લગ્ન માટે અહી ભરાઈ છે કન્યા ઓ ની માર્કેટ, ખરીદી શકો છો મનપસંદ દુલ્હન

મનુષ્ય જીવનમાં લગ્ન ઘણું મહત્વ ધરાવે છે. લગ્ન માટે ઉત્સુક છોકરા અને છોકરીઓ ઘણા સપના પણ જોઈ રાખે છે. જેવા કે મારો જીવનસાથી આવો હોવો જોઈએ, તેમજ લગ્ન પછી અમારે આ કામ કરવું છે, અહી સજોડે ફરવા જવું છે વગેરે વગેરે. પણ દરેકના નસીબ સરખા નથી હોતા. ઘણા લોકોને પોતાના મનપસંદ જીવનસાથી નથી મળતા. ઘણા વ્યક્તિ તારક મેહતાના પોપટલાલ જેવા પણ હોય છે. જે વર્ષો સુધી જીવનસાથીની શોધમાં જીવન પસાર કરે છે. એવા લોકો માટે આજે અમે થોડા રોચક સમાચાર લઈને આવ્યા છીએ. જે તમને આગળ જણાવીશું.

મિત્રો સામાન્ય રીતે આપણે પોતાની જરૂરીયાતની કોઈ પણ વસ્તુઓ લેવા માટે બજાર જઈએ છીએ, બરાબર. પણ શું તમે જાણો છો કે દુનિયામાં એક બજાર એવું પણ છે કે જ્યાં દુલ્હન પણ વેચાય છે. ફક્ત જાવો અને પસંદ કરી લો તમારી દુલ્હન.

મિત્રો સ્તારા જાગોર એ જગ્યા છે. આ જગ્યા પર દર વર્ષે ચાર વાર દૂલ્હોનોનું બજાર ભરાય છે. અહીંયા આવીને વર પોતાની પસંદની દુલ્હન ખરીદીને પોતાની પત્ની બનાવી શકે છે. તમને જણાવી દઈએ કે આ મેળા એવા ગરીબ પરિવાર દ્વારા લગાવવામાં આવે છે, જેમની આર્થિક સ્થિતિ એવી નથી કે તે પોતાની દીકરીના લગ્નનો ખર્ચ ઉઠાવી શકે.

આ બજારમાં છોકરીઓને દુલ્હનના કપડાંમાં સજાવીને લઈ જાય છે. વેચવા વાળી દુલ્હનોમાં લગભગ દરેક ઉંમરની છોકરી – મહિલા ભાગ લઇ શકે છે. અને અહિયાં દુલ્હન ખરીદવા માટે હંમેશા છોકરાની સાથે તેના પરિવારનાં સભ્યો પણ આવે છે. છોકરો પહેલા પોતાની પસંદની છોકરી નક્કી કરે છે, ત્યારબાદ તેમને વાત ચિત કરવાનો સમય આપવામાં આવે છે.

છોકરી પસંદ આવવા પર છોકરો તેને પોતાની પત્ની તરીકે સ્વીકાર કરી લે છે, અને છોકરીના પરિવાર વાળાને નક્કી કરેલ રકમ આપવામાં આવે છે. દુલ્હન ખરીદવાનું ચલણ અહીંયા ઘણા વર્ષોથી ચાલી રહ્યું છે. અહિયાં આ બાબતે કોઈ કાનૂની રોક ટોક પણ નથી.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે આ બજાર બુલ્ગેરિયાના ક્લાઇડઝિ સમુદાય દ્વારા ભરાવવામાં આવે છે. સમુદાયના સિવાય કોઈ બહારની વ્યક્તિ દુલ્હન ખરીદી શકે નહિ. બજારમાં એવાજ પરિવાર હોય છે કે જે પોતાની દીકરીના લગ્ન કરવાની શક્તિ ધરાવતા ન હોય. બજારમાં છોકરીઓ એકલી નથી આવતી. તેની સાથે પરિવાર કોઈને કોઈ સભ્ય જરૂર હોય છે.

આપણે ત્યાં સામાન્ય રીતે છોકરા વાળા દહેજ લે છે, પરંતુ અહીંયા રિવાજ ઉલટો છે. અહીંયા છોકરાએ છોકરીના પરિવારને પૈસા આપવા પડે છે. બજારમાં જો છોકરાને કોઈ છોકરી પસંદ આવે તો તેના પરિવારને પણ વહુ માનવી પડે છે. આ નિયમનું પાલન સખ્તીથી કરવામાં આવે છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *