ગુજરાતના એક માત્ર ખેડૂત આગેવાન ખેડૂત આંદોલન મુદ્દે સરકાર સાથે વાર્તાલાપમાં હાજર

દિલ્હીની બોર્ડર પર ચાલી રહેલા ખેડૂત આંદોલનમાં ગુજરાતના ખેડૂત આગેવાન જે. કે. પટેલ શરુઆતથી હાજર છે. જે.કે. પટેલ હવે આંદોલનકારી યુનિયનની કોર કમિટીમાં સ્થાન પામ્યા છે. આ સિધ્ધિ મેળવવા કેટલાય આગેવાનો એ પ્રયત્નો કર્યા પણ નિષ્ફળ રહ્યા. પરંતુ જે. કે. પટેલની નિષ્ઠાના કારણે તેમને આ પ્રતિષ્ઠા પ્રાપ્ત થઈ છે.

ગઈ કાલે કેન્દ્ર સરકારે ખેડૂત યુનિયનના આગેવાનો સાથે એક બેઠક યોજી હતી. અગાઉ પણ 6 જેટલી બેઠકો યોજાઈ ચુકી છે, પરંતુ કોઈ પરિણામ મળ્યું નથી. ગઈકાલની બેઠકમાં મહદઅંશે પરિણામ મળ્યું પણ પૂર્ણ નહીં. પણ આ બેઠકમાં સૌ પ્રથમ વખત ગુજરાતના કોઈ ખેડૂત આગેવાન જોવા મળ્યા હતા.

ગુજરાતના ખેડૂત આગેવાન જે. કે . પટેલ કે જેઓ જગતતાત ખેડૂત આંદોલનથી ખેડૂત નેતા તરીકે પ્રસ્થાપિત થયા છે. આજે તેઓની નિષ્ઠા તેમને રાષ્ટ્રીય કક્ષાના ખેડૂત આગેવાનોની યાદીમાં સ્થાન સુધી દોરી ગઈ છે

Leave a Reply

Your email address will not be published.