્રી અષ્ટમીના દિવસે.આ મહિલાઓ નૃત્ય કરતી હોય છે.ચિતા પાસે નૃત્ય કરતી મહિલાઓ બીજું કોઈ નહીં ત્યાંની સ્થાનિક એશિયા મહિલાઓ જ હોય છે.

પરંતુ આ મહિલાઓની જબરદસ્તી કે પછી પૈસા આપીને બોલાવવામાં આવતી નથી.પરંતુ કાશીના મણિકર્ણિકા સ્મશાન ઘાટ ઉપર મોક્ષ માટે મૃતદેહોને અગ્નિ આપવામાં આવે છે.તેની સાથે ત્યાની મહિલાઓ જીવતા મોક્ષ મેળવવા માટે આવી જાય છે.જેથી તેમને આવતા જન્મમાં સ્ત્રી ન બનવું પડે.

આવું કરવા પાછળ એક બીજી પણ જૂની પરંપરા છે.અહીં એવું માનવામાં આવે છે કે,અનેક વર્ષો પહેલાં એક રાજા દ્વારા બનાવેલ બાબા સ્મશાનના મંદિરમાં એક કાર્યક્રમ રજુ કરવા માટે તે સમયના પ્રખ્યાત નર્તકીઓને બોલાવવામાં આવી હતી.પરંતુ આ મંદિર સ્મશાનની વચ્ચે હોવાના કારણે આ ઉચ્ચ નર્તકીઓએ અહીં પોતાની કલા દર્શાવવા માટે ના પાડી દીધી હતી.રાજાએ આ નૃત્ય કરવા માટે એલાન કર્યું હતું.ત્યારથી આ પરંપરા ચાલવા લાગી હતી.

Leave a Reply

Your email address will not be published.