
બોલીવુડ સીતારાઓનું જીવન સામાન્ય લોકો કરતા અલગ હોય છે. આ સિતારાઓના જીવનમાં ક્યારે શું પરિવર્તન આવે તે કોઈ જાણતું નથી. બોલીવુડમાં અભિનેત્રીઓ પોતાના કરિયરને લઈને લગ્ન તથા બાળકોનો આનંદ માણી શકી નથી.
પરંતુ હવે સમય ની સાથે ફિલ્મ જગત અને બૉલીવુડ સિતારાઓ પણ બદલાઈ રહ્યા છે અને તેમના વિચારો પણ બદલાઈ રહ્યા છે. આજના સમયમાં અભિનેત્રીઓ પોતાની પ્રેગ્નેન્સીને લઈને સામે આવીને ખુલાસાઓ કરી દેતી હોય છે. આજે અમે તમને અમારા આ ખાસ લેખમાં એવી અભિનેત્રીઓ વિશે જાણવા જઈ રહ્યા છીએ કે જે લગ્ન વગર જ માતા બની હતું સાથે જ આજ સુધી લગ્ન પણ કર્યા નથી.
કલ્કી કોચલીન
બૉલીવુડ અભિનેત્રી કલ્કી આ વર્ષે ફેબ્રુઆરીમાં માતા બની છે. તેણે પોતાના ઇઝરાયલ ક્લાસિકલ પિયાનિસ્ટ બોયફ્રેન્ડ હર્ષબર્ગના બાળકને જન્મ આપ્યો છે. તે છેલ્લા ઘણા સમયથી ડેટ કરી રહ્યા છે. હવે આ કપલ એક દીકરીના માતા-પિતા બની ચુક્યા છે. જોકે આજ સુધી તેમણે લગ્ન કર્યા નથી.
ગેબ્રિએલા ડેમેટ્રીએડ્સ
અર્જુન રામપાલની ગર્લફ્રેન્ડ અને મોડેલ ગેબ્રિએલા ગયા વર્ષે એક દીકરાની માતા બની છે. હવે આ કપલનો દીકરો એક વર્ષનો થઇ ચુક્યો છે. તમને જણાવી દઈએ કે અર્જુન પોતાના 22 વર્ષ જુના લગ્નને પૂર્ણ કરી ચુક્યો છે. પહેલી પત્ની સાથે છુટાછેડા બાદ તેણે ગેબ્રિએલાને ડેટ કરવાનું શરુ કર્યું હતું.
એમી જેક્સન
અનેક બૉલીવુડ તથા સાઉથની ફિલ્મોમાં નજર આવી ચૂકેલ એમી જેક્સન પોતાના બોયફ્રેન્ડ જ્યોર્જના દીકરાની માતા બની છે. આ કપલ આ વર્ષે લગ્ન કરવાનું હતું પરંતુ આ કોરોના કાળ વચ્ચે આવતા લગ્ન કર્યા નથી. સમાચારો પ્રમાણે આવતા વર્ષે આ કપલ લગ્ન કરશે.
માહી ગિલ
અભિનેત્રી માહીએ ગયા વર્ષે આ વાતનો ખુલાસો કર્યો છે કે તે એક બાળકની માતા છે. તે લગ્ન વગર જ માતા એની ચુકી છે. તેણે જણાવ્યું કે તે છેલ્લા કેટલાય સમયથી કોઈ સાથે લિવ ઈનમાં રહે છે. તેની દીકરીનું નામ વેરોનિકા છે. દીકરીની ઉમર 3 વર્ષ છે. તેણે આજ સુધી લગ્ન કર્યા નથી.
નીના ગુપ્તા
અભિનેત્રી નીના ગુપ્તા વિશે કહેવાય છે કે તે લગ્ન વગર જ માતા બની હતી. તેણે લગ્ન પહેલા જ દીકરી મસાબાને જન્મ આપી દીધો હતો. તે એક ફેશન ડિઝાઈનર છે. તે નીના અને વિવિયન રિચાર્ડની દીકરી છે. તેમના આજ સુધી લગ્ન થયા નથી અને તેમ છતાં તે સાથે રહે છે.
સારીકા
મશહૂર અભિનેત્રી સારિકા પણ લગ્ન વગર જ માતા બની છે. સારિકાએ કમલ હસન સાથે પછી લગ્ન કર્યા હતા. તેણે બે દીકરીઓને લગ્ન વગર જ નામ આપી દીધો છે. એ બંને આજે પોતાના જીવનમા ખુબ સફળ છે તે બંને અન્ય કોઈ નહીં પણ શ્રુતિ હસન અને અક્ષરા હસન છે.
ઈશા શરવાની
ઈશા હાલ ફિલ્મ જગતથી દૂર છે. તેને એક દીકરો છે જેનું નામ લૂકા છે. તે એક સિંગલ મોમ છે. તે હંમેશા જ પોતાના દીકરા સાથે તસવીરો શેર કરતી રહે છે. હવે ઈશા કંઈક જુદી જ દેખાય છે.