સારા સારા ગુનેગારને પાણી ભરાવનાર આ આઇપીએસ અધિકારી થી પોલીસ ઓફિસરો પણ ડરે છે જાણો કોણ છે પોલીસ અધિકારી

આજે અમે તમને ગુજરાતના એક એવા પોલીસ ઓફિસર વિશે જાણકારી આપવાના છીએ કે જેમની ઈમાનદારી ના લોકો કસમ ખાતા હોય છે. હાલના અમરેલીના એસપી નિર્લિપ્ત રાય ખૂબ જ વધારે ચર્ચામાં છે. અમુક લોકો તેમના ગેરકાનૂની ધંધા રોકવા માટે અને ચલાવવા માટે તેમને હટાવવાની અલગ અલગ પ્રકારની માગણી કરી રહ્યા છે.

પરંતુ મોટાભાગના લોકો તેમના સમર્થનમાં સામે આવી રહ્યા છે. તો ચાલો જાણીએ કે આટલા મોટા ભાગના લોકો ઈમાનદાર અધિકારી ના સમર્થનમાં કેમ આવી રહ્યા છે. ચાલો જાણીએ કે અમરેલીના બાહોશ અધિકારી એટલે કે નિલિપ્ત રાય ગુજરાત પોલીસમાં આઈપીએસ અધિકારીઓની સંખ્યા અત્યારે ૧૭૫ જેટલા આઇપીએસ અધિકારીઓ છે.

પરંતુ આઇપીએસ થતી વખતે દરેક આઇપીએસ અધિકારી બંધારણ અને કાયદાનું રક્ષણ કરવા માટે ને સોગંધ લેતો હોય છે. અને તેવા ઓછા આઈપીએસ અધિકારીઓ સામે આવે છે. કે જે પોતાને લીધેલી કસમ અને સોગંદ યાદ રાખતા હોય છે. અને સામાન્ય માણસો માટે તેમણે પોતાના દરવાજા હંમેશા માટે ખુલ્લા રાખ્યા હોય તેવા અધિકારીઓમાં આઈ પી એસ નો સામે સમાવેશ થતો હોય છે.

તેમને કોઇ પણ અધિકારી કે નેતા માટે નહીં પરંતુ સામાન્ય લોકો માટે પોતાના ઓફિસના દરવાજા ૨૪ કલાક માટે ખુલ્લા રાખ્યા છે. તેમણે ભારતની ઇન્ડિયન રેવેન્યુ સર્વિસમાં સેવા આપ્યા પછી વર્ષ ૨૦૧૦માં ભારતીય પોલીસ સેવા નો ભાગ બનવાનું નક્કી કર્યું હતું.

તે ઉપરાંત ભારતીય પોલીસ સેવા માટે કામ કરવાની પદ્ધતિ અને તેમને કોઈપણ રાજકીય નેતાઓ સામે પડી જવાની ટેવના કારણે તેમનો દર વર્ષે અને દર મહિને તેમની બદલી સતત ચાલુ રહેતી હતી નેતાઓ તો ઠીક પરંતુ સિનિયર અધિકારીઓને પણ કાયદાના વર્તુળની બહાર જઈ તો કોઈ પણ કામ કરતા હોય કે કરાવતા હોય તો તેમને સ્પષ્ટ ના પાડવાની ક્ષમતા અને તાકાત આ અધિકારીઓમાં જોવા મળે છે.

પોતે આઇપીએસ અધિકારી છે પોતે પોતાના સસરા વરેશ સિંન્હાના ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ હોવા છતાં પણ પોતાના જમાઈના પગ જમીન ઉપર જ રહ્યા હતા અને તેમણે સત્તા કે પદનું જરા પણ અભિમાન નથી. તે કોઇપણ સામાન્ય લોકોની મદદ માટે તરત જ દોડી જતા હોય છે.

તે ઉપરાંત કાયદો અને કાયદા ની વ્યવસ્થા જાળવવા દરેક વ્યક્તિનું સન્માન કરતા હોય છે. તે ઉપરાંત કાયદાને આડેહાથે લેનાર કાયદો તોડનાર દરેક વ્યક્તિમાં પોતાનો ડર ઉભો થાય તેવો તે હંમેશા પ્રયાસ કરતા હોય છે. તેમણે એસપી તરીકે પ્રમોશન મળ્યું ત્યારે સૌ પ્રથમ પોસ્ટિંગ તેમનું અમદાવાદ જિલ્લામાં થયું હતું

ત્યાં તેમને ઝોન સાતમાં તરીકે પ્રમોશન મળ્યું હતું. ત્યાર પછી તેમને અમદાવાદ ગ્રામ્ય, સુરત ગ્રામ્ય અને વલસાડ જેવા અલગ અલગ જિલ્લાઓમાં પોતાની ફરજ બજાવી હતી. આ સમયગાળા દરમિયાન તેમણે ઘણી બધી ચર્ચાસ્પદ કિસ્સાઓ પણ બન્યા હતા અને પોલીસ દ્વારા ચાલતા ગેરકાયદેસર પ્રણાલીને તેમણે પોતે ખુદ પડકારી હતી

તેમના સિનિયરોને આ વસ્તુ પસંદ આવી નથી એટલે તેમના તાબાના અધિકારીને અને તેમને પોતાના કાયદાની તાકાતનું ભાન કરાવ્યું હતું તે ઉપરાંત તેમણે પોતાનો પ્રોબેશન સમય હિંમતનગરમાં પૂરો કર્યો હતો. ત્યાર પછી તેમણે રાજ્યના સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ તરીકેનો પહેલું પોસ્ટિંગ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ મળ્યું હતું.

અમદાવાદ ક્રાઈમ બ્રાંચમાં પોસ્ટિંગ મળ્યા પછી દલિતોને પોતાની જમીન માપવા માટે આ ઈમાનદાર આઇપીએસ અધિકારીએ ખૂબ જ વધારે મહેનત કરી હતી અને અનેક લોકો પોતાની જમીન કબજે કરનાર માથાભારે શખ્સો ને ખૂબ જ વધારે કાયદાના પાઠવ્યા હતા.

તે ઉપરાંત એ પણ એક એવી ઘટના બની હતી કે જેમાં અમદાવાદના મોટા બિલ્ડર જેના રાજકીય સંબંધો ખૂબ જ ઊંચા હતા અને રાજકીય સંબંધો મુખ્યમંત્રી સાથે હતા. તે ઉપરાંત તમામ આઇએએસ અધિકારીઓ સાથે હતા. તેમના પુત્રએ દલિતની હત્યા કરી હતી.

ત્યાર પછી તે ફરાર થઇ ગયો હતો. પુત્ર ના મોહમાં આવીને ત્યારે પોલીસ આકરા પાણીએ કામ ન કરે તે માટે તેમના સસરા વરેશ સિંહા નો સંપર્ક કર્યો હતો અને આ વાતની જાણ ત્યારે થઈ ત્યારે આ બિલ્ડરને પોતાની હેસિયત બતાવી દીધી હતી અને બદલી સતત થતી રહે છે.

હાલ તેઓ અમરેલી જિલ્લાના સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ છે. અમરેલી જિલ્લાના લોકો હંમેશા કહે છે કે તેમણે આશરે આઝાદી ના 70 વર્ષ પછી પહેલીવાર કાયદાનું શાસન કર્યું છે. અમરેલી જિલ્લામાં રહેતા ગુંડાઓ અમરેલી છોડી અને ભાગી ગયા છે. તેઓ હાલમાં અમરેલી જિલ્લાની જેલમાં સજા કાપી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *