
જો કોઈ નોટ ફાટી જાય તો ભારતીય રિઝર્વ બેંકે તેના રિફંડ માટે કેટલાક નિયમો બનાવ્યા છે.તેમાં સેન્ટ્રલ બેંકના આ નિયમોના આધાર પર બેન્કો ગ્રાહકોને ફાટેલી નોટોના બદલે અમુક રિફંડ આપે છે.આ રિફંડ વિષે અમુક લોકોને તેની ખબર નથી હોતી. આ સવાલોમાંથી એક છે જે દરેકના મગજમાં આવે છે કે જો 2 હજાર રૂપિયાની નોટ ફાટી જાય તો તેના બદલામાં બેંકો કેટલા રૂપિયા રિફંડ આપે છે ? હવે તમારી પાસે રહેલી નોટ કેટલી ફાટેલી છે તેના પર આધાર રહે છે.
રિઝર્વ બેંકની સત્તાવાર વેબસાઇટ પર મળેલ માહિતી પ્રમાણે 2000 રૂપિયાની નોટની 88 ચોરસ સેન્ટિમીટર હશે તો પુરા પૈસા મળશે અને જ્યારે 44 ચોરસ સેન્ટિમીટર હશે તો કિંમત અડધી મળશે.પણ બેંક તમામ પ્રકારની નોટો બદલી નથી આપતી. જો નોટ સંપૂર્ણપણે ફાટી ગઈ હોય અથવા બળી ગઈ હોય તો પણ બેન્કો નોટ બદલવાનો ઇનકાર કરી શકે છે. પણ જો નોટ નકલી ન હોય તો તેને બદલી શકાય છે. તમારે ધ્યાનમાં રાખવું જોઈએ કે નોટ બદલવાનાં બદલામાં બેંક તમારી પાસેથી કોઈપણ ફી લઈ શકશે નહીં.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.