વરમાળા પહેરાવતી વખતે દુલ્હને કર્યો ઈશારો અને પછી વરારાજાએ આપી આ પ્રતિક્રિયા, જુઓ વિડિયો

આજકાલ સોશિયલ મીડિયામાં લગ્નના પણ કેટલાક ફની વીડિયો શેર કરવામાં આવે છે. લોકોને આ વીડિયો ખૂબ પસંદ આવે છે અને લોકો આ વીડિયોના ખૂબ મજા લે છે. એવા કેટલાક વીડિયો છે જેના પર મિલિયન વ્યૂઝ આવતા હોય છે અને લોકો તેને સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ્સ પર પણ શેર કરે છે. લગ્નનો એક એવો જ વીડિયો હાલમાં વાયરલ થઇ રહ્યો છે જેને જોઇને દરેક લોકો તેની જ ચર્ચા કરી રહ્યા છે.

આપણે બધા જાણીએ છીએ કે, ભારતીય લગ્નમાં મહેમાનો સિવાય દુલ્હા-દુલ્હન પણ ક્યારેક એવી હરકતો કરી દે છે કે જેનાથી બધાનું ધ્યાન તેમની તરફ જતુ રહે છે. હવે આ વીડિયોને જ જોઇ લો. કેવી રીતે દુલ્હા-દુલ્હનનું મજાક ચાલે છે.

વીડિયોમાં તમે જોઇ શકો છો કે દુલ્હા -દુલ્હન પોતાના હાથમાં વરમાળા લઇને ઉભા છે. જેવી દુલ્હન વરમાળા પહેરાવવાનો પ્રયત્નો કરે છે કે વરરાજાને મસ્તી સૂજે છે અને તે હાથ ઉપર કરીને દુલ્હન કરતા પહેલા વરમાળા પહેરાવવાનો પ્રયત્ન કરે છે. ત્યારબાદ દુલ્હન હાથથી ઇશારો કરીને તેના ભાવિ પતિને જણાવે છે કે પહેલા માળા તેણે નાખવાની છે. પોતાની દુલ્હન તરફથી ઇશારો મેળવીને વરારાજા મજેદાર પ્રતિક્રિયા આપે છે.

સોશિયલ મીડિયા પર આ વીડિયો લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. એજ કારણ છે કે કેટલાક યૂઝરે વીડિયો પર પોતાની પ્રતિક્રિયા પણ આપી છે. એક યૂઝરે લખ્યુ કે આ વીડિયો સાચે જ ફની છે. અન્ય યઝરે લખ્યુ કે મને તો આમની કેમિસ્ટ્રી ઘણી સારી લાગી. આ સિવાય અન્ય પણ ઘણા બધા યૂઝર્સે અલગ અલગ અંદાજમાં વીડિયોના વખાણ કર્યા.

આ વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર Official Niranjanm87 નામના યૂઝરે શેર કર્યો છે. આ અહેવાલ લખાયો ત્યાર સુધીમાં આ વીડિયોને લાખો લોકોએ જોયો છે તેમજ 37 હજારથી વધુ લોકોએ તેને પસંદ કર્યો છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *