સાપ્તાહિક રાશિફળ : 22થી 28 ફેબ્રુઆરી સુધીનો સમય કેટલો શુભ છે આપના માટે જાણો રાશિફળ પરથી

મેષ – સપ્તાહ દરમિયાન વ્યવસાયમાં અવરોધો દૂર થાય. નોકરીમાં બદલી પ્રમોશનના ચાન્સ. પ્રતિષ્ઠામાં વધારો થાય. શેર સટ્ટામાં નિર્ણયો મહત્વના રહે. મિલકતના પ્રશ્નોમાં ધીરજ રાખો. લખાણના કાર્યોમાં સફળતા. આત્મવિશ્વાસ વધે. માસ્ક જર પહેરજો. સોમવાર લાભ રહે. જૂની બીમમારીમાં રાહત થાય. પરિવારના સભ્યોની આવકમાં વધારો થાય. વિજાતીય મિત્રતા વધુ ગાઢ બને. અગાઉ કરેલી બચત ઉપયોગમાં આવે. સગાઇ અંગેના કાર્યોમાં સફળતા. રહેણાકના મકાન કે ઓફિસમાં રીનોવેશન લકઝરી સુવિધાઓ શકય બને. સરકારી કાર્યોમાં કોઇની મદદ મળે.

વૃષભ – સપ્તાહ દરમિયાન આવક વધારવાના પ્રયત્નો કરો છો પણ સફળતા મળતી નથી તેથી ખર્ચ ઉપર તમારે કાબૂ રાખવાનો છે. નોકરીમાં કાર્યભાર રહેવાનો બીજાના પ્રશ્નોને લઇને તમો ટેન્શન અનુભવશો. વિદેશ જવાની તક માટે સારો સમય રહે. તમારામાં રહેલી ખુબીઓનો તમારે સમાજને લાભ દેવાનો છે. રાજકારણમાં સફળતા મળે નવી ઓળખાણ થાય. સંતાનો સાથે સુમેળ વધવાનો. કાનૂની પ્રશ્નોથી દૂર રહેજો. પરિવારમાં માંગલિક પ્રસંગો ઉભા થાય. અચાનક તમારા જીવનમાં કોઇ અનજાન વ્યક્તિનો પ્રવેશ થાય, જેનાથી તમોને ધંધામાં લાભ મળવાનો. જુના મિત્રોનો સહકાર મેળવવો. સ્ત્રી વર્ગને આ સમય દરમિયાન માનસિક ટેન્શન રહે. વિદ્યાર્થી વર્ગને સમયનો વ્યય ન કરવો. મિત્રો બનાવવામાં સાવધાની રાખવી.

મિથુન – સપ્તાહ દરમિયાન તમો વધુ મહેનત કરવાના છો અને સફળતા મેળવવાના. જો પ્રગતિ માટે અવરોધોનો સામનો રહેશે. મિલકતના પ્રશ્નોમાં લાભ રહે. લગ્નજીવનમાં ગેરસમજોથી જાળવવું. નવી યોજનામાં થોડી ધીરજ રાખો. સરકારી ગાઇડલાઇનનું પાલન કરવું. રવિવાર લાભ રહે. તમો ખુબજ મહત્વકાંક્ષા ધરાવો છો. અહીં તમો એવું વિચારો છો કે નસીબમાં જશ છે કે નહીં ? અહીં તમારે નકારાત્મક વિચારો ટાળવાની સલાહ છે. તમો સફળતા મેળવવાના હકદાર છો. તમારામાં જબરજસ્ત ટેલેન્ટ છે. તેમાં કોઇ શંકા નથી. વિદેશ જવાની તક માટે આ સમય લાભદાયક રહેવાનો. સ્વાસ્થ્ય બાબત થોડુ ધ્યાન રાખજો. સ્ત્રી વર્ગને આ સમય દરમિયાન જીવનસાથીની મુશ્કેલીઓને સમજવાની છે.

કર્ક – સપ્તાહ દરમિયાન નોકરીમાં મનની ઇચ્છા ફળે. વ્યવસાયમાં વિકાસની તક મળે. મિલકતના પ્રશ્નોમાં ધીરજ રાખવી. શેર સટ્ટામાં અનુકુળતા સગાઇ-લગ્નના કાર્યોમાં અનુકુળતા રહે. સોશિયલ ડિસ્ટન્સ જાળવજો મંગળવાર લાભ રહે. માનસિક ટેન્શન દૂર થાય. ભાગ્યોદયની તક માટે સારો સમય. વિજાતીય મિત્રતા વધુ ગાઢ બને. અગાઉના અનુભવોના આધારે સફળતા રહે. તમારા સર્કલમાં તમારા કાર્યની કદર થવાની. રાજકીય લાભ મળવાનો. મોસાળથી લાભ મળે. નવીન વિચારધારા અપ્નાવશો. સ્વાસ્થ્ય બાબત ગેસ, અપચાની તકલીફોથી જાળવવું. વિદેશ વસતા સગા સ્નેહી તરફથી આર્થિક લાભ મળે.

સિંહ – સપ્તાહ દરમિયાન વ્યવસાયમાં નવી ભાગીદારી યોજનામાં અનુકુળતા. નોકરીમાં કાર્યભાર રહે. મિલકતના પ્રશ્નોમાં ધીરજ રાખવી. રોકાયેલા નાણા છુટા થાય. લગ્ન ઇચ્છુકોએ ધીરજપૂર્વક નિર્ણય લેવા. માસ્ક પહેરવાનું ન ભુલતા. શુક્રવાર વિશેષ લાભ રહે. ઉધારી ધંધાથી દૂર રહેવું. સ્વાસ્થ્ય બાબત સાધારણ નબળો સમય રહે. કાયદાકીય પ્રશ્નોથી દૂર રહેવું. વિદેશ વસતા સગા સ્નેહી તરફથી લાભદાયક સમાચાર આવે. વિજાતીય મિત્રતા ગાઢ બને. નાની-નાની વાતોને લઇને પરિવારના સભ્યો સાથે મતભેદો ન થાય તેનું ધ્યાન રાખવું. સીઝનલ ધંધામાં અનુકુળતા. પિતાશ્રીના વ્યવસાયમાં અનુકુળતા રહેવાની.

કન્યા – સપ્તાહ દરમિયાન નોકરીમાં મનગમતું કામ મળે. પ્રતિષ્ઠા વધે. વ્યવસાયમાં પ્રગતિ. સગાઇ-લગ્નના કાર્યોમાં સફળતા. લખાણના કાર્યોમાં સાવધાની જરૂરી. કર્જ ન કરવું શેર સટ્ટામાં સાવધાની જરૂરી રહે. સોશિયલ ડિસ્ટન્સ જાળવજો. રવિવાર લાભ રહે. આવકનું પ્રમાણ જળવાઇ રહે. ન ધારેલી સફળતા મળે. અટકતા કાર્યો આગળ વધે. કોઇ નવા આયોજનમાં અનુકુળતા રહે. પરિવારના સભ્યો સાથે મતભેદો ટાળવા. લાગણીઓને કાબૂમાં રાખવી. નવી ઓળખાણ થાય. મેન્યુફેકચરીંગ લાઇનમાં ચી વધે. મિત્રો સાથે ભાગીદારી ધંધાનું આયોજન શકય બને. આધ્યાત્મિક વિચારોને બળવાન બનાવવાથી સ્વાસ્થ્યમાં સુધારો રહે.

તુલા – તમારામાં અદ્ભૂત શક્તિઓ છે. જેનો ઉપયોગ તમારે કરવાનો છે. આ સમય તમારે માટે ઉત્તમ રહેશે. હા તમારે નોકરીમાં ચીવટ રાખવાની જર છે. શેર સટ્ટામાં લાભ. ભાઇ-બહેનોથી સાથ સહકાર સારો રહે. તમો ન્યાયપ્રિય વ્યક્તિત્વ ધરાવો છો. જેને લઇને તમો ખુબજ મિત્રો ધરાવો છો. અને સમાજમાં સારી પ્રતિષ્ઠા ધરાવો છે. જેને લઇને તમારે કયારેક પ્રતિષ્ઠા જાળવવા સંઘર્ષ કરવો પડે છે. ઉપરી વર્ગનો તમારા કાર્યમાં સંતોષ રહે છે. જે તમારું જમા પાસુ છે. વિજાતીય સંબંધોમાં પણ તમો સફળતા મેળવશો. જીવનસાથીનો સહકાર સારો રહેશે. નવા ભાગીદારી યોજનામાં લાભ રહે. સ્ત્રી વર્ગને આ સમય મિલકતથી લાભ રહે. વિદ્યાર્થીઓને ન ધારેલી સફળતા મેળવશો.

વૃશ્ચિક – સપ્તાહ દરમિયાન નોકરીમાં બદલીના ચાન્સ. નવી ઓફર આવે. વ્યવસાયમાં નવી યોજનામાં લાભ. શેર સટ્ટામાં લાભ. મિલકતના પ્રશ્નોમાં અવરોધો રહે. પસંદગીના લગ્ન યોગ ઉભા થાય. ગુવાર લાભદાયક રહે. માસ્ક જર પહેરજો. દરેક ક્ષેત્રે વહેવારુ અભિગમ અપ્નાવવાથી લાભ રહે. ગુસ્સાને ટાળજો. ભાઇ-બહેનો સાથે સુમેળ વધે. આત્મવિશ્વાસ કેળવવાથી સફળતા. બુધ્ધિ પ્રતિભામાં વધારો થાય. સંસ્થાના કાર્યને લઇને પ્રવાસ થાય. સ્વાસ્થ્ય બાબત સ્નાયુને લગતી તકલીફોથી જાળવવું. અધિકારી વર્ગનો સહકાર મેળવવો. ભાગીદારોને સાથ સહકાર દેવો. ભૌતિક સુખનો લગાવ વધવાનો.

ધન – સપ્તાહ દરમિયાન વ્યવસાયમાં અનુકુળતા રહે. નોકરીમાં નવી ઓફર આવે. પ્રમોશન બદલીના ચાન્સ મિલકતના પ્રશ્નોને પ્રાધાન્ય આપો. શેર સટ્ટામાં લાભ. પરિવારના સભ્યોને સહકાર દેવો. ધાર્મિક કાર્ય થાય. અટકતા કાર્યોને વેગ મળે. મહત્વના કાર્યોમાં સફળતા રહે. સોશિયલ ડિસ્ટન્સ જાળવવું. ગુવાર લાભ રહે. પસંદગીના પાત્ર સાથે સગાઇ લગ્નના યોગ ઉભા થાય. રોમાન્સમાં સફળતા રહે, સાથે સાથે ગેરસમજો ટાળવી. ભાગીદારો સાથે સુમેળ રાખવો. સમય મિશ્રફળ રહે. કોઇ નવા આયોજન બાબત ઉતાવળ ન કરવી. સ્વાસ્થ્ય બાબત જાળવવું. વિદેશથી લાભ રહે. યાત્રા પ્રવાસમાં કિંમતી ચીજ વસ્તુનું ધ્યાન રાખવું. શકય હોય તો પ્રવાસ ટાળવો.

મકર – સપ્તાહ દરમિયાન વ્યવાસયમાં નવું આયોજન થાય. નોકરીમાં સ્થીરતા રાખવી. મિલકતથી લાભ. શેર સટ્ટામાં નિર્ણયો મહત્વના રહે. સગાઇ લગ્નના કાર્યોમાં સફળતા. કાનૂની પ્રશ્નો ટાળવા. સોશિયલ ડિસ્ટન્સ જાળવજો. શુક્રવાર લાભદાયક. તમારા શુભેચ્છકોનો સહકાર રહેશે. નવી ભાગીદારી યોજનામાં મનગમતી વ્યક્તિ સાથે આયોજન થાય. ઇમ્પોર્ટ-એકસપોર્ટના ધંધામાં સફળતા. કર્જ ન કરવું. સીઝનલ ધંધામાં લાભ રહે. રચનાત્મક કાર્યોમાં ચી વધે. આપની આગવી ઓળખ ઉભી થાય. આર્થિક સ્થિતિમાં સુધારો શકય બને. જો જન્મના ગ્રહો મદદકતર્િ હશે તો તમો કરોડોમાં આળોટશો. આંધળુ સાહસ ન કરતા. સંતાનોની પ્રગતિ રહે.

કુંભ – સપ્તાહ દરમિયાન નોકરીમાં બદલીના ચાન્સ રહે. વ્યવસાયમાં નવું રોકાણ લાભદાયક. મિલકત બાબત ધીરજ રાખો શેર સટ્ટામાં અનુકુળતા. કારણ વગરનો ઉચાટ રહે. વિદેશ વસવાટ કરવાની ઇચ્છા ફળે. તમારે માટે વ્યવસાયમાં ન ધારેલી સફળતા રહે. જુના પ્રશ્નોનું નિરાકરણ આવે. શેર સટ્ટાથી જાળવવું. સંતાનો સાથે સુમેળ વધે. સંતાનોની સગાઇ લગ્નના કાર્યોમાં સફળતા રહે. જીવનમાં કશુંક ખૂટતું હોય તેવો અહેસાસ રહે. નબળા વિચારોને ટાળજો. નવી ભાગીદારી યોજનામાં સફળતા રહે. મિત્રો સ્નેહીજનોથી સહકાર રહે. અપરણીતોને સગાઇ લગ્નના કાર્યોમાં મનચાહી સફળતા મળે. રોકાયેલા નાણા છુટ્ટા થાય. સોશિયલ ડિસ્ટન્સ જાળવવું. અંધશ્રધ્ધામાં ન પડવું.

મીન – આ સમય દરમિયાન તમારે નોકરીમાં જાળવવાનું છે. મહત્વકાંક્ષાઓને કાબૂમાં રાખજો. વ્યવસાયમાં પરિવર્તન થાય. શેર સટ્ટામાં લાભ રહે. સ્થળાંતરની ઇચ્છા ફળવાની. લખાણ દસ્તાવેજોના કાર્યમાં જાળવવું. પ્રવાસ થાય. તમારા વર્તુળમાં તમો છવાયેલા રહેશો. તમોને પ્રસંસા ગમે છે અને ગમવી જોઇએ કારણ કે તમો ખુબજ મહેનત કરો છો અને મહેનતનું ફળ જોઇએ. તમોને જીવનસાથીનો સહકાર સારો રહેવાનો. સંતાનોના અભ્યાસ બાબતે તમોને ટેન્શન રહેતું હશે. વિદેશ જવાની તમારી ઇચ્છા ફળવાની. રાજકીય વ્યક્તિનો સહકાર સારો મળવાનો. નાણાકીય બાબતોમાં તમોને ટેન્સન રહેવાનું. સ્ત્રી વર્ગને આ સમય દરમિયાન તબીયત બાબત જાળવવાની સલાહ છે. વિદ્યાર્થી વર્ગને ટેકનિકલ લાઇનમાં વિશેષ લાભ રહેશે.

Leave a Reply

Your email address will not be published.