એરોપ્લેનમાં જમવાનું કેમ એટલું મોંઘુ હોઈ છે? શું હું ઘરે થી ખાવાની વસ્તુ પ્લેન માં લઇ જય શકું?

એરપ્લેન અને એરપોર્ટ એ હંમેશા અતિ ખર્ચ માંગી લેતા સ્થળો છે, કારણ કે આ આખો વ્યવસાય જ ખુબ મોટી અર્થવ્યવસ્થા નો એક ભાગ છે જ્યાં મસ મોટું રોકાણ જોઈએ એટલે ‘આખી ચેનલ’ જ ‘મોંઘી’ છે, એરપ્લેન ના ફૂડ ની વાત કરીયે તો એ સપ્લાય કરવા વાળા મોટા ભાગે 5 સ્ટાર હોટેલ જ હોય છે દા.ત ભારત ની TajSats

આ પ્રકારના in-flight catering supply ની અગ્રણી કંપની છે જે Taj Group (Tata) ની જ એક પેટા કંપની છે.

હવે આ પંચતારક શ્રેણી ના ભોજન ને બનાવવા, પેકીંગ કરવા અને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઇ જવા (મોટા ભાગે હોટેલ થી એરપોર્ટ અને એરપોર્ટ થી ઈન-ફ્લાઈટ દરમ્યાન ઘણા બધા માન્ય નિયમોનું પાલન કરવું પડે છે) સાથે-સાથે ખુબ જ સ્વચ્છતા ને અનુસરવું પડે છે અને તેથી જ આ શ્રેણીના ખાદ્ય પદાર્થો બનાવવા, પેક કરવા, તેને સંગ્રહવા અને પરિવહન કરવા મોંઘા પડે છે. (એના વાહનો પણ ચીલાચાલુ નથી હોતા, એમાં હ્યુમિડિટી અને એર ક્વાલિટી નું પણ પૂરતું ધ્યાન રાખવું પડે છે)

હવે મુખ્ય અને રોચક તથ્ય, સૌથી પહેલા આપણે સમજી લઈએ કે એરલાઇન ઇન્ડસ્ટ્રી એ ખરા અર્થમાં ‘business beyond borders’ છે. એટલે ત્યાં એવું ના હોય કે ભારત છે તો ખર્ચ ઓછો આવે અને અમેરિકા છે તો વધારે આવે કારણ કે આ ઇન્ડસ્ટ્રી ની મોટાભાગની કંપનીઓ વૈશ્વિક છે અને ત્યાં નો ઘણો ખરો આર્થિક વહેવાર અમેરિકન ડોલર માં જ થતો હોય છે જેમ કે,

  • સૌ પ્રથમ કોઈ પણ દેશ માંથી બીજા દેશ માટે ઉડાન ભરતી વખતે રસ્તામાં આવતા બીજા અન્ય દેશ ને ચૂકવવો પડતો એર સ્પેસ ચાર્જ
  • એરપોર્ટ લેન્ડિંગ ફી
  • નેવિગેશન સર્વિસ ફી (રસ્તા માં આવતા બીજા દેશ ના ATC દ્વારા આપવામાં આવતું દિશાસુચન)
  • પેસેન્જર હેન્ડલિંગ ચાર્જ

ટૂંકમાં આ બધા ખર્ચ:

મોટા ભાગે અમેરિકન ડોલર માં ચૂકવવા પડતા હોય છે સરવાળે વિમાની સર્વિસ માં ભારતીય મૂલ્ય નું બહુ મહત્વ રહેતું નથી એટલે 20 રૂપિયાનું સમોસું જાણે આપણે ન્યૂયોર્ક ના મેનહટ્ટન માં 300 રૂપિયા (4 ડોલર) માં ખરીદતા હોય એવો આભાષ થાય.

એટલે એરલાઈન્સ માટે દરેક વજન એ ખર્ચ નીસાથે પરોક્ષ રીતે સંકળાયેલું છે માટે આ બધાજ ખર્ચ ની ગણતરી કરીયે તો વિમાન માં ખાધેલુ સમોસું અમેરિકામાં ખાઈએ છીએ તેમ જ માનવું (મારા એક દિલ્હી ના પ્રવાસ દરમ્યાન મેં સ્પાઈસ જેટ માં ઈડલી સંભાર નો ઓર્ડર આપીને કેન્સલ કરાવ્યો, ત્યારે વિચાર્યું કે કલાક માં તો દિલ્હી ઉતરી જવાનું છે, શા માટે 360 રૂપિયા ચૂકવીને ફક્ત 3 ઈડલી ખાવી?)

આગળ સંદીપભાઈએ કહ્યું તેમ એરપ્લેન માં 100 મિલી થી વધારે પ્રવાહી લઇ જઈ શકાતું નથી, પ્રવાહી માં પણ શેમ્પૂ, કોન્ટેક્ટ લેન્સ સોલ્યૂસન, સેનિટાઇઝર જેવી માન્ય કરેલી વસ્તુઓ જ લઇ જઈ શકાય છે, અને તે પણ સીક્યુરીટી ચેક વખતે હાજર હોય તે અધિકારીની મુન્સફીને આધીન, એ જો ન ઈચ્છે તો તમને ત્યાં જ તમારા ફૂડ નો નિકાલ કચરાટોપલીમાં કરાવી દેશે, એ સિવાય તમે તમારું પોતાનું ભોજન સાથે લઇ જઇ શકો છો, જે સારી રીતે પેક કરેલું હોવું જોઈએ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *